Not Set/ ઘરનો મુખ્ય દરવાજો જો હશે કાળા રંગનો તો નહિં બચી શકો આ અનિષ્ટથી

અમદાવાદ, વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુઓ માટે ચોક્કસ દિશા સૂચન કરવામાં આવેલા છે તેમજ મુખ્ય દ્વાર, કે વરંડાનો મુખ્ય દરવાજો કે દીવાલો માટે પણ ચોક્કસ રંગો રાખવાની સૂચના આપવામાં આવે છે. કેટલાક ઘરમાં  કોઈને કોઇ કારણસર વિવાદ થતો રહે છે અને કોઈ ને કોઈ બિમાર રહે છે  આમ થવાનું કારણ વાસ્તુદોષ પણ હોઈ શકે […]

Uncategorized
tq 14 ઘરનો મુખ્ય દરવાજો જો હશે કાળા રંગનો તો નહિં બચી શકો આ અનિષ્ટથી

અમદાવાદ,

વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુઓ માટે ચોક્કસ દિશા સૂચન કરવામાં આવેલા છે તેમજ મુખ્ય દ્વાર, કે વરંડાનો મુખ્ય દરવાજો કે દીવાલો માટે પણ ચોક્કસ રંગો રાખવાની સૂચના આપવામાં આવે છે. કેટલાક ઘરમાં  કોઈને કોઇ કારણસર વિવાદ થતો રહે છે અને કોઈ ને કોઈ બિમાર રહે છે  આમ થવાનું કારણ વાસ્તુદોષ પણ હોઈ શકે છે.  તો ચાલો આજે જાણીએ એવી બાબતો  જેનું ધ્યાન રાખવાથી વાસ્તુદોષથી બચી શકાય છે.

વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ઘરનો મુખ્ય દરવાજો હંમેશાં બીજા દરવાજા કરતાં મોટો હોવો જોઈએ. અને મુખ્ય દરવાજો બીજા દરવાજા કરતાં નાનો હોય તો નાણાકીય સમસ્યા થઈ શકે છે

સૂર્યોદય સમયે ઘરની બારી ખુલ્લી રાખવી જોઈએ .તેના કારણે ઘરમાં હકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે.

ઘરનો મુખ્ય દરવાજો ક્યારેય કાળા રંગનો ન રાખવો. વાસ્તુ પ્રમાણે તેના કારણે ઘરના મુખ્ય વ્યક્તિએ  દગો, અપમાન, સતત નુકસાનનો સામનો કરવો પડે છે.

ઘરના દરવાજાની પાછળ હથિયાર, ડંડો વગેરે ન રાખવું જોઈએ. તેનાથી પરિવારના લોકો વચ્ચે વિવાદ થતો રહે છે.

ઘરના કોઈ પણ બેડરૂમમાં વોશબેઝિન ન હોવું જોઈએ. તેનાથી લવ લાઇફમાં મુશ્કેલી આવે છે

જોકે  આ બધા નિયમો અંગે વાસ્તુશાસ્ત્રીની સલાહ લેવી અગત્યની બને છે.