Entertainment/ પતિ નિક સાથે મ્યુઝિક કોન્સર્ટમાં મોજથી ઝૂમી રહી છે પ્રિયંકા ચોપરા, જુઓ વીડિયો

વીડિયોમાં જોવા માટે મળી રહ્યું છે તેઓ મસ્તીથી મ્યુઝિક કોન્સર્ટમાં ઝૂમી રહ્યા છે અને પ્રિયંકા નિક દ્વારા જ ગાવવામાં આવતા ગીત પર  ડાન્સ કરી રહી છે.

Entertainment
priyanka chopra પતિ નિક સાથે મ્યુઝિક કોન્સર્ટમાં મોજથી ઝૂમી રહી છે પ્રિયંકા ચોપરા, જુઓ વીડિયો

પતિ નિક સાથે મ્યુઝિક કોન્સર્ટમાં મોજથી ઝૂમી રહી છે પ્રિયંકા ચોપરા, જુઓ વીડિયો

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય જોવા માટે મળી રહી છે. બોલીવુડમાં પ્રિયંકાને તેના શાનદાર લૂક અને અંદાજ માટે ઓળખવામાં આવી રહી છે. તે સોશિયલ મીડિયા પર પણ ફોટો અને વીડિયો શેર કરતી જોવા માટે મળે છે.  પ્રિયંકા ચોપરા અને નિક જોનસ વચ્ચેનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોવા માટે મળી રહ્યું છે તેઓ મસ્તીથી મ્યુઝિક કોન્સર્ટમાં ઝૂમી રહ્યા છે અને પ્રિયંકા નિક દ્વારા જ ગાવવામાં આવતા ગીત પર  ડાન્સ કરી રહી છે.

પ્રિયંકા ચોપરાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઇ રહ્યો છે. આ વિડીયો ફિલ્મ ફેર નામના એક ફેન પેજ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, નિક જોનસ ગીત ગઈ રહ્યા છે અને પ્રિયંકા ઓડીયન્સમાં ઉભી ઉભી ડાન્સ કરી રહી છે. તેમના આ વીડિયોના જોઇને એક ચાહકે કોમેન્ટ કરી છે કે, તે ખૂબ જ ક્યુટ અને પ્યારી લાગી રહી છે. તેઓ સૌથી સારી પત્ની છે કે જે પોતાના પતિને પ્રોત્સાહિત કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Filmfare (@filmfare)

પ્રિયંકા ચોપરાના આવનારા પ્રોજેક્ટ્સમાં અમેઝોન પ્રાઈમની વેબ સીરીઝ “સીટાડેલ”માં સામેલ છે. પ્રિયંકા ચોપરા હોલીવુડ ફિલ્મ “ ટેક્સ્ટ ફોર યૂ”માં સેલિન ડીયોન સાથે જોવા માટે મળશે. આલિયા ભટ્ટ અને કેટરીના કૈફ સાથે દેશી ગર્લ ફરહાન ખાન અખ્તરની :જી લે જરા”માં પણ નજરે આવશે. પ્રિયંકા ચોપરા મા શીલા આનંદની બાયોપિકમાં લીડ રોલ કરી રહી છે. કાઉબોય નિંજા વાઈકિંગમાં તે ક્રીસ પેટ સાથે કામ કરી રહી છે.