Not Set/ RJD નેતાઓએ BJP ની વર્ચુઅલ રેલી વિરુદ્ધ થાળી વગાડી વિરોધ નોંધાવ્યો

આજે દેશમાં એક તરફ કોરોનાનાં કેસમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે દેશમાં એક રાજ્ય એવુ છે જેણે લાગી રહ્યુ છે કે કોરોના વાયરસ સામે જીત મેળવી લીધી હોય. જા હા અહી બિહારની વાત થઇ રહી છે, જ્યા વિધાનસભાની ચૂંટણી માટે હજી સમય બાકી છે, પરંતુ રાજકીય પક્ષોની તૈયારીઓએ જોર પકડ્યું છે. ભાજપે ચૂંટણીનું બ્યુગલ […]

India
4c30e91ca060294a4894de2286d56120 1 RJD નેતાઓએ BJP ની વર્ચુઅલ રેલી વિરુદ્ધ થાળી વગાડી વિરોધ નોંધાવ્યો

આજે દેશમાં એક તરફ કોરોનાનાં કેસમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે દેશમાં એક રાજ્ય એવુ છે જેણે લાગી રહ્યુ છે કે કોરોના વાયરસ સામે જીત મેળવી લીધી હોય. જા હા અહી બિહારની વાત થઇ રહી છે, જ્યા વિધાનસભાની ચૂંટણી માટે હજી સમય બાકી છે, પરંતુ રાજકીય પક્ષોની તૈયારીઓએ જોર પકડ્યું છે. ભાજપે ચૂંટણીનું બ્યુગલ વગાડી દીધું છે ત્યારે વિરોધી પક્ષોનાં નિવેદનો પણ શરૂ થઈ ગયા છે. આજે ભાજપનાં પૂર્વ અધ્યક્ષ અમિત શાહ વર્ચુઅલ રેલી દ્વારા બિહારનાં કાર્યકરો અને લોકોને સંબોધન કરશે. અમિત શાહની રેલી પૂર્વે રાષ્ટ્રીય જનતા દળનાં નેતા તેજસ્વી યાદવે નિશાન સાધ્યું છે. તેજસ્વી યાદવે અમિત શાહની વર્ચુઅલ રેલીને ઢોંગ ગણાવતા કહ્યુ કે BJP વાસ્તવિકતાને છુપાવવા વર્ચુઅલ રેલીનું ઢોંગ કરી રહી છે.

બિહારમાં કોરોના સંકટકાળમાં ચુંટણી અનુલક્ષીને રાજનીતિ જોવા મળી રહી છે. આરજેડીએ અમિત શાહની વર્ચુઅલ રેલી સામે થાળી વગાડી વિરોધ નોંધાવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી, આરજેડી નેતા તેજશ્વી યાદવ, તેજ પ્રતાપ યાદવે આરજેડી કાર્યકરો સાથે થાળી વગાડી હતી અને ભાજપની રેલીનો વિરોધ કર્યો હતો. ભૂતપૂર્વ સીએમ રાબડી દેવીએ 10 સર્કુલર રોડ પર પટના સ્થિત તેમના ઘરે થાળી વગાડી વિરોધ પ્રદર્શનની શરૂઆત કરી હતી, ત્યારબાદ કાર્યકરોએ થાળી વગાડીને તેમનું સમર્થન કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે તેમના બંને પુત્રો તેજસ્વી અને તેજ પ્રતાપ હાજર હતા.

ઉલ્લેખનીય છે કે, તેજસ્વી યાદવે બિહારમાં ગરીબ અધિકાર દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી, ત્યારબાદ પાર્ટીએ રાજ્યભરમાં આ માટે વ્યાપક તૈયારીઓ કરી લીધી છે. દરેક જિલ્લામાં, પક્ષનાં નેતાઓ અને કાર્યકરો સમર્થકો સાથે મળીને થાળી અને કટોરા વગાડી રહ્યા છે. બિહારમાં મજૂરોની પરિસ્થિતિ અને ખાસ કરીને કોરોના સમયગાળા દરમિયાન તેમની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને તેજસ્વીએ આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. તેજસ્વી યાદવ બિહારનાં રાજકારણમાં મજૂરોને નવી વોટ બેંકની જેમ લેવાની ઇચ્છા ધરાવે છે, તેથી નીતિશ સરકાર તેમના નિશાના પર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.