Rishabh Pante Surgery/ ઋષભ પંતે સર્જરી બાદ પહેલી તસવીર શેર કરીને લખ્યું….

ટીમ ઈન્ડિયાનો વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત હાલમાં ક્રિકેટ એક્શનથી દૂર છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં એક કાર અકસ્માતમાં પંત ગંભીર રીતે ઘાયલ થયો હતો

Top Stories Sports
6 6 ઋષભ પંતે સર્જરી બાદ પહેલી તસવીર શેર કરીને લખ્યું....

Rishabh Pante Surgery    ટીમ ઈન્ડિયાનો વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત હાલમાં ક્રિકેટ એક્શનથી દૂર છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં એક કાર અકસ્માતમાં પંત ગંભીર રીતે ઘાયલ થયો હતો. તે દર્દનાક અકસ્માત પછી, પંતને પ્રથમ દહેરાદૂનની મેક્સ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ તેને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ગયા મહિને કોકિલાબેન હોસ્પિટલમાં પંતની સર્જરી કરવામાં આવી હતી.હવે રિષભ પંતે ટ્વિટર પર બે તસવીરો શેર કરી છે. શેર કરેલી આ બે તસવીરોમાં ઋષભ પંત ક્રેચના સહારે ચાલતો જોવા મળી રહ્યો છે. પંતના પગમાં પ્લાસ્ટર દેખાય છે. રિષભ પંતે આ તસવીરોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘એક પગલું આગળ, એક પગલું મજબૂત અને એક પગલું સારું.’

Rishabh Pante Surgery   ઋષભ પંત સાથે માર્ગ અકસ્માત ત્યારે થયો જ્યારે તે પોતાની માતાને મળવા મર્સિડીઝ કાર ચલાવીને રૂરકી જઈ રહ્યો હતો. પંતની કાર દિલ્હી-દેહરાદૂન હાઈવે પર રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી, ત્યારબાદ તેમાં આગ લાગી હતી. આ પછી ઋષભ પંત કોઈ રીતે કારમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો.

અત્યારે એ સ્પષ્ટ નથી(Rishabh Pante Surgery)    કે રિષભ પંત ક્યારે મેદાનમાં પરત ફરશે. પરંતુ ઈજાના કારણે પંત આ વર્ષના મોટા ભાગના મહિનાઓ સુધી ક્રિકેટથી દૂર રહે તેવી શક્યતા છે. પંત આ વર્ષે શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ સામેની હોમ સીરીઝમાંથી બહાર હતો. તેમજ બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ટીમમાં તેની પસંદગી કરવામાં આવી નથી. પંતના આઈપીએલ અને એશિયા કપમાંથી પણ બહાર થવાની સંભાવના છે. હવે જોવાનું રહેશે કે રિષભ પંત ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ODI વર્લ્ડ કપ માટે ફિટ છે કે નહીં.

Jammu Kashmir/ભારત ઈતિહાસમાં પ્રથમવાર જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાં મળ્યો લિથિયમનો ભંડાર