surat crime/ સુરતમાં લૂંટ વિથ મર્ડર, 50 વર્ષીય મહિલાની ચપ્પુના ઘા મારી કરી હત્યા

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તે પ્રકાર ની ઘટનાનું નિર્માણ થઈ રહ્યું છે .સુરતમાં ચોરી ,લૂંટફાટ ,હત્યા સહિતના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે.

Gujarat Surat
લૂંટ વિથ મર્ડર
  • સુરતના સલાબતપુરામાં લૂંટ વિથ મર્ડર 
  • ઘરમાં લૂંટ ચલાવ્યા બાદ મહિલાની કરાઈ હત્યા
  • 50 વર્ષીય મહિલાની ચપ્પુના ઘા મારી હત્યા કરી

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતના સલાબતપુરા વિસ્તારમાં લૂંટ વિથ મર્ડર ની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી લૂંટના ઇરાદે ગુસેલા ચોરોએ 50 મહિલાને ચપ્પુના ઘા મારી પતાવી દીધી હતી હાલ સમગ્ર મામલે સલાબતપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તે પ્રકાર ની ઘટનાનું નિર્માણ થઈ રહ્યું છે .સુરતમાં ચોરી ,લૂંટફાટ ,હત્યા સહિતના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે. તેવામાં સુરતના સલાબતપુરા વિસ્તારમાં એક મહિલા ની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. મહિલા ઘરમાં એકલી હતી તે દરમિયાન કોઈ ચોર ઈસમો ઘરમાં ચોરી કરવા માટે પ્રવેશ્યા હતા. તે દરમિયાન મહિલાએ પ્રતિકાર કરતા ગીતાદેવી નામની મહિલાને તીક્ષ્ણ હથિયાર ના ઘા ઝીંકી દેવાયા હતા.

હત્યા કરી ઘરમાંથી લૂંટ કરી ઘરમાં પ્રવેશેલા ઇસમો ફરાર થઈ ગયા હતા ઘટનાને પગલે સલાબતપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ ઘટના દરમિયાન સીસીટીવી માં બે શકમંદ યુવાનો પણ નજરે ચડી રહ્યા છે આ બંને તે મહિલાના ઘર તરફ જતા હોય તેવું દેખાઈ રહ્યું છે હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 સુરતમાં લૂંટ વિથ મર્ડર, 50 વર્ષીય મહિલાની ચપ્પુના ઘા મારી કરી હત્યા


આ પણ વાંચો:ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર પરીક્ષાની પદ્ધતિમાં કરાયા મોટા ફેરફાર

આ પણ વાંચો:ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ ડિસેમ્બરના અંત સુધીમાં સંપૂર્ણ સુવિધા સાથે ધમધમશે

આ પણ વાંચો:દાહોદ ખાતે છ નકલી કચેરી કૌભાંડનો રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો..

આ પણ વાંચો:મારી છોકરી જોડે કેમ વાત કરે છે…કહીને યુવતીના પિતાએ યુવકને છરીના ઘા ઝીકી ઉતાર્યો મોતને ઘાટ