Apartment/ પૃથ્વી શૉએ મુંબઈમાં ખરીદ્યું લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ, કિંમત છે આટલી

પોતાનું ઘર ખરીદવું કે બનાવવું એ દરેકનું સપનું હોય છે. બેટ્સમેન પૃથ્વી શૉએ પણ આ સપનું સાકાર કર્યું છે. પૃથ્વી શૉએ મુંબઈના બાંદ્રા રિક્લેમેશનમાં પ્રીમિયમ રેસિડેન્શિયલ…

Trending Sports
Prithvi Shaw bought a luxurious apartment in Mumbai

પૃથ્વી શોની ઉંમર નાની હતી, કદમાં નાનો હતો, પરંતુ તેના સપના મોટા હતા. એ સપનાઓને તેણે પાંખો આપી અને તે સફળતાની સીડી ચડતો ગયો. તે માત્ર ચાર વર્ષનો હતો ત્યારે તેની માતાનું અવસાન થયું. આ પછી તેના પિતાએ તેની સંભાળ લીધી અને તેને ક્રિકેટ રમવા માટે પ્રેરણા આપી. પૃથ્વી શૉના પિતાએ પણ તેમના પુત્રના ક્રિકેટ પાછળ તેમનો વ્યવસાય છોડી દીધો હતો, કારણ કે તેમને વિશ્વાસ હતો કે પુત્ર તેમના નામને ગૌરવ અપાવશે અને તે જ થયું. નાની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર પૃથ્વી શૉએ મુંબઈમાં મોંઘું ઘર ખરીદ્યું છે. અગાઉ તેણે મોંઘી કાર પણ ખરીદી હતી.

પોતાનું ઘર ખરીદવું કે બનાવવું એ દરેકનું સપનું હોય છે. બેટ્સમેન પૃથ્વી શૉએ પણ આ સપનું સાકાર કર્યું છે. પૃથ્વી શૉએ મુંબઈના બાંદ્રા રિક્લેમેશનમાં પ્રીમિયમ રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. રિપોર્ટ્સ અનુસાર તેની કિંમત સાડા 10 કરોડ રૂપિયા છે. ઈન્ડેક્સ ટેપના રિપોર્ટ અનુસાર, પૃથ્વી શૉએ જે પ્રીમિયમ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે તેનો કાર્પેટ એરિયા 2209 ચોરસ ફૂટ છે, જ્યારે ટેરેસ 1654 ચોરસ ફૂટ છે. તેનું એપાર્ટમેન્ટ પ્રોજેક્ટ 81 ઓરિએટ ખાતે આવેલું છે. તેની સ્ટેમ્પ ડ્યુટી પાછળ 52.50 લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે.

પૃથ્વી શૉએ 18 વર્ષની ઉંમરે તેની ટેસ્ટ ડેબ્યૂ કરી, જ્યારે તે રાજકોટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમ્યો ત્યારે ડેબ્યૂમાં ટેસ્ટ સદી ફટકારનાર સૌથી યુવા ભારતીય ખેલાડી બન્યો. તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમે છે. દિલ્હી કેપિટલ્સે તેને IPL 2022 પહેલા જાળવી રાખ્યો હતો. તે સ્થાનિક ક્રિકેટમાં મુંબઈનું પ્રતિનિધિત્વ કરે છે.

આ પણ વાંચો: રાજકોટ/ અરવિંદ કેજરીવાલ હવે ગુજરાત ફતેહ કરવાની ફિરાકમાં, આ તારીખે કરશે ગ્રાન્ડ રોડ શો

આ પણ વાંચો: Delhi/ કોલસાની અછતને લઈને રાજકીય સંઘર્ષ શરૂ, સત્યેન્દ્ર જૈને કેન્દ્રના જવાબ પર પલટવાર કર્યો