Not Set/ ગુજરાતના માછીમારની જાળમાં આવી માનવ જેવો ચહેરો ધરાવતી “પફર ફિશ”

ઇલાવ ગામના નરસિંહ રાઠોડ કિમ નદીમાં શુક્રવારે સવારે રોજિંદા ક્રમ મુજબ માછીમારી કરવા પહોંચ્યા હતા. સવારના સમયે તેમણે પાણીમાં જાળ ફેંકી ત્યારે નદીમાંથી અન્ય માછલીઓ સાથે એક અનોખા દેખાવ વાળી માછલી પણ તેમની જાળમાં ફસાઈ હતી.

Gujarat Trending
pafar fish 1 ગુજરાતના માછીમારની જાળમાં આવી માનવ જેવો ચહેરો ધરાવતી “પફર ફિશ"

નર્મદા નદીમાંથી 2 વર્ષ પહેલાં વૈજ્ઞાનિકોના સંશોધનમાં નદી અને દરિયાના સંગમ ભાડભુત નજીકથી 17 ઓક્ટોપસ મળી આવ્યા હતા. જે બાદ સરદાર બ્રિજ નજીકથી એક માછીમારને કાંટા વાળી કેકટર્સ કે પફર ફિશ (puffer fish) મળી આવી હતી. માનવ જેવો ચહેરો ધરાવતી આ માછલી હાંસોટ તાલુકાના ઇલાવ ગામ નજીક કિમ નદીમાંથી એક માછીમારની જાળમાં પકડાઈ છે. અત્યંત ઝેરી આ માછલીએ કુતુહલ સર્જ્યું હતું.હાંસોટના ઇલાવ ગામ નજીક કિમ નદીમાં એક માછીમારની જાળમાં માનવ ચેહરા જેવા દેખાવ ધરાવતી માછલી નજરે પડતા ગ્રામજનો આશ્ચર્ય સાથે તેને જોવા ઉમટ્યા હતા. ઇલાવ ગામના નરસિંહ રાઠોડ કિમ નદીમાં શુક્રવારે સવારે રોજિંદા ક્રમ મુજબ માછીમારી કરવા પહોંચ્યા હતા. સવારના સમયે તેમણે પાણીમાં જાળ ફેંકી ત્યારે નદીમાંથી અન્ય માછલીઓ સાથે એક અનોખા દેખાવ વાળી માછલી પણ તેમની જાળમાં ફસાઈ હતી.

pafar 2 ગુજરાતના માછીમારની જાળમાં આવી માનવ જેવો ચહેરો ધરાવતી “પફર ફિશ"

નિમણુંક  / ગુજરાત હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટીસ તરીકે વિનીત કોઠારીની નિમણૂંક

આ માછલી જાળમાંથી બહાર કાઢી ત્યારે પાણીમાં ન હોવા છતાં પણ તેને કોઈ ખાસ સમસ્યા દેખાઈ ન હતી. આ માછલીનો દેખાવ જાણે માનવ ચહેરા જેવો જણાતો હતો. ગામલોકોને અનોખી માછલી બતાવવા નરસિંહ રાઠોડ ગામમાં માછલી લાવ્યા હતા. માનવ ચેહરા જેવો દેખાવ ધરાવતી માછલીને જોવા ગ્રામજનોના ટોળા ઉમટ્યા હતા.માછલી બાબતે નિષ્ણાંતનો અભિપ્રાય લેવામાં આવતા આ માછલી પફર ફિશ હોવાનું જાણવા મળ્યું હતું. દેખાવ ઉપરાંત આ માછલી અન્ય એક ખાસિયત પણ ધરાવે છે. આ માછલી આકારમાં નાની હોય છે પરંતુ તે જયારે પણ અસલામતીનો અનુભવ કરે ત્યારે તે પોતાનો આકાર મોટો બનાવી શકે છે.

pafar 3 ગુજરાતના માછીમારની જાળમાં આવી માનવ જેવો ચહેરો ધરાવતી “પફર ફિશ"

તબિયત બગડતા / 126 મુસાફરોને લઇને જતા વિમાનના પાયલોટને હાર્ટ એટેક આવ્યા બાદ શું બન્યું……

પફર ફિશ સમુદ્ર અને નદીના પાણી જ્યાં મળતા હોય છે તે ભાભરા વિસ્તારોમાં જોવા મળે છે. સુરત એકવેરિયમને જાણ થતાં તેઓના કર્મચારી ઇલાવ ગામે દોડી આવ્યા હતા. કેકટર્સ કે કિલર ફિશ તરીકે ઓળખાતી આ માછલી અત્યંત ઝેરી હોય છે.અન્ય જીવ હુમલો કરે તો ફેફડામાં હવા ભરી દડાં જેવી થઈ જાય છે. માછીમારોની ભાષામાં સફેદ ભીંગારો તરીકે ઓળખાય છે તેમ માછી સમાજના અગ્રણી પ્રવીણ ટંડેલ એ જણાવ્યું હતું.એક પફર ફીશમાં રહેલું ટોક્સિન (ઝેર) 30 લોકોને મારી શકે છે. ટેટ્રોડોટોકસીન ધરાવતી આ માછલી સાઈનાઇડ કરતા 1200 ગણી ઘાતક હોય છે. દુનિયાભરમાં આ પફર ફિશની 120 જેટલી અલગ અલગ પ્રજાતિઓ જોવા મળે છે જે તમામમાં ટોકસિક હોય તેને આરોગી શકાતી નથી. હાલ તો માનવ જેવો ચહેરો ધરાવતી આ અનોખી માછલીના વિડીઓ સોશ્યલ મીડિયા ઉપર પણ વાયરલ થઈ રહ્યાં છે.

આરોપ / ઉત્તરપ્રદેશમાં પૂર્વ આઇપીએસ અમિતાભ ઠાકુરની ધરપકડ કેમ કરવામાં આવી જાણો….

sago str 21 ગુજરાતના માછીમારની જાળમાં આવી માનવ જેવો ચહેરો ધરાવતી “પફર ફિશ"