બનાસકાંઠા/ પાલિકા દ્વારા દૂકાનદારોને દબાણ દૂર કરવાની નોટિસ આપીને સંતોષ

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં પાલિકા દ્વારા ડો. શ્યામ પ્રસાદ મુખર્જીનામનું 3 માળનું કોમ્પલેક્ષ બનાવેલું છે અને આ કોમ્પ્લેક્સ માં નીચેના ગ્રાઉન્ડ ના વેપારીઓ દ્વારા દુકાનોની આગળ 10 ફૂટ લાંબા પતરાના શેડ બનાવીને દબાણ કરવામાં આવતા અન્ય દુકાનદારો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ધાનેરા પાલિકા પણ આ દબાણો હટાવવા નોટિસો પર નોટિસો આપીને સંતોષ માની રહી છે.

Gujarat Others
દબાણ

બનાસકાંઠાના ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં ડો. શ્યામ પ્રસાદ મુખર્જી નામના કોમ્પલેક્ષમાં ગ્રાઉન્ડ ફોલરના દૂકાનદારોએ ગેરકાયદેસર દબાણ કરતા અન્ય દૂકાનદારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.પાલિકા દ્વારા પણ આ દૂકાનદારોને દબાણ દૂર કરવાની નોટિસ આપીને સંતોષ માની લીધો હોય તેમ લાગી રહ્યું છે.ગ્રાઉન્ડ ફોલરના દૂકાનદારોએ  10 ફૂટ લાંબા પતરાના શેડ બનાવીને દબાણ કર્યું છે. પાલિકાની નોટિસ પછી પણ દબાણ દૂર કરવામાં ના આવતા અન્ય વેપારીઓ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. અને વેપારીઓએ માગ કરી હતી કે, આ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે.

ધાનેરા નગરપાલિકા હદમાં ત્રિકોણીય વિસ્તાર તરીકે ઓળખાતા વિસ્તારમાં 200થી વધુ દબાણની દુકાનો આવેલ હતી. રોડ પૈકીના દબાણો કહીને 2010માં નગરપાલિકા દ્વારા 200 દુકાનો પર બુલડોઝર ફરવી દીધું હતું.આ ત્રિકોનીયાની જગ્યા પર ધાનેરા પાલિકા દ્વારા ત્રણ માળનું કોમ્પલેક્ષ ઊભું કરી દેવામાં આવ્યું અને તેની જાહેર હરાજી કરવામાં આવી હતી આ જાહેર હરાજીમાં 10 લાખથી લઈને 68 લાખ સુધી દુકાનો વેચાઈ હતી. શોપિંગનું નામ ડો. શ્યામ પ્રસાદ મુખર્જી કોમ્પલેક્ષ આપવામાં આવ્યું હતું. અને આ કોમ્પલેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ 34 થી વધુ દુકાનદારો દ્વારા દુકાનો આગળ ૧૦ ફૂટ આ જેટલા પતરા ના શેડ બનાવીને  દબાણ કરવામાં આવતા ઉપરના માળની દુકાનો ઢંકાઈ જતા ઉપરના માળના વેપારીઓ દ્વારા ૧૦ ફૂટના સેડ વાળા દબાણો તોડવા ધાનેરા નગરપાલિકા.

આ છેલ્લા બે મહિનાથી રજૂઆતો કરી રહ્યા છે.. પાલિકા દ્વારા પણ આ પતરામાં સેડો તોડવા ત્રણ વાર નોટ્સીઓ આપવામાં આવી છે છતાં પણ દુકાનો આગળના 10 ફૂટ લાંબા સેડો ખુલ્લા ના થતા મોટી સંખ્યામાં વેપારીઓ ધાનેરા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરવા પહોંચ્યા હતા.

ધાનેરા નગરપાલિકા ના ચીફ ઓફિસને રજૂઆત કરવા માટે પહોંચેલા વેપારીઓનું કહેવું હતું કે  વેપારીઓ દ્વારા તેમની દુકાનો આગળ 10 ફૂટના પતરા ના સેડો કરીને દબાણ કરવામાં આવ્યું છે.. જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર ના વેપારીઓનું કહેવું છે કે જ્યારે પાલિકા પાસેથી દુકાનો જાહેર હરાજીમાં ખરીદવામાં આવી ત્યારે પાલિકા દ્વારા શેડ કરવા માટે મૌખિક મંજૂરી આપવામાં આવી હતી.. તો બીજી તરફ ધાનેરા નગરપાલિકાના ચીફ ઓફિસર રૂડાભાઈ રબારી દ્વારા ત્રિકોનીયાના વેપારીઓને તેમના પતરાના સેડ દૂર કરવા માટે શનિવાર સુધીનો સમય આપવામાં આવ્યો છે.

ધાનેરા નગરપાલિકાના શ્યામ પ્રસાદ મુખરજી કોમ્પ્લેક્સ સહિત અનેક ખાનગી કોમ્પલેક્ષમાં પણ દુકાનદારો દ્વારા આગળના ભાગે 10 થી 15 ફૂટ ના પતરા ના સેડો બનાવીને દબાણ કરવામાં આવી રહ્યું છે છતાં પણ પાલિકા દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા જાહેર રસ્તાઓ પણ સાંકડા બની રહ્યા છે.

આ પણ વાંચો:સુરતમાં સોશિયલ મીડિયામાં વિડીયો બનાવવાના ચક્કરમાં પાંચ યુવાનો ગયા જેલમાં

આ પણ વાંચો:પત્ની અને તેના પ્રેમીને કેરબામાંથી પીવડાવ્યુ કેફી પીણું…પછી ઢોર માર-મારતો બનાવ્યો વીડિયો.. વાંચો સનસનાટીભરી ઘટના

આ પણ વાંચો:દુકાને જઈ રહેલ વૃદ્ધા પર દીપડાનો હુમલો, ઘટનાસ્થળે જ મોત

આ પણ વાંચો:અમરેલીના દામનગર નજીક રખડતા શ્વાનના ટોળાએ 3 વર્ષના બાળકને ફાડી ખાધો