બંગાળી સેલિબ્રિટીનું અવસાન/ બંગાળી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાંથી દુખદ સમાચાર, 29 વર્ષની પ્રખ્યાત બંગાળી અભિનેત્રીનું માર્ગ અકસ્માતમાં મોત

બંગાળી મનોરંજન ઉદ્યોગમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. બંગાળી ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી સુચન્દ્રા દાસગુપ્તા નથી રહ્યા. અભિનેત્રી સુચન્દ્રા દાસગુપ્તાનું માર્ગ અકસ્માતમાં નિધન થયું છે.

Trending Entertainment
સુચન્દ્રા દાસગુપ્તા

બંગાળી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર આવી રહ્યા છે. બંગાળી ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી સુચન્દ્રા દાસગુપ્તા(Suchandra DasGupata) નથી રહ્યા. અભિનેત્રી સુચન્દ્રા દાસગુપ્તાનું માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. અભિનેત્રીના અવસાનથી તેના પરિવારજનોને ભારે આઘાત લાગ્યો છે. અભિનેત્રીના મૃત્યુના સમાચારથી તેના ચાહકો પણ દુઃખી છે.

મૃત્યુ કેવી રીતે થયું?

મળતી માહિતી અનુસાર, સુચન્દ્રા શનિવારે રાત્રે શૂટિંગમાંથી ઘરે પરત ફરી રહી હતી. તેણે ઘરે પાછા આવવા માટે એપ દ્વારા બાઇક બુક કરાવી હતી. પરંતુ રસ્તામાં સાયકલ સવાર એક વ્યક્તિ રોડ ક્રોસ કરી રહ્યો હતો, જે અચાનક વચ્ચે આવી ગયો. બાઇક ચાલકે અચાનક બ્રેક લગાવતાં પાછળથી એક લારીએ બાઇકને ટક્કર મારી હતી.

ટક્કર બાદ 29 વર્ષીય અભિનેત્રી સુચન્દ્રા બાઇક પરથી નીચે પડી ગઇ હતી અને પાછળથી આવી રહેલા ટ્રકે તેને અડફેટે લીધી હતી. અભિનેત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટનાથી વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. થોડા સમય માટે વાહનોની અવરજવર પણ ખોરવાઈ ગઈ હતી.

ટ્રક ચાલકને પોલીસે પકડી લીધો હતો,
બાદમાં બારાનગર પોલીસ અકસ્માત સ્થળે પહોંચી પરિસ્થિતિને સંભાળી  હતી. પોલીસે ટ્રક કબજે કરી ટ્રક ચાલકને પણ કસ્ટડીમાં લીધો છે. અભિનેત્રીના નિધનથી બંગાળી ફિલ્મ જગતમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.

કોણ હતા સુચન્દ્રા દાસગુપ્તા?
સુચન્દ્રા દાસગુપ્તા બંગાળી ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓમાંની એક હતી. તેણે ઘણા પ્રખ્યાત બંગાળી ટેલિવિઝન શોમાં કામ કર્યું. તેણે ‘ગૌરી’માં સહાયક ભૂમિકા ભજવીને ઘણી લોકપ્રિયતા મેળવી હતી. અભિનેત્રીની મોટી ફેન ફોલોઈંગ હતી. તેમની અચાનક વિદાયથી ચાહકો ખૂબ જ દુઃખી છે અને તેમને ખુબ જ મિસ કરી રહ્યા છે..

આ પણ વાંચો: નિધન/સાઉથ ઈન્ડસ્ટ્રીનો ફેમસ મ્યુઝિક ડિરેક્ટરનું 68 વર્ષની વયે નિધન, ચિરંજીવીએ શેર કરી ઈમોશનલ નોટ

આ પણ વાંચો: Video/પિતાના અંતિમ સંસ્કારમાં આયુષ્માન ખુરાનાથી થઇ એક ચૂક? ટ્રોલર્સે આવી કરી કોમેન્ટ્સ

આ પણ વાંચો: અવસાન/આયુષ્માન ખુરાના પર તુટ્યો દુઃખનો પહાડ, ગુમાવી પિતાની છત્રછાયા

આ પણ વાંચો : teaser release/રિતિક રોશને પેન ઈન્ડિયા ફિલ્મ ARMનું ટીઝર રજૂ કર્યું, મલયાલમ સિનેમાની તસ્વીર બદલાઈ શકે છે

આ પણ વાંચો : Cannes Film Festival/કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરીને લઇને શું છે ભારતનો ઈતિહાસ, જાણો કોણ હતું પ્રથમ ભારતીય જે જ્યુરીમાં હતું સામેલ