India vs England 5th Test/ આ ખેલાડીએ પોતાની ટેસ્ટ કારકિર્દીની 5મી ઇનિંગમાં ફટકારી ત્રીજી અડધી સદી, સૂર્યકુમારે આપી અદ્ભુત પ્રતિક્રિયા

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ મેચ ધર્મશાલાના મેદાન પર રમાઈ રહી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 218 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

Trending Sports
Beginners guide to 2024 03 09T101901.110 આ ખેલાડીએ પોતાની ટેસ્ટ કારકિર્દીની 5મી ઇનિંગમાં ફટકારી ત્રીજી અડધી સદી, સૂર્યકુમારે આપી અદ્ભુત પ્રતિક્રિયા

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ મેચ ધર્મશાલાના મેદાન પર રમાઈ રહી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 218 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી 8 વિકેટના નુકસાન પર 473 રન બનાવી લીધા છે. સરફરાઝ ખાને ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેને  પોતાની ટેસ્ટ કારકિર્દીની માત્ર પાંચ ઇનિંગ્સમાં ત્રણ અડધી સદી ફટકારી છે. હવે સરફરાઝ ખાને ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ મેચમાં અડધી સદી ફટકારી છે. આ અંગે સૂર્યકુમાર યાદવે શાનદાર પ્રતિક્રિયા આપી છે.

સરફરાઝ ખાને શાનદાર બેટિંગ કરી હતી

ભારતીય ટીમનો યુવા બેટ્સમેન સરફરાઝ ખાન શાનદાર ફોર્મમાં છે. તેણે ઈંગ્લેન્ડ સામેની સીરીઝમાં જ ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. તેણે પોતાની પ્રથમ ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં અડધી સદી ફટકારી હતી. હવે પાંચમી ટેસ્ટ મેચમાં પણ તેને  વિસ્ફોટક ઇનિંગ રમી હતી. સરફરાઝે ઘણા શાનદાર સ્ટ્રોક ફટકાર્યા. તેણે 60 બોલમાં 56 રન બનાવ્યા જેમાં 8 ફોર અને 1 સિક્સ સામેલ હતી. સરફરાઝે તેની ટેસ્ટ કારકિર્દીની માત્ર પાંચ ઇનિંગ્સમાં ત્રણ અડધી સદી ફટકારી છે. 68 રન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર રહ્યો છે.

Sarfaraz Khan And Shubman Gill

સૂર્યકુમાર યાદવે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ વાત શેર કરી છે

સૂર્યકુમાર યાદવે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી છે, જેમાં તેણે સરફરાઝ ખાનનો ફોટો શેર કર્યો છે અને લખ્યું છે કે ટાઈગર હજુ પણ ભૂખ્યો છે. આ સિવાય સૂર્યાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં રોહિત શર્મા અને શુભમન ગિલના વખાણ કર્યા છે. તેણે ગિલ માટે લખ્યું કે તે વર્ક એથિક્સનું ઉત્તમ ઉદાહરણ છે.

ભારત પાસે 255 રનની લીડ છે

પ્રથમ દાવમાં ભારતીય ટીમ માટે બેટ્સમેનોએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયા તરફથી રોહિત શર્મા અને શુભમન ગીલે સદી ફટકારી હતી. મેચમાં ડેબ્યૂ કરનાર દેવદત્ત પદ્દિકલે અડધી સદી ફટકારી હતી. ભારતના ટોપ-5 ખેલાડીઓએ અડધી સદી ફટકારી હતી. રોહિત શર્માએ 103 અને ગિલે 110 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલ 57 રન બનાવીને આઉટ થયો હતો. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી 8 વિકેટના નુકસાન પર 473 રન બનાવ્યા છે. કુલદીપ યાદવ 27 રન અને જસપ્રીત બુમરાહ 19 રન સાથે ક્રિઝ પર હાજર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:WPL/યુપી વોરિયર્સે ભારે રોમાચંક મેચમાં દિલ્હી કેપિટલ્સને 1 રનથી હરાવ્યું

આ પણ વાંચો:Sports/સનરાઈઝર્સ હૈદરાબાદની જર્સીમાં એવું ખાસ શું છે જેની ચારેબાજુ ચર્ચાઓ થઈ રહી છે…

આ પણ વાંચો:K Williamson/વિલિયમસન અને સાઉથીએ એકસાથે ફટકારી ‘સેન્ચુરી’