Rain forecast/ આ સપ્તાહમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં સામાન્ય રીતે 20 જૂને શરૂ થતું ચોમાસુ આ વખતે મોડું શરૂ થયુ છે.  જેને લઇને આગામી પાંચ  દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  જેમાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં તો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની પણ આગાહી કરાઈ છે.

Top Stories Gujarat
Heavy rain આ સપ્તાહમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં સામાન્ય રીતે 20 જૂને શરૂ થતું ચોમાસુ આ વખતે મોડું શરૂ થયુ છે.  જેને લઇને આગામી પાંચ  દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  જેમાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં તો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની પણ આગાહી કરાઈ છે.

ગુજરાતમાં ચોમાસાનું આગમન થયું છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  48 કલાકમાં આખા ગુજરાતમાં ચોમાસું બેસવાનું અનુમાન છે. આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં મેઘમહેર થઈ છે. રાજકોટ, અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ છે.

વલસાડ, નવસારી, સુરતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દમણમાં પણ વરસાદી માહોલ જોવા મળશે.   આગામી બે દિવસ સુધી વલસાડ, સુરત, નવસારી,  દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે.  આ સિવાય  સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, બાટોદ, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર,  સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

આમ આખુ સપ્તાહ ગુજરાતમાં ભારે વરસાદ રહે તેમ માનવામાં આવે છે. આ સિવાય જે વિસ્તારોમાં મોટાપાયા પર ભારે વરસાદની આગાહી છે ત્યાં એનડીઆરએફની ટીમોને પણ તૈયારી રાખવાનું જણાવી દેવાયું છે. આ બતાવે છે કે સરકાર કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે.

 

આ પણ વાંચોઃ Gujarat Rains/ રાજ્યના 125 તાલુકામાં વરસાદઃ આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં મેઘમહેર

આ પણ વાંચોઃ Delhi Electricity Rate/ રાજધાની દિલ્હીના લોકોને વીજળીનો જોરદાર આંચકો લાગ્યો, કિંમતોમાં 10 ટકા સુધીનો વધારો થશે

આ પણ વાંચોઃ Dangal/ બ્રિજભૂષણ સામે કુસ્તીબાજોનું ‘દંગલ’ રસ્તા પર નહીં કોર્ટમાં થશે

આ પણ વાંચોઃ Russia-Airstrike/ સીરિયામાં રશિયાનો ભયાનક હવાઈ હુમલોઃ 13ના મોત

આ પણ વાંચોઃ PM Modi-Biden/ પીએમ નરેન્દ્ર મોદીએ યુએસ રાષ્ટ્રપતિની કઈ ટ્વીટનો જવાબ આપ્યો