Aalia Bhatt/ હોલિવૂડ પ્રોજેક્ટ દરમિયાન આલિયા ભટ્ટ હતી પ્રેગ્નન્ટ, આ 8 અભિનેત્રીઓએ પ્રેગ્નન્સી દરમિયાન કરી હતી આ ફિલ્મો

યામી ગૌતમે હાલમાં જ પોતાની પ્રેગ્નન્સીના સમાચાર જાહેર કરીને બધાને ચોંકાવી દીધા હતા. આ સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે યામીએ તેની ફિલ્મ ‘આર્ટિકલ 370’ની પ્રમોશનલ એક્ટિવિટી શરૂ કરી.

Trending Entertainment
Beginners guide to 2024 02 28T110659.821 હોલિવૂડ પ્રોજેક્ટ દરમિયાન આલિયા ભટ્ટ હતી પ્રેગ્નન્ટ, આ 8 અભિનેત્રીઓએ પ્રેગ્નન્સી દરમિયાન કરી હતી આ ફિલ્મો

યામી ગૌતમે હાલમાં જ પોતાની પ્રેગ્નન્સીના સમાચાર જાહેર કરીને બધાને ચોંકાવી દીધા હતા. આ સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે યામીએ તેની ફિલ્મ ‘આર્ટિકલ 370’ની પ્રમોશનલ એક્ટિવિટી શરૂ કરી. યામીના ચાહકોને એ જાણીને નવાઈ લાગી કે અભિનેત્રીએ જ્યારે તે ગર્ભવતી હતી ત્યારે તેની ફિલ્મનું કામ હાથમાં લીધું હતું. લેટેસ્ટ રિપોર્ટમાં એ વાતની પુષ્ટિ થઈ રહી છે કે યામી જ્યારે ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી ત્યારે તે પ્રેગ્નન્ટ હતી. જો કે, તેનાથી તેના કામ કે પાત્રમાં કોઈ ફરક પડતો ન હતો, તેથી તેને  ફિલ્મનું શૂટિંગ ચાલુ રાખ્યું.

યામી પહેલા આ અભિનેત્રીઓએ પ્રેગ્નન્સી દરમિયાન શૂટિંગ કર્યું હતું

વેલ, આ પહેલીવાર નથી જ્યારે કોઈ અભિનેત્રીએ પ્રેગ્નન્સી દરમિયાન આ રીતે કામ કર્યું હોય. આ પહેલા પણ અભિનેત્રીઓ ગર્ભાવસ્થા દરમિયાન પણ પોતાનું કામ સંભાળી ચુકી છે. હમણાં માટે, ચાલો યામીનું નામ યાદીમાં પ્રથમ રાખીએ કારણ કે તેને તાજેતરમાં જ તેની ગર્ભાવસ્થાની જાહેરાત કરી છે.

2- આલિયા ભટ્ટઃ આલિયા ભટ્ટ હોલિવૂડ પ્રોજેક્ટ ‘હાર્ટ ઓફ સ્ટોન’ના શૂટિંગ દરમિયાન ગર્ભવતી હતી.

3- જયા બચ્ચનઃ જયા બચ્ચનને પહેલીવાર ‘શોલે’ના શૂટિંગ દરમિયાન પ્રેગ્નન્સી રહી હતી. એટલે કે શ્વેતા નંદા તેના પેટમાં ઉછરી રહી હતી.

4- જુહી ચાવલાઃ જુહી ચાવલા ફિલ્મ ‘આમદાની અઠની ખરચા રુપૈયા’ના શૂટિંગ દરમિયાન ગર્ભવતી હતી.

5- કાજોલ: ફિલ્મ ‘વી આર ફેમિલી’ના શૂટિંગ દરમિયાન કાજોલ ગર્ભવતી હતી.

6- કરીના કપૂરઃ કરીના કપૂરે પ્રેગ્નેન્સી દરમિયાન ફિલ્મ ‘વીરે દી વેડિંગ’નું શૂટિંગ કર્યું હતું.

7- નેહા ધૂપિયાઃ નેહા ધૂપિયા ‘એ થર્સડે ‘ના શૂટિંગ દરમિયાન ગર્ભવતી હતી અને ફિલ્મમાં તેનો બેબી બમ્પ પણ જોવા મળ્યો હતો.

8- શ્રીદેવીઃ શ્રીદેવી કપૂર તેની ફિલ્મ ‘જુદાઈ’ના શૂટિંગ દરમિયાન ગર્ભવતી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પહેલીવાર ઈસરોના આ કેન્દ્રમાં કોઈ વડાપ્રધાન પહોંચ્યા, ત્રણ મોટા પ્રોજેક્ટ થયા શરૂ

આ પણ વાંચો:પંકજ ઉધાસના નિધન પર PM મોદીનું ભાવુક ટ્વીટ, કહ્યું- તેમની ગઝલો સીધી આત્માથી…

આ પણ વાંચો:હરિયાણામાં થયેલી નેતાની હત્યા કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી