Crime/ દેશી તમંચા સાથે બે રીઢા ગુનેગારની ધરપકડ કરતી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પાંચ જેટલા ગુનામાં નાસતો ફરતો આરોપી જાહિદ ઉર્ફે જામલો કરીમભાઈ જુમાભાઈ કાથરોટીયા માધાપર ચોકડીથી અમદાવાદ તરફ જવાના રસ્તે બેડી ચોકડી પાસે ગેરકાયદેસર હથિયાર સાથે ફરી રહ્યો છે. જે બાતમી અંતર્ગત આરોપીની અંગ જડતી કરતાં તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ તેમજ […]

Gujarat Rajkot
8aeef1f120794ce54434edd44ecdc590acf29661b8b7064b81d2b9cc476bc408 દેશી તમંચા સાથે બે રીઢા ગુનેગારની ધરપકડ કરતી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પાંચ જેટલા ગુનામાં નાસતો ફરતો આરોપી જાહિદ ઉર્ફે જામલો કરીમભાઈ જુમાભાઈ કાથરોટીયા માધાપર ચોકડીથી અમદાવાદ તરફ જવાના રસ્તે બેડી ચોકડી પાસે ગેરકાયદેસર હથિયાર સાથે ફરી રહ્યો છે.

જે બાતમી અંતર્ગત આરોપીની અંગ જડતી કરતાં તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ તેમજ જીવતા કારતૂસ મળી આવ્યા હતા. આરોપીની ધરપકડ કરી તેના રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ એમ વી રબારી અને તેમની ટીમના પ્રતાપ સિંહ ઝાલા અને હરદેવસિંહ જાડેજાને બાતમી મળી હતી કે, કોઠારીયા રોડ દોઢસો ફૂટ રીંગ રોડ હુડકો ચોકડી પાસે અમિત રામભાઈ પાંડે નામના રિક્ષા-ડ્રાઇવર પાસે ગેરકાયદેસર હથિયાર પડેલું છે.
જે બાબતની ચોક્કસ બાતમી મળતા આરોપીની અંગ જડતી કરતાં તેની પાસે થી ગેરકાયદેસર દેશી બનાવટનો તમંચો તેમજ ૧૨ બોરનો કાર્ટીસ નંગ ૧ ઝડપાયો હતો.

આરોપી વિરુદ્ધ રાજકોટ શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ચારથી પણ વધુ પ્રોહિબિશનના ગુના દાખલ થઇ ચુક્યા છે. ત્યારે આજે બંને આરોપીઓને કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરી રિમાન્ડ દરમિયાન ગેરકાયદેસર હથિયાર તેમણે કોની પાસેથી મેળવ્યા છે? પોતાની પાસે રહેલ ગેરકાયદેસર હથિયાર નો ભૂતકાળમાં કોઈ જગ્યાએ ગુનાહિત કૃત્યોમાં ઉપયોગ કર્યો છે કે કેમ? તે સહિતની તમામ બાબતો અંગે પૂછપરછ કરવામાં આવશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…