PM Modi In Gujarat/ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરોડો રૂપિયાની યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે…

ભારતીય પરમાણુ ઉર્જા નિગમ લિમિટેડ દ્વારા રૂપિયા 22500 કરોડથી વધુથી બનાવવામાં આવેલી કેપીએસ-3 અને કેપીએસ-4 પરિયોજનાઓની સંચયી…..

Top Stories Gujarat
Beginners guide to 49 1 વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરોડો રૂપિયાની યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે...

PM Modi in Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 22મી ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે છે. રાજ્યમાં ઘણી પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. બીજા દિવસે 23મી ફેબ્રુઆરીએ ઉત્તરપ્રદેશમાં યોજાનારા કાર્યક્રમોમાં ભાગ લઈ વિકાસની ભેટ આપશે. પીએમ મોદી સુરતમાં કાકારાપાર પરમાણુ ઉર્જા સ્ટેશનમાં ઉત્પન્ન થનારી 1400 મેગાવોટની ક્ષમતાયુક્ત જળ રિએક્ટર (પીએચડબલ્યુઆર) રાષ્ટ્રને સમર્પિત કરશે. ઉપરાંત તેમના એક દિવસીય પ્રવાસમાં આ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વારાણસીમાં પણ પીએમ મોદી 14 હજાર કરોડ રૂપિયાની 23 પરિયોજનાઓનું લોકાર્પણ અને 13નો શિલાન્યાસ કરશે.

માહિતી મુજબ, પીએમ મોદી કાકરાપાર પરમાણુ ઉર્જા સ્ટેશનમાં બે નવા યુનિટને રાષ્ટ્રને સોંપશે. ભારતીય પરમાણુ ઉર્જા નિગમ લિમિટેડ દ્વારા રૂપિયા 22500 કરોડથી વધુથી બનાવવામાં આવેલી કેપીએસ-3 અને કેપીએસ-4 પરિયોજનાઓની સંચયી ક્ષમતા 1400 મેગાવોટ છે. જે દેશનું સૌથી મોટું સ્વદેશી ક્ષમતાયુક્ત જળ રિએક્ટર છે. બંને રિએક્ટર દર વર્ષે લગભગ 10.4 અરબ યુનિટ સ્વચ્છ વીજળીનું ઉત્પાદન કરશે. જે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગોવા, દાદરા નગર હવેલી અને દીવ, દમણને વીજળી પૂરી પાડશે.

WhatsApp Image 2024 02 22 at 8.46.35 AM વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરોડો રૂપિયાની યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે...

ગુજરાતમાં પીએમ મોદીનો સંપૂર્ણ કાર્યક્રમ

  • સવારે 10:45 વાગ્યે અમદાવાદમાં ગુજરાત સહકારી દૂધ વિતરણ સંઘની સુવર્ણ જયંતી કાર્યક્રમમાં હાજરી આપશે.
  • બપોરે 12:45એ વડાપ્રધાન મહેસાણા પહોંચશે. જ્યાં રૂપિયા 13500 કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.
  • 4:15એ પીએમ મોદી નવસારી પહોંચશે. રૂપિયા 47000 કરોડથી વધુની પરિયોજનાઓનું લોકાર્પણ કરશે.
  • સાંજે 6:15એ વડાપ્રધાન મોદી કાકરાપાર પરમાણુ ઉર્જા સ્ટેશનની મુલાકાત લેશે. જ્યાં તેઓ નવા બે પ્રેસરાઈઝ્ડ વોટર રિએક્ટર ખુલ્લા મૂકશે.

23મી ફેબ્રુઆરીએ વારાણસીમાં હાજરી આપશે

પીએમ મોદી પોતાના મતવિસ્તાર વારાણસીમાં ઉપસ્થિત રહેશે. જ્યાં તેઓ રૂપિયા 14000 કરોડની 23 પરિયોજનાઓનું લોકાર્પણ કરશે. ઉપરાંત બે જનસભાઓને સંબોધિત કરશે. પીએમ મોદી કાશી હિંદુ વિશ્વવિદ્યાલયના ભવનમાં સાંસદ જ્ઞાન સ્પર્ધામાં ભાગ લેનાર ઉમેદવારો, સંસદ ફોટોગ્રાફી સ્પર્ધા વગેરેના ઉમેદવારો સાથે સંવાદ કરશે. ત્યારપછી સીર ગોવર્ધન મંદિર પહોંચશે. રવિદાસની મૂર્તિનું લોકાર્પણ કરશે. અમૂલ સંચાલિત બનાસ ડેરીનું ઉદ્ઘાટન કરશે. આ પરિયોજના હેઠળ 1 લાખ લોકોને પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે રોજગારી પૂરી પાડવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પશ્ચિમ કચ્છમાં આવેલા ભુજમાં બે દિવસ CNG ગેસ વિતરણ વ્યવસ્થા બંધ રખાશે…

આ પણ વાંચો:ભરથાણા ટોલનાકા પાસેથી જંગી કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો

આ પણ વાંચો:રાજ્યના 12 જિલ્લામાં બ્લડ બેન્ક જ નથી