Not Set/ સાબરકાંઠા: ખરાબ-ખાડાવાળા રોડને કારણે કાર પલ્ટી જતા 3નાં મોત

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. રાજ્યનાં ધોરીમાર્ગો પર રોજને રોજ કોઇ ગમખ્વાર અકસ્માત નોંધવામા આવે છે, રોજરોજ કોઇનીને કોઇની જીવાધોરી ટુંકવાય જાઇ છે. આજે પણ આવો જ એક ગમખ્વાર અકસ્માત સામે આવ્યો છે. સાબરકાંઠા જિલ્લાના વડવસા પાટિયા નજીક કાર પલ્ટી ખાઈ જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 3ના મોત થયા હતા. પ્રાંતિજના […]

Top Stories Gujarat Others
sk accident સાબરકાંઠા: ખરાબ-ખાડાવાળા રોડને કારણે કાર પલ્ટી જતા 3નાં મોત

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. રાજ્યનાં ધોરીમાર્ગો પર રોજને રોજ કોઇ ગમખ્વાર અકસ્માત નોંધવામા આવે છે, રોજરોજ કોઇનીને કોઇની જીવાધોરી ટુંકવાય જાઇ છે. આજે પણ આવો જ એક ગમખ્વાર અકસ્માત સામે આવ્યો છે.

સાબરકાંઠા જિલ્લાના વડવસા પાટિયા નજીક કાર પલ્ટી ખાઈ જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 3ના મોત થયા હતા. પ્રાંતિજના વડવાસા હાઈવે પર પસાર થતી કારના ચાલકે રસ્તા ઉપર પડેલા ખાડાના કારણે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેથી કાર ઉછળીને સામેની લેનમાં ઘુસીને પલટી ખાઈ ગઈ હતી.

અકસ્માતનાં આ બનામાં ઘટના સ્થળ પર જ બે યુવાનોના મોત થયા હતા. જ્યારે એક યુવાનને ઈજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલલ લઈ જવાયો હતો. જ્યાં તેનું પણ મોત નિપજ્યું હોવાનું જાણવા મળે છે. જેથી માર્ગ અકસ્માતની આ ઘટનામાં મૃત્યુઆંક 3 ઉપર પહોંચ્યો હતો. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.