સુરત/ પ્રવાહ પલટાયોઃ સાયન્સ-કોમર્સને રામ-રામ, આર્ટ્સમાં વિદ્યાર્થીઓને કામ-કામ

એક સમયે વિદ્યાર્થીઓ કોમર્સ અને સાયન્સ કોલેજમાં એડમિશન લેવાનું વધારે પસંદ કરતા હતા. પરંતુ હવે વિદ્યાર્થીઓનો ઝુકાવ આર્ટસ કોલેજો તરફ વધ્યો હોય તેવું લાગી રહ્યું છે.

Gujarat Surat
Untitled 185 5 પ્રવાહ પલટાયોઃ સાયન્સ-કોમર્સને રામ-રામ, આર્ટ્સમાં વિદ્યાર્થીઓને કામ-કામ

@અમિત રૂપાપરા 

એક સમયે વિદ્યાર્થીઓ કોમર્સ અને સાયન્સ કોલેજમાં એડમિશન લેવાનું વધારે પસંદ કરતા હતા. પરંતુ હવે વિદ્યાર્થીઓનો ઝુકાવ આર્ટસ કોલેજો તરફ વધ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આર્ટસ કોલેજમાં છેલ્લા પાંચ વર્ષમાં વિદ્યાર્થીની સંખ્યામાં 4થી 5 હજારનો વધારો થયો છે.

Untitled 185 6 પ્રવાહ પલટાયોઃ સાયન્સ-કોમર્સને રામ-રામ, આર્ટ્સમાં વિદ્યાર્થીઓને કામ-કામ

વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓ કોમર્સ અને સાયન્સના બદલે આર્ટસ કોલેજોમાં વધુ પ્રમાણમાં એડમિશન લઈ રહ્યા છે. એટલે કે યુવાનોની માનસિકતા બદલાય છે કારણ કે અગાઉ યુવાનો વધુ પ્રમાણમાં કોમર્સ અને ત્યારબાદ સાયન્સમાં એડમિશન મેળવતા હતા પરંતુ છેલ્લા પાંચ વર્ષથી ધીમે ધીમે યુવાનોની માનસિક સ્થિતિ બદલાય છે અને યુવકો હવે આર્ટસ કોલેજોમાં એડમિશન લઈ રહ્યા છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન આર્ટસ કોલેજોમાં B.A.ના પ્રથમ સત્રમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા છેલ્લા પાંચ વર્ષથી સતત વધી રહી છે. 2018માં VNSGU સંલગ્ન આર્ટસ કોલેજોમાં 12,586 વિદ્યાર્થીની સંખ્યા હતી પરંતુ તેની સામે ગત વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં ખૂબ જ વધારો જોવા મળ્યો અને 2022-23ના શૈક્ષણિક વર્ષમાં આર્ટસ કોલેજોમાં 16,263 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો.

Untitled 185 પ્રવાહ પલટાયોઃ સાયન્સ-કોમર્સને રામ-રામ, આર્ટ્સમાં વિદ્યાર્થીઓને કામ-કામ

મહત્વની વાત છે કે, ચાલુ સત્ર એટલે કે વર્ષ 2023-24ની પ્રવેશ કાર્યવાહી હજુ સુધી પૂર્ણ થઈ નથી અને અત્યાર સુધીમાં આર્ટસ કોલેજમાં ચાલુ સત્રમાં 13349 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે અને આ સંખ્યા 16000ને પાર થાય તેવી પણ આશંકા સેવાય રહી છે. હાલમાં ઓફલાઈન પ્રવેશ કાર્યવાહી ચાલી રહી છે. મહત્વની વાત છે કે હાલ સ્પર્ધાત્મક પરીક્ષા અને જાહેર સેવા આયોગની પરીક્ષાઓ યુવાનો આપવાનું વધારે પસંદ કરે છે અને આ પરીક્ષાઓ પ્રત્યે વધેલું ચલણ તેમજ વિદ્યાર્થીઓનો સાહિત્ય ક્ષેત્રમાં રસ વધ્યો હોવાના કારણે વધુ પ્રમાણમાં વિદ્યાર્થીઓ આટસમાં એડમિશન લઈ રહ્યા હોવાનું પણ તજજ્ઞો માની રહ્યા છે.

આ પણ વાંચો:સી. આર. પાટિલની અધ્યક્ષતામાં મળી ભાજપની બેઠક, કરાઈ આ મહત્વની ચર્ચાઓ

આ પણ વાંચો:મુકુલ વાસનિક બન્યા ગુજરાત કોંગ્રેસના પ્રભારી

આ પણ વાંચો:સુરતમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ,પરિણીતાને સાસરિયા પર લગાવ્યા ગંભીર આક્ષેપો

આ પણ વાંચો:શ્રાવણ માસના પહેલા દિવસે સ્વયંભૂ પ્રગટેલા જડેશ્વર મહાદેવના મંદિરમાં દર્શનાર્થીઓનો જમાવડો