સુરત/ ભગવદ્દ ગીતાના પાઠ ભણવા અંગે આપ અને કોંગ્રેસે ઉઠાવ્યા સવાલો, કહ્યું-ચૂંટણી પહેલા ભાજપ કરી રહ્યું…

રાજ્ય સરકાર દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હવે ભગવદ્ ગીતાના પાઠ ભણાવવા બાબતે પણ નિર્ણય કરવામાં આવ્યો છે પરંતુ સરકારના આ નિર્ણયને લઈને સુરતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સભ્ય દ્વારા કેટલાક સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

Gujarat Surat
ભગવદ્દ ગીતાના પાઠ
  • રાજ્ય સરકારના નિર્ણય વિરુદ્ધ ઉઠ્યા સવાલો
  • આપ અને કોંગ્રેસ દ્વારા ઉઠ્યા સવાલો
  • ચૂંટણી આવતા સરકાર કરે છે આવા નિર્ણય
  • સરકાર હિંદુઓ માટે કઈ નથી કરતી:કોંગ્રેસ

રાજ્ય સરકાર દ્વારા ભગવદ્દ ગીતાના પાઠ ભણાવવા બાબતે નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે સુરતના કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના સભ્યો દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે.કોંગ્રેસના શિક્ષણ સમિતિના પૂર્વ સભ્યનું કહેવું છે કે, સરકાર ચૂંટણી આવે છે એટલે આ પ્રકારના પ્રોપેગન્ડા ઊભા કરે છે.અને હિન્દુ અને મુસ્લિમના મતોનું વિભાજન કરવા માટે આ નિર્ણય કરવામાં આવી રહ્યો છે.જોકે કોંગ્રેસના સભ્ય દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા કે, જો સરકાર ખરેખર હિન્દુ અને હિંદુ સંસ્કૃતિનો પ્રચાર કરવાની વાત કરતી હોય તો શા માટે સરકાર દ્વારા સંસ્કૃત યુનિવર્સિટી સ્થાપવાનો નિર્ણય કરવામાં આવતો નથી.

રાજ્ય સરકાર દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હવે ભગવદ્ ગીતાના પાઠ ભણાવવા બાબતે પણ નિર્ણય કરવામાં આવ્યો છે પરંતુ સરકારના આ નિર્ણયને લઈને સુરતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સભ્ય દ્વારા કેટલાક સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હવે ભગવદ્ ગીતાનું જ્ઞાન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એવામાં સુરતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સભ્યો દ્વારા સરકારના નિર્ણયને લઈને ઘણા સવાલો ઉભા કરવામાં આવ્યા છે. કોંગ્રેસના શિક્ષણ સમિતિના પૂર્વ સભ્યનું કહેવું છે કે, સરકાર ચૂંટણી આવે છે એટલે આ પ્રકારના પ્રોપેગન્ડા ઊભા કરે છે. ચૂંટણી આવે છે એટલે હિન્દુ અને મુસ્લિમના મતોનું વિભાજન કરવા માટે આ નિર્ણય કરવામાં આવી રહ્યો છે. હિન્દુને ફાયદો થાય તે પ્રકારનું એક પણ કામ આ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું નથી. કોંગ્રેસના સભ્ય દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા કે, જો સરકાર ખરેખર હિન્દુ અને હિંદુ સંસ્કૃતિનો પ્રચાર કરવાની વાત કરતી હોય તો શા માટે સરકાર દ્વારા સંસ્કૃત યુનિવર્સિટી સ્થાપવાનો નિર્ણય કરવામાં આવતો નથી.

તો બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા આ મુદ્દે રાજ્યની શાળાઓમાં શિક્ષકોની અછત બાબતે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. AAPના સભ્ય દ્વારા કહેવામાં આવ્યું કે, અમે ગુજરાતમાં વિરોધ પક્ષમાં હોવા છતાં પણ અમે રચનાત્મક ભૂમિકા ભજવે જે જગ્યા પર સરકારનું સારું કામ હશે તે જગ્યા પર અમે સરકારના આ કામની સરાહના કરીશું અને જે જગ્યા પર વિરોધ કરવાના હશે તે જગ્યા પર અમે વિરોધ પણ કરીશુ. શ્રીમદ્ ભગવત ગીતાના અમૃતમને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો સરકારે નિર્ણય કર્યો છે તે ખૂબ જ આવકારદાયક નિર્ણય છે.

આમ આદમી પાર્ટીના સભ્ય દ્વારા એવુ પણ કહેવામાં આવ્યું હતું કે,  સરકાર દ્વારા ભગવદ્ ગીતા અલગ-અલગ માધ્યમથી બાળકો સુધી પહોંચાડવાનું કહેવામાં આવ્યું છે પરંતુ કોઈ પણ નિર્ણય લેતા પહેલા તેની એક નીતિ જાહેર કરવામાં આવે છે એટલે ભગવદ ગીતા કયા રીતે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે. તો બાબતેની SOP પણ જાહેર કરવામાં આવે. આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની શિક્ષણ નીતિને લઈને સવાલ ઉભા કરવામાં આવ્યા છે કે,, રાજ્યમાં સામાન્ય વિષયના જે શિક્ષકો હોય છે તે શિક્ષકોની ઘટ છે અને રાજ્યની મોટાભાગની શાળાઓમાં સંગીત અને સંસ્કૃતના શિક્ષકો નથી. ત્યારે સરકારે એ નીતિ નક્કી કરવી જોઈએ કે આ પરિસ્થિતિમાં ભગવદ્ ગીતાનું જ્ઞાન વિદ્યાર્થીઓ સુધી સરકાર કઈ રીતે પહોંચાડશે.

આ પણ વાંચો :ચૂંટણીલક્ષી ઉડાન, સાબરમતી રિવરફ્રન્ટથી સી પ્લેનની સર્વિસ ફરી શરૂ

આ પણ વાંચો :અડાજણમાંથી મળ્યો નશાકારક દવાઓનો જથ્થો, પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

આ પણ વાંચો : રાષ્ટ્રપતિ કોવિંદનું વિધાનસભામાં સંબોધન, કહ્યું- ગુજરાત સાથે મારો જુનો સંબંધ છે

આ પણ વાંચો :દિયોદરમાં વહેલી સવારથી જ એસ.ટી બસની ખાનગી પેટ્રોલ પંપ ઉપર કતારો, આ છે મુખ્ય કારણ