Not Set/ video: મેઘરાજા ગાજવીજ સાથે વરસ્યા, કાળઝાળ ગરમીથી લોકોને રાહત

સમગ્ર વલસાડ જિલ્લામાં મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી ખાતે મેઘરાજા ગાજવીજ સાથે વરસ્યા હતા. ત્યારે વરસાદને પગલે ખેડૂતોમાં આનંદની લહેર રેલાઇ હતી. દાદરામાં કાળઝાળ ગરમી બાદ વરસાદ વરસતા લોકોને રાહતનો અનુભવ થયો હતો. ત્યારે વરસાદને પગલે વીજ પાવર પણ ઘણી જગ્યાએ ડૂલ થઈ ગયો છે. કેટલાક સ્થળો પર […]

Gujarat Trending Videos
bharuch 4 video: મેઘરાજા ગાજવીજ સાથે વરસ્યા, કાળઝાળ ગરમીથી લોકોને રાહત

સમગ્ર વલસાડ જિલ્લામાં મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી ખાતે મેઘરાજા ગાજવીજ સાથે વરસ્યા હતા. ત્યારે વરસાદને પગલે ખેડૂતોમાં આનંદની લહેર રેલાઇ હતી.

દાદરામાં કાળઝાળ ગરમી બાદ વરસાદ વરસતા લોકોને રાહતનો અનુભવ થયો હતો. ત્યારે વરસાદને પગલે વીજ પાવર પણ ઘણી જગ્યાએ ડૂલ થઈ ગયો છે.

કેટલાક સ્થળો પર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા. બીજી બાજુ હવામાન ખાતાનું કહેવું છે કે સોમવારે રાજ્યમાં વરસાદ પડવાની શક્યતાઓ સેવાઇ રહી છે.

બીજી બાજુ હવામાન વિભાગે આગાહી કરી છે કે સોમવારથી દક્ષિણ ગુજરાત, દમણ અને દાદારા-નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતના અમુક વિસ્તારો, સૌરાષ્ટ્ર અને દીવમાં હળવાથી મધ્યમ ઝાપટાં પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.