Rajkot-Sanatani Bulldozer/ રાજકોટની રથયાત્રામાં સનાતની બુલડોઝરની બોલબાલા

આજે અષાઢી બીજના પાવન પર્વ નિમિતે રોજ અમદાવાદ શહેર ઉપરાંત રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી રહી છે. તેને લઈને ભાવિકોમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Top Stories Gujarat Rajkot
Rajkot Sanatanibuldozer રાજકોટની રથયાત્રામાં સનાતની બુલડોઝરની બોલબાલા

આજે અષાઢી બીજના પાવન પર્વ નિમિતે રોજ Rajkot Rathyatra અમદાવાદ શહેર ઉપરાંત રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી રહી છે. તેને લઈને ભાવિકોમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જગન્નાનાથ પૂરીમાં આવેલા ભગવાનના નિજધામ સુધી દરેક ભક્તજનો પહોચી શકતા નથી તેના માટે દરેક શહેરમાં ભગવાન જગન્ન્નાથને સ્થાપિત કરવામાં આવે છે. રાજકોટની રથયાત્રામાં આજે સનાતન ધર્મનું બુલડોઝર છવાયું છે. આ સનાતની બુલડોઝરમાં સાધુસંતોનો કાફલો જોવા મળી રહ્યો છે.

રાજકોટમાં નાનામવા ખાતે આવેલા કૈલાશધામ આશ્રમમા Rajkot Rathyatra બિરાજતા ભગવાન જગન્નાથના મંદિર ખાતેથી આજે સવારે જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આશ્રમ ખાતે પૂજા આરતી કરી હતી અને બાદમાં આ રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીને જે રથમાં બેસાડવામાં આવ્યા તે રથને અદભુત રીતે શણગારવામાં આવ્યો હતો. રાજકોટ શહેરમાં છેલ્લા 15 વર્ષથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે જેમાં નાના મોટા સૌ કોઈ અનેરી શ્રદ્ધા સાથે આ રથયાત્રામાં જોડાય છે.

આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની યાત્રામાં સાધુ સંતોની સાથે Rajkot Rathyatra શહેરીજનો પણ જોડાયા હતા. રથયાત્રા દરમિયાન સાધુ સંતોએ ભગવાન જગન્નાથના સાનિધ્યમાં લીન થઇને અવનવા કરતબો રજુ કર્યા હતા અને રથયાત્રાનું અદ્ભુત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.. રાજકોટ શહેરમાં પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 22 કિલોમીટરની આ રથયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરશે અને સાંજે આ રથયાત્રાનું સમાપન કરવામાં આવશે.

રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે Rajkot Rathyatra પોલીસ દ્વારા સઘન સુરક્ષા સાથે બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો છે. રાજકોટમાં 22 કિલોમીટરની રથયાત્રામાં પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોનથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અને રથયાત્રા દરમિયાન પોલીસ અધિકારીઓ કર્મચારીઓ મળી કુલ 1740 જવાનો બંદોબસ્તમાં તહેનાત જોવા મળી રહ્યા છે.

રથયાત્રા પસાર થવાના રૂટમાં પોલીસ અધિકારી તેમજ પોલીસ કર્મીઓને બોડી વોર્ન કેમેરાથી સજ્જ રાખવામાં આવ્યા છે. તેમજ સંવેદનશીલ વિસ્તાર, ગીચ વિસ્તાર અને સુરક્ષાની દૃષ્ટિએ મહત્ત્વના હોય તેવા સ્થળો ઉપર સીસીટીવી તેમજ ડ્રોન દ્વારા પૂરતું સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે. આ બંદોબસ્તમાં ત્રણ ડીસીપી, છ એસીપી, 18 પીઆઈ, 61 પીએસઆઈ, 616 મહિલા સબ ઈન્સ્પેક્ટર, 38 એસઆરપી તેમજ પોલીસ, મહિલા પોલીસ, હોમગાર્ડ, ટીઆરબીના 1598 મળી કુલ 1740 અધિકારીઓ-જવાનો બંદોબસ્તમાં જોડાયા છે.

રથયાત્રાનો રૂટ

જગન્નાથ મંદિર કૈલાસ ધામ આશ્રમથી શરૂ થઈ નાના મવા ગામ, મોકાજી સર્કલ, વૃંદાવન સોસાયટીથી, કાલાવડ રોડ, નીલ દા ધાબાથી પુષ્કરધામ મેઈન રોડ, જે.કે.ચોક, આકાશવાણી ચોક, યુનિવર્સિટી રોડ, સાધુ વાસવાણી રોડ, આલાપ ગ્રીન સીટીથી રૈયા રોડ બાપા સીતારામ ચોક, રૈયા ચોક, હનુમાન મઢી ચોક, આઝાદ ચોક, આમ્રપાલી અન્ડર બ્રિજ, કિસાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, સદર Rajkot Rathyatra બજાર મેઈન રોડથી સદર પોલીસ ચોકી, હરિહર ચોક, લીમડા ચોક, ત્રિકોણ બાગ ચોક, ઢેબર ચોક, સાંગણવા ચોક, રાજેશ્રી સિનેમા, ભૂપેન્દ્ર રોડ, શ્રી સ્વામિનારાયણ મંદિરથી, ગુંદાવાડી પોલીસ ચોકી, કેનાલ રોડ, બોમ્બે આર્યનથી કેવડાવાડી મેઈન રોડ, પવનપુત્ર ચોક, સોરઠીયાવાડી સર્કલ, કોઠારિયા મેઈન રોડ, સૂતા હનુમાન, નિલકંઠ ટોકીઝ, દેવપરા ચોક, આંબેડકર ભવનથી સહકાર મેઈન રોડ, ત્રિશુલ ચોક, ઢેબર કોલોની, ઢેબર રોડ પીડીએમ ફાટક થઈ પીડીએમ કોલેજ થઈ સ્વામીનારાયણ ચોક, કૃષ્ણનગર મેઈન રોડ, આનંદ બંગલા ચોક, મવડી મેઈન રોડ, મવડી ફાયર બ્રિગેડથી માયાણી ચોક, રાજનગર ચોકથી નાના મવા મેઈન રોડ, નાનામવા સર્કલ, પ્રતિલોક પાર્ટીપ્લોટ, અજમેરા શાસ્ત્રીનગર, નાનામવા ગામથી કૈલાસ ધામ નિજ મંદિર ખાતે આવી રથયાત્રા પૂર્ણ થશે.

 

આ પણ વાંચોઃ ભગવાન મોસાળમાં/ ભગવાન જગન્નાથ મોસાળમાં પહોંચ્યાઃ મોસાળમાં ભાવભીનું સ્વાગત અને જમણવાર શરૂ

આ પણ વાંચોઃ PM-Modi-Bese Wishes/ વડાપ્રધાને રથયાત્રાની સાથે કચ્છીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી

આ પણ વાંચોઃ રથયાત્રા/ આંખ પર પટ્ટી બાંધીને પૂજારીઓ બદલે છે ભગવાન જગન્નાથની મૂર્તિ,રહસ્યમય છે આ પરંપરા 

આ પણ વાંચોઃ રથયાત્રા/ આંખ પર પટ્ટી બાંધીને પૂજારીઓ બદલે છે ભગવાન જગન્નાથની મૂર્તિ,રહસ્યમય છે આ પરંપરા 

આ પણ વાંચોઃ Jagannath Rathyatra/ જાણો શા માટે ભગવાન જગન્નાથની મૂર્તિ રહી અધૂરી, આજે પણ મૂર્તિમાં ધડકે છે શ્રી કૃષ્ણનું હૃદય