RMC/ રાજકોટ રાજપથ લી.ની સિટી બસ અને BRTS સેવા વધુ અસરકારક બનાવવા સ્થળ મુલાકાત કરતા મ્યુનિ. કમિશનર  અરોરા

રાજકોટ શહેરના લોકોને અવર-જવર માટે સેવા આપી રહેલ રાજકોટ રાજપથ લી.ની સિટી બસ અને BRTS બસની સેવા વિશે માહિતી મેળવવા આજે તા. ૧૩-૦૭-૨૦૨૧ના રોજ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ

Gujarat Trending
arora brts 4 1 રાજકોટ રાજપથ લી.ની સિટી બસ અને BRTS સેવા વધુ અસરકારક બનાવવા સ્થળ મુલાકાત કરતા મ્યુનિ. કમિશનર  અરોરા

રાજકોટ શહેરના લોકોને અવર-જવર માટે સેવા આપી રહેલ રાજકોટ રાજપથ લી.ની સિટી બસ અને BRTS બસની સેવા વિશે માહિતી મેળવવા આજે તા. ૧૩-૦૭-૨૦૨૧ના રોજ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ RMTS કંટ્રોલ રૂમ – ત્રિકોણ બાગ, ઇ-બસ ચાર્જીંગ ડેપો – અમુલ સર્કલ અને સિટી બસ માટે બનાવેલ સ્માર્ટ બસ સ્ટોપની રૂબરૂ વિઝિટ કરી હતી.

arora brts2 રાજકોટ રાજપથ લી.ની સિટી બસ અને BRTS સેવા વધુ અસરકારક બનાવવા સ્થળ મુલાકાત કરતા મ્યુનિ. કમિશનર  અરોરા

 ત્રિકોણ બાગ ખાતેના RMTS કંટ્રોલ રૂમની મુલાકત દરમ્યાન મ્યુનિ. કમિશનરે સ્માર્ટ બસ સ્ટોપના ડિજિટલ ડિસ્પ્લે બોર્ડમાં રૂટ પર રહેલી બસની વાસ્તવિક સ્થિતિ દર્શિત થાય તે મુજબ ઇન્ટીગ્રેશન કરવા, તેમજ હોસ્પિટલ ચોક બ્રિજના કારણે ડાયવર્ટ કરવામાં આવેલ બસ રૂટની વિગત અપડેટ કરવા, કામગીરી પૂર્ણ થયેલ છે તેવા ૨૦ બસ સ્ટોપ તેમજ કામગીરી બાકી છે તેવા ૨૦ બસ સ્ટોપ પર જાહેરાતના હક્કો આપવા સુચના મુજબ ટેન્ડર પ્રસિધ્ધ કરવા, RMTSના કંટ્રોલ રૂમ ખાતે બસ રૂટના ડિજિટલ ટાઈમ ટેબલ ડિસ્પ્લે થાય તેવી વ્યવસ્થા કરવા સૂચના આપી હતી.

arora brts 3 રાજકોટ રાજપથ લી.ની સિટી બસ અને BRTS સેવા વધુ અસરકારક બનાવવા સ્થળ મુલાકાત કરતા મ્યુનિ. કમિશનર  અરોરા

મ્યુનિ. કમિશનરે RRLની મોબાઈલ એપ તથા વેબસાઈટ પર કરેલ અપડેટની માહિતી મેળવેલ હતી. સાથોસાથ સંબધિત BRTS બસ શેલ્ટરથી ગોંડલ ચોકડી તથા માધાપર ચોકડી તરફના તમામ બસ સ્ટોપ પર તમામ લોકો સરળતાથી સમજી શકે તે મુજબના સિમ્પલીફાઈડ ફેર ચાર્ટ (ભાડા પત્રક) લગાવવા, BRTS બસ શેલ્ટરના LED ડિસ્પ્લેમાં ટચુકડી જાહેરાત માટે જરૂરી કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી.

arora brts રાજકોટ રાજપથ લી.ની સિટી બસ અને BRTS સેવા વધુ અસરકારક બનાવવા સ્થળ મુલાકાત કરતા મ્યુનિ. કમિશનર  અરોરા

 

કમિશનરે ઇ-બસ ચાર્જીંગ ડેપો ખાતેની મુલાકાત દરમ્યાન મેનપાવર અને અન્ય રિસોર્સ વધારી બસ ચાર્જીંગ ડેપોની કામગીરી ઝડપી પૂર્ણ કરવા અને ત્રિકોણ બાગ ચોક ખાતે RMTS કંટ્રોલ રૂમ પાસે વરસાદી પાણીના કાયમી નિકાલ માટેની કાર્યવાહી કરવા મ્યુનિ. કમિશનર સુચના આપી હતી. તેમજ આગામી ટૂંક સમયમાં ઇ-બસની બેટરી, બસની સ્પીડ, કુલિંગ વિગેરે પરફોર્મન્સની મ્યુનિ. કમિશનર દ્વારા સમીક્ષા કરવામાં આવશે.

majboor str 2 રાજકોટ રાજપથ લી.ની સિટી બસ અને BRTS સેવા વધુ અસરકારક બનાવવા સ્થળ મુલાકાત કરતા મ્યુનિ. કમિશનર  અરોરા