જન્માષ્ટમીનો મેળો/ રાજકોટના જન્માષ્ટમીના મેળાનો આવતીકાલથી પ્રારંભઃ સીએમ ઉદઘાટન કરી શકે

રાજકોટમાં શ્રાવણમાં જન્માષ્ટમી આવે ત્યારે તેનો મેળો યાદ ન આવે તેવું તો બને જ નહી. દર વર્ષે રેસકોર્સના મેદાનમાં યોજાતો રસરંગ મેળો રાજકોટની આગવી શાન છે. રાજકોટના આ લોકમેળામાં હૈયુ દળાય તેટલો માનવ મહેરામણ ઉમટી પડે છે.

Gujarat Rajkot
Rajkot Janmashtami Melo રાજકોટના જન્માષ્ટમીના મેળાનો આવતીકાલથી પ્રારંભઃ સીએમ ઉદઘાટન કરી શકે

રાજકોટઃ રાજકોટમાં શ્રાવણમાં જન્માષ્ટમી Janmashtami Fair આવે ત્યારે તેનો મેળો યાદ ન આવે તેવું તો બને જ નહી. દર વર્ષે રેસકોર્સના મેદાનમાં યોજાતો રસરંગ મેળો રાજકોટની આગવી શાન છે. રાજકોટના આ લોકમેળામાં હૈયુ દળાય તેટલો માનવ મહેરામણ ઉમટી પડે છે.
આખુ સૌરાષ્ટ્ર રાજકોટના આ જન્માષ્ટમીના લોકમેળાની ઉત્સુકતાભેર રાહ જોતું હોય છે. દર વર્ષે દસ લાખ જેટલા લોકો આ મેળામાં આવતા હોવાનું મનાય છે. નાના બાળકોથી માંડીને સદી પૂરી કરનારા દાદાજીઓ સહિતના લોકો આ મેળામાં આવીને મ્હાલે છે. ઊંચા ફજર, ફાળકા ઉપરાંત જાતજાતની રાઇડ્સમાં બેસવાની મોજની સાથે રંગીલા રાજકોટનો નાસ્તાનો આસ્વાદ લે છે. આખા વર્ષની મસ્તી લોકો જાણે રાજકોટના જન્માષ્ટમીના મેળામાં જ માણી લે છે.
રાજકોટના જન્માષ્ટમીના કે શ્રાવણીના મેળાનો ઇતિહાસ જોઈએ તો 1953 સુધી શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા લોકમેળાનું શાષાદ્રી મેદાનમાં આયોજન કરવામાં આવતું હતું. ઉત્સવપ્રિય રાજકોટમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે 1984માં રાજ્ય Janmashtami Fair સરકારના યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા ત્રણ દિવસ સુધી શાસ્ત્રી મેદાન ખાતે જ લોકમેળે યોજવામાં આવ્યો. આ આયોજનનું 1985માં પણ પુનરાવર્તન કરવામાં આવ્યું હતું. તેના પછી 1986થી સરકારે તેમા રસ લઈ લોકમેળાને આયોજનબદ્ધ રીતે યોજવાનો પ્રારંભ કર્યો.
દર વખતની જેમ આ વખતે પણ લોકમેળામાં કલેક્ટર અને ડાયરેક્ટરનું માર્ગદર્શન મળી રહ્યું છે. પાંચમીએ સવારે દસ વાગે મેળાના ઉદઘાટન માટેનો તખ્તો તૈયાર કરાયો છે. સીએમ ભુપેન્દ્ર પટેલ આ મેળાનું ઉદઘાટન કરે તે માટે તેમને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે.
આજે આ લોકમેળો અને રાજકોટ એકબીજાનો પર્યાય બની ગયા છે. Janmashtami Fair માનવ મહેરાણમાં વર્ષ-પ્રતિવર્ષ વૃદ્ધિ થવાના લીધે આ મેળો 2003થી રેસકોર્સ ખાતે યોજવામાં આવે છે. મેળાનો સમયગાળો ત્રણ દિવસથી વધારીને પાંચ દિવસનો કરવામાં આવ્યો છે. લોકમેળાના આયોજનનું વિકેન્દ્રીકરણ કરવાના લીધે રાજકોટનો મેળો વહીવટી રીતે વધારે કાર્યક્ષમ બન્યો છે. આ મેળો અનેક જરૂરિયાતમંદોને રોજગારી પૂરી પાડે છે.
આ સાંસ્કૃતિક લોકમેળામાં પ્લોટ તથા સ્ટોલની ફાળવણી ડ્રો અને હરાજી જેવી સિસ્ટમથી પારદર્શક રીતે થાય છે. ચાલુ વર્ષે પાંચથી નવ સપ્ટેમ્બર 2023 એમ પાંચ દિવસ સુધી યોજાનારા આ મેળામાં ધંધો રોજગાર કરવા માટે સ્ટોલ અને પ્લોટની ફાળવણી લોકમેળા સમિતિ દ્વારા થઈ રહી છે.
લોકમેળામાં લોકમનોરંજન માટે વિવિધતાસભર સાંસ્કૃતિક Janmashtami Fair કાર્યક્રમો માટે આકર્ષક ડોમ ગોઠવવામાં આવ્યો છે. લોકમેળામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ત્રણ ડીસીપી, દસ એસીપી, 28 પીઆઈ, 81 પીએસઆઈ, 1,067, 77 એસઆરપી સહિત કુલ 1,266 પોલીસ સ્ટાફ ગોઠવવામાં આવશે. આ સિવાય ખાનગી સિક્યોરિટી ગાર્ડ પણ હશે. 18 વોચટાવર પરથી સીસીટીવી કેમેરાથી વોચ રખાશે. આ ઉપરાંત રસરંગ લોકમેળાનો ચાર કરોડનો વીમો પણ લેવાયો છે.
આ લોકમેળાનું દર વર્ષે નામકરણ થાય છે.આ પ્રણાલિ મુજબ લોકમેળાને અગાઉ જમાવટ, ગોરસ, અમૃત સહિતના લોકરૂચિના નામો અપાઈ ચૂક્યા છે. ચાલુ વર્ષના લોકમેળા માટે 252 લોકોએ લોકમેળા માટેના નામો સૂચવ્યા હતા, જેમા વિપુલ સંઘાણી નામના વ્યક્તિ દ્વારા સૂચવાયેલા રસરંગ નામની પસંદગી થઈ છે.

 

આ પણ વાંચોઃ Pakistan/ પાકિસ્તાનમાં “હિંદુ” બેન-દીકરીઓ નથી સુરક્ષિત! 23 વર્ષીય યુવતી પર ડોક્ટરોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું

આ પણ વાંચોઃ US Postal Scam/ અમેરિકામાં મોટું કૌભાંડ આવ્યું સામે! એક પોસ્ટલ કર્મચારી પર 14 કરોડ રૂપિયાની ચોરીનો આરોપ

આ પણ વાંચોઃ Typhoon Haikui/ શું છે “હાઈકુઈ”?, જેણે તાઈવાનમાં હાહાકાર મચાવ્યો છે! જુઓ વીડિયો

આ પણ વાંચોઃ Crime/ મસ્જિદમાં નમાજ અદા કરી રહેલા લોકો પર અંધાધૂંધ ગોળીબાર, 7ના મોત

આ પણ વાંચોઃ Iraq Violence/ ઈરાકમાં વિરોધ પ્રદર્શન દરમિયાન ફાટી નીકળી હિંસા: 1નું મોત, 8 લોકો ઘાયલ