સાંબેલાધાર વરસાદ/ ગુજરાતમાં હજી પણ સાંબેલાધાર વરસાદની આગાહી

ગુજરાતમાં હજી પણ સાંબેલાધાર વરસાદની આગાહી છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત આ વર્ષે ધમાકેદાર થઈ છે અને અત્યારે વરસાદનો ત્રીજો રાઉન્ડ બરાબરનો જામ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે. તેવામાં રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ ચાર દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદ રહેશે.

Top Stories Gujarat
Rajkot rain 2 ગુજરાતમાં હજી પણ સાંબેલાધાર વરસાદની આગાહી

ગુજરાતમાં હજી પણ Gujarat Heavy rain સાંબેલાધાર વરસાદની આગાહી છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત આ વર્ષે ધમાકેદાર થઈ છે અને અત્યારે વરસાદનો ત્રીજો રાઉન્ડ બરાબરનો જામ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે. તેવામાં રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ ચાર દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદ રહેશે.

હજુ પણ સૌરાષ્ટ્રને મેઘો ઘમરોળશે, જેમાં જૂનાગઢ,Gujarat Heavy rain જામનગર, પોરબંદર, રાજકોટ, ભાવનગરમાં સૌથી વધુ વરસાદ ખાબકશે તેવી આગાહી છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. વલસાડ, દમણ, દાદર નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. માછીમારોને 4 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં Gujarat Heavy rain આવ્યું છે કે મોન્સૂન ટ્રફ અને અન્ય સિસ્ટમના કારણે વરસાદ રહેશે. ગુજરાતમાં આગામી ચાર દિવસ વરસાદી માહોલ રહેશે. આગામી 4 દિવસમાંથી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસશે. આગામી બે દિવસ વરસાદનું જોર રહેશે. તેના બે દિવસ બાદ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં હળવાથી સામાન્ય વરસાદ રહેશે. આજે દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

22 જુલાઈના રોજ જૂનાગઢ, સોમનાથ, રાજકોટ, Gujarat Heavy rain પોરબંદર, ભાવનગર, સુરત, ભરૂચ, તાપી, ડાંગ, સાબરકાંઠા, બનાસકાંઠામાં આજે ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત આજે વલસાડ અને નવસારીમાં ભારે વરસાદ રહેશે. અમદાવાદમાં પણ ભારેથી સામાન્ય વરસાદની આગાહી છે.

 

આ પણ વાંચોઃ Iskon Bridge Accident/ઇસ્કોન બ્રિજ અકસ્માત પછી શહેરમાં ચાલતા કાફે-રેસ્ટોરા પર પોલીસની તવાઈ

આ પણ વાંચોઃ વરસાદ/સૌરાષ્ટ્રમાં મેઘરાજાની શાનદાર બેટિંગ,વિસાવદરમાં 8 ઇંચ વરસાદ

આ પણ વાંચોઃ જુનાગઢ/મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના વરસાદી અસરગ્રસ્ત જિલ્લાઓની સ્થિતિની સમીક્ષા કરી

આ પણ વાંચોઃ Gujarat Weather/દેવભૂમિ દ્વારકામાં ધોધમાર વરસાદ, મુખ્ય માર્ગો પર ફરી વળ્યાં વરસાદી પાણી

આ પણ વાંચોઃ વરસાદ/રાજયના 190 તાલુકામાં મેઘરાજાની મહેર,દ્વારકામાં સૌથી વધુ 9 ઈંચ વરસાદ