Not Set/ અમિત પટેલ સરકારનો માણસ નથી અને તેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે : જયેશ રાદડિયા

ગાંધીનગર ખાતે દરેક બુધવારે મળતી કેબિનેટ બેઠકમાં આજની કેબિનેટમાં રાજકોટ મગફળી મુદ્દે ચર્ચાનો વિષય રહ્યો હતો. બેઠક બાદ નાગરીક પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ નિવેદન આપ્યું હતું. અને જયેશ રાદડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 85 હજાર ખેડૂતો પાસે ટેકાના ભાવે મગફળી ખરીદાઇ છે. સરકાર દ્વારા 900 કરોડના ખર્ચે મગફળીની ખરીદી કરવામાં આવી છે. ખેડૂતોને 2 […]

Gujarat Rajkot
jayesh અમિત પટેલ સરકારનો માણસ નથી અને તેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે : જયેશ રાદડિયા

ગાંધીનગર ખાતે દરેક બુધવારે મળતી કેબિનેટ બેઠકમાં આજની કેબિનેટમાં રાજકોટ મગફળી મુદ્દે ચર્ચાનો વિષય રહ્યો હતો. બેઠક બાદ નાગરીક પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ નિવેદન આપ્યું હતું. અને જયેશ રાદડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 85 હજાર ખેડૂતો પાસે ટેકાના ભાવે મગફળી ખરીદાઇ છે. સરકાર દ્વારા 900 કરોડના ખર્ચે મગફળીની ખરીદી કરવામાં આવી છે. ખેડૂતોને 2 દિવસથી નાણાં ચૂકવાઈ રહ્યા છે. જો છતા પણ ખેડૂતો કોઇ પરેશાની કે પ્રશ્ન હોય તો ખેડૂતો હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરે અને સીધો અમારો સંપર્ક કરી શકે છે. આવી સુવિધા ખેડૂતભાઇઓ માટે ઉભી કરવામાં આવી છે.

રાજકોટ મગફળી કૌભાંડ મુદ્દે જયેશ રાદદડિયા દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે, ખેડૂતોની મગફળી રિજેક્ટ નથી કરાઇ. અને અમિત પટેલ સરકારનો માણસ નથી. સરકાર દ્વારા આ આરોપી અમિત પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે અને યોગ્ય પગલા પણ લેવામાં આવશે.

આપને જણાવી દઇએ કે રાજકોટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં સેમ્પલ કૌભાંડ આચરાતું હોવાનુ સામે આવ્યુ હતુ. જેમાં જાણવા મળ્યું હતું કે, જે ખેડૂતની મગફળીનું સેમ્પલ રિજેક્ટ થાય છે, તેની પાસેથી વચેટીયો અમિત પટેલ 2500 રૂપિયા સુધીની રકમ પડાવી અધિકારી સાથે મળી મગફળી ખરીદાવતો હતો. આથી પોલીસે તેની ધરપકડ કરી હતી.

કોંગ્રેસ અને કિસાન સંઘ આ મામલે મેદાનમાં આવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા અને લલિત વસોયાએ આ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં અમિત પટેલ અને મગફળી ખરીદનાર અધિકારી વચ્ચે કેવી રીતે ડીલ કરવામાં આવે છે, તેની ઓડિયો ક્લિપ સામે આવી છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, અમિત પટેલ વચેટીયો છે અને તેને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે.

તો આજ મામલે  વચેટિયાની ધરપકડ બાદ રાજકોટના કલેક્ટરે સ્પષ્ટતા કરી કે, આ કૌભાંડમાં કોઈ અધિકારીની સંડોવણી નથી. પત્રકાર પરિષદ કરી રૈમ્યા મોહને કહ્યું કે, પકડાયેલા અમિત પટેલને અન્ય લોકો સાથે કોઈ સાંઠગાંઠ નથી. છતાં જો કોઈની સંડોવણી સામે આવી તો તપાસ કરાશે. સાથે જ તેમણે કહ્યું કે ઓડિયો ક્લિપને FSL માં મોકલવામાં આવશે. ખેડૂતોને ખોટી વાતોમાં ન ભરમાવાની સલાહ પણ તેમણે આપી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.