Ahmedabad/ શહેરમાં લૂંટારૂઓ બન્યા બેફામ, જ્વેલર્સ શોપમાં લાખોની લૂંટ કરી ફરાર

અમદાવાદમાં દિવસેને દિવસે ક્રાઇમ વધી રહ્યો છે. શહેરમાં વધુ એક ક્રાઇમની ઘટના નિકોલથી સામે આવી રહી છે. અહી ઉમિયા સર્કલ પાસે લૂંટની ઘટના બની છે…

Ahmedabad Gujarat
Makar 41 શહેરમાં લૂંટારૂઓ બન્યા બેફામ, જ્વેલર્સ શોપમાં લાખોની લૂંટ કરી ફરાર
  • અમદાવાદ નિકોલમાં ઉમિયા સર્કલ પાસે લૂંટની ઘટના
  • વિરલ જ્વેલર્સમાં લૂંટારૂઓ ત્રાટક્યા
  • બે લાખ રોકડા અને સોનાના દાગીના લઇ આરોપીઓ ફરાર
  • પોલીસને ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી
  • CCTVમાં માસ્ક પહેરલ 3 શખ્સો લૂટ કરતા દેખાયા
  • બાઇક પર આવી લૂંટની ઘટનાને અંજામ આપી થયા ફરાર
  • લૂંટારૂ શખ્સોને પકડવા પોલીસે શરૂ કરી ઘનિષ્ઠ કાર્યવાહી

અમદાવાદમાં દિવસેને દિવસે ક્રાઇમ વધી રહ્યો છે. શહેરમાં વધુ એક ક્રાઇમની ઘટના નિકોલથી સામે આવી રહી છે. અહી ઉમિયા સર્કલ પાસે લૂંટની ઘટના બની છે.

નિકોલનાં ઉમિયા સર્કલ પાસે આવેલા વિરલ જ્વેલર્સમાં લૂંટારૂઓ ત્રાટક્યા હતા અને બે લાખ રોકડા અને સોનાનાં દાગીના લઇ આરોપીઓ ફરાર થઇ ગયા હતા. પોલીસને ઘટનાની જાણ થતા તે ઘટનાસ્થળે પહોંચી છે. CCTV માં માસ્ક પહેરલા 4 શખ્સો લૂંટ કરતા દેખાઇ રહ્યા છે. આ લૂંટારૂઓ બાઇક પર આવીને આ ઘટનાને અંજામ આપી અને બાદમાં ફરાર થઇ ગયા હતા. લૂંટારૂઓને પકડવા પોલીસે ઘનિષ્ઠ કાર્યવાહી શરૂ કરી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો