England/ મહારાણી એલિઝાબેથ બાદ હવે તેમનો પુત્ર પ્રિન્સ ચાર્લ્સ રાજા બન્યા

બ્રિટનની મહારાણી એલિઝાબેથનું 96 વર્ષની વયે અવસાન થયું છે.તેમના અવસાનથી આખી દુનિયા આઘાતમાં છે. તેઓ થોડા સમયથી બીમાર હતા, ગુરુવારે બપોરે તેમનું નિધન થયું હતું

Top Stories World
17 3 મહારાણી એલિઝાબેથ બાદ હવે તેમનો પુત્ર પ્રિન્સ ચાર્લ્સ રાજા બન્યા

બ્રિટનની મહારાણી એલિઝાબેથનું 96 વર્ષની વયે અવસાન થયું છે.તેમના અવસાનથી આખી દુનિયા આઘાતમાં છે. તેઓ થોડા સમયથી બીમાર હતા, ગુરુવારે બપોરે તેમનું નિધન થયું હતું. ક્વીન એલિઝાબેથ II સ્ટોકલેન્ડમાં બાલમોરલ ખાતે હતા. આ દરમિયાન તેમનો પુત્ર પ્રિન્સ ચાર્લ્સ બાલમોરલ ખાતે રાણી સાથે હાજર હતા. હવે તેમની માતાના મૃત્યુ બાદ  તેઓ બ્રિટનના આગામી રાજા છે. તેઓ છેલ્લી વખત માતા સાથે બાલમોરલમાં હાજર રહ્યા હતા

રાણીના મૃત્યુને હંમેશા રાજવી પરિવારમાં ખૂબ જ વ્યક્તિગત દુઃખની બાબત માનવામાં આવે છે. એક ભૂતપૂર્વ સહાયકે કહ્યું કે પ્રિન્સ ચાર્લ્સ ક્યારેય રાજા બનવાનું વિચારવા માંગતા ન હતા કારણ કે તેઓ એવું સમજતા હતા કે માતા જ અંતિમ શ્વાસ સુધી રાણી બન્યા રહે.