Water Scarcity/ સમીના અનવરપુરા ગામે ભર શિયાળે પીવાના પાણીની પારાયણ

પાટણ જીલ્લાના સમી તાલુકાના અનવરપુરા ગામે સરકારની નલ સે જલ યોજના પોકળ સાબિત કરતા આ દૃશ્યો સાબિત કરી રહ્યા છે. સમી તાલુકાના અનવરપુરા ગામનાં જ્યાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે. ગ્રામવાસીઓની દયનીય પરિસ્થિતિ જોવા મળી છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 02 06T182323.282 સમીના અનવરપુરા ગામે ભર શિયાળે પીવાના પાણીની પારાયણ

Patan News:પાટણ જિલ્લાના સમી તાલુકાના અનવરપુરા ગામ ખાતે મહિલાઓને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. ગામમાં પાણીની વિકટ પરિસ્થિતિ તેમજ પીવાનાં પાણી માટે લોકોની પડાપડીના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે મૂંગુ બેસી રહેલ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.

WhatsApp Image 2024 02 06 at 6.24.58 PM સમીના અનવરપુરા ગામે ભર શિયાળે પીવાના પાણીની પારાયણ

પાટણ જીલ્લાના સમી તાલુકાના અનવરપુરા ગામે સરકારની નલ સે જલ યોજના પોકળ સાબિત કરતા આ દૃશ્યો સાબિત કરી રહ્યા છે. સમી તાલુકાના અનવરપુરા ગામનાં જ્યાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે. ગ્રામવાસીઓની દયનીય પરિસ્થિતિ જોવા મળી છે.

ગામ તળાવથી લઈને ખેતર થી લઈને કેનાલો સુધી ક્યાંય પાણી જોવા નહિ મળતા ગામ લોકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે. સતત ત્રણ કલાક સુધી પાણીની રાહ જોઈને બેસી રહેલી મહિલાઓ પીવાના પાણીનું ટેન્કર આવતાની સાથે જ પીવાના પાણી માટે વલખા મારતી નજરે પડી રહી છે. અને ટેન્કર આવતાની સાથે જ પીવાના પાણી માટે મહિલાઓની પાણી ભરવા માટે પડાપડી થઇ રહી છે. ત્યારે શું તંત્રની કોઈ જવાબદારી નથી કે આ ગામ લોકો સુધી પીવાનું પાણી પહોંચે? હવે જોવું રહ્યું કે પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ કયારે આવશે?


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સાવરકુંડલાનો ખેડૂત યુવાન હનીટ્રેપનો બન્યો શિકાર

આ પણ વાંચો:પ્રસુતાનું મોત થતાં હોસ્પિટલને સળગાવવાનો પ્રયાસ

આ પણ વાંચો:રાજકોટનું ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ હવે આ નામથી ઓળખાશે, ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ રમાશે