Not Set/ વડોદરા/ કાશ્મીર સ્ટાઈલથી પોલીસ પર પથ્થરમારો પૂર્વ આયોજિત કાવતરું

ગતરોજ બપોર પછી વડોદરા ખાતે પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં ઘણા પોલીસના જવાનો ઈજાગ્રસ્ત બન્યા છે. વડોદરામાં હાથીખાના વિસ્તારમાં કરવામાં આવેલો પથ્થરમારો પૂર્વ આયોજિત કાવતરું હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર સોફ્ટ ટાર્ગેટ જાણીને પોલીસ પર હુમલો કરાયો હતો.  કાશ્મીર પેટનર્થી તોફાનો કરાયા હોવાનું પોલીસનું માનવું છે. હાથીખાના વિસ્તારમાં પોલીસની સંખ્યા ઓઅચી […]

Gujarat Vadodara
વડોદરા 1 વડોદરા/ કાશ્મીર સ્ટાઈલથી પોલીસ પર પથ્થરમારો પૂર્વ આયોજિત કાવતરું

ગતરોજ બપોર પછી વડોદરા ખાતે પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં ઘણા પોલીસના જવાનો ઈજાગ્રસ્ત બન્યા છે. વડોદરામાં હાથીખાના વિસ્તારમાં કરવામાં આવેલો પથ્થરમારો પૂર્વ આયોજિત કાવતરું હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર સોફ્ટ ટાર્ગેટ જાણીને પોલીસ પર હુમલો કરાયો હતો.  કાશ્મીર પેટનર્થી તોફાનો કરાયા હોવાનું પોલીસનું માનવું છે.

હાથીખાના વિસ્તારમાં પોલીસની સંખ્યા ઓઅચી હતી ત્યાં 1 એસીપી, 1psi,અને 7 જેટલા પોલીસ કર્મી જ હાજર હતા. અને તેમને ટાર્ગેટ કરીને તેમની ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલાની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે.  પોલીસના જણાવ્યા અનુસાર ડોલમાં પથ્થરો ભરેલા જ હતા.  આપને જણાવી દઈએ કે,  અન્ય વિસ્તારો કરતા હાથીખાના ખાતે ઓછો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.  નોંધનીય છેકે જુમ્માની નમાઝ બાદ હાથીખાનામાં અચાનક પોલીસ પર પથ્થરમારો શરૂ થયો હતો.. જેમાં અનેક પોલીસકર્મી ઘાયલ થયા હતા..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.