Not Set/ રાજકોટ/ કારે બે બાઈકને અડફેટે લેતા એકનું ઘટના સ્થળે મોત, એક હોસ્પિટલમાં

કાર ચાલકે બે બાઈક સવારને લીધા અડફેટે બાઇકસવારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું એક બાઈકસનારને સારાવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા રાજકોટમાં આવેલા ઘંટેશ્વર પાર્ક નજીક હાઇવે પર બે બાઇકને પૂરઝડપે આવતી ઇકો કારે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઇકસવારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બીજા બાઇકસવારને ઇજા પહોંચતા સારાવાર અર્થે […]

Top Stories Rajkot Gujarat
pjimage 15 રાજકોટ/ કારે બે બાઈકને અડફેટે લેતા એકનું ઘટના સ્થળે મોત, એક હોસ્પિટલમાં
  • કાર ચાલકે બે બાઈક સવારને લીધા અડફેટે
  • બાઇકસવારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું
  • એક બાઈકસનારને સારાવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો
  • દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા

રાજકોટમાં આવેલા ઘંટેશ્વર પાર્ક નજીક હાઇવે પર બે બાઇકને પૂરઝડપે આવતી ઇકો કારે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઇકસવારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બીજા બાઇકસવારને ઇજા પહોંચતા સારાવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટના સ્થળે કારની ટક્કરથી મોત નિપજ્યું તે યુવક નેપાળી હોવાનું સામે આવી રહ્યું છે.

ઘટના ત્યારે ઘટી જ્યારે એક બાઇક સવાર રોડની સામેની સાઇડ જતો હતો અને પૂરઝડપે આવતી ઇકો કારે તેને અડફેટે લીધો હતો. આથી બાજુમાં રોડ ક્રોસ કરી રહેલા બીજા બાઇકસવારને પણ ટક્કર વાગતા રોડ નીચે પટકાયો હતો. દિલ દહેલાવી દેતી આ સમગ્ર ઘટનાનાં દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. અકસ્માતની આ ઘટના બાદ પોલીસ ઘટનાન સ્થળે પહોચી હતી અને આગળની કાર્યેવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.