ભાવ વધારો/ સોના-ચાંદીના ભાવમાં ફરીવાર વધારો, નિષ્ણાતોના મતે હજુ ભાવ વધવાની શક્યતા

વૈશ્વિક બજારમાં ભારે અસ્થિરતા હોવા છતાં ભારતીય વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. મલ્ટિકોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સવારે…

Top Stories Business
Gold and Silver Price

Gold and Silver Price: સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર વધારો નોંધાયો છે. વૈશ્વિક બજારમાં ભારે અસ્થિરતા હોવા છતાં ભારતીય વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. મલ્ટિકોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સવારે 24 કેરેટ શુદ્ધતાના વાયદાના ભાવ રૂ. 248 વધી રૂ. 50,355 પ્રતિ 10 ગ્રામ થયા હતા, જ્યારે ચાંદીના વાયદા રૂ. 363 વધીને રૂ. 55,950 પ્રતિ કિલોગ્રામ થયા હતા.

અગાઉ સોનામાં 50,150 રૂપિયાના સ્તરે ટ્રેડિંગ શરૂ થયું હતું, પરંતુ માંગમાં વધારો થતાં ટૂંક સમયમાં ભાવ વધી ગયા હતા, જ્યારે આજે સવારે ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો અને તેનો વાયદો ફરી એકવાર 56 હજારની નજીક પહોંચી ગયો છે. તમને જણાવી દઈએ કે સોનું હાલમાં તેના પાછલા બંધ ભાવથી 0.49 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે ચાંદી હાલમાં તેના પાછલા બંધ ભાવથી 0.65 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહી છે.

વૈશ્વિક બજારમાં ભાવ શું ?

વૈશ્વિક બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. યુએસ માર્કેટમાં સવારે સોનાની હાજર કિંમત 1,714.89 ડોલર પ્રતિ ઔંસ હતી, જ્યારે ચાંદીની કિંમત પણ આજે 18.83 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ છે. એટલે કે વૈશ્વિક બજારમાં પણ સોના-ચાંદીના ભાવમાં વધારો થવાના સંકેત છે.

સોના-ચાંદીના ભાવમાં વધારા અંગે નિષ્ણાતોનું માનવું છે કે વધુ વધારો જોવા મળી શકે છે. વૈશ્વિક સ્તરે સતત થઈ રહેલી ઘટનાઓ વચ્ચે ડોલર 20 વર્ષની ટોચે પહોંચી ગયો છે. આ જ કારણ છે કે સોનાની કિંમત પર દબાણ વધી રહ્યું છે. જો વૈશ્વિક બજારમાં રશિયા-યુક્રેન યુદ્ધનું દબાણ રહેશે તો સોનાના ભાવમાં ફરી વધારો થશે. એટલું જ નહીં રશિયા દ્વારા G7 દેશોને સોનું નહીં આપવાની જાહેરાત બાદ સોનાની કિંમતમાં વધારો થવાની શક્યતા વધી ગઈ છે.

આ પણ વાંચો: Mumbai/ ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો, પૂર્વ વિપક્ષી નેતા રામદાસ કદમે શિવસેનામાંથી આપ્યું રાજીનામું

આ પણ વાંચો: ઝારખંડ/ સ્મૃતિ ઈરાની પર રાંચીમાં FIR, કોંગ્રેસની ફરિયાદ પર BJPના IT સેલના વડા અમિત માલવિયા પર પણ કેસ