Not Set/ સતત મ્યુટેટ થઇ રહેલા નવા વેરીઅંટને લઇને WHOની સાથે વૈજ્ઞાનિકોની પણ ચિંતા વધી

વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે વાયરસ ૩૨થી વધારે મ્યુટેશન જોવા મળ્યા છે. બીજા વેરીઅંટની સરખામણીમાં આ વધારે ટેંશનવાળી વાત છે.

Top Stories World
a1 5 સતત મ્યુટેટ થઇ રહેલા નવા વેરીઅંટને લઇને WHOની સાથે વૈજ્ઞાનિકોની પણ ચિંતા વધી

વારંવાર રૂપ બદલતા કોરોના વાયરસના એક નવા વેરીઅંટે દુનિયાભરમાં ફરી ખળભળાટ મચાવી દીધો છે. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે આ વેરીઅંટ ૩૨ વાર મ્યુટેટ થયું છે. માનવામાં આવી રહ્યુ છે કે તે ખુબ ઝડપથી સંક્રમણ ફેલાવી રહ્યુ છે. આ નવા વેરીઅંટના ટેંશનથી દુનિયા ફરી એલર્ટ બની ગઇ છે.  તેને લઇને અનેક દેશોએ પ્રોટોકોલ મજબૂત બનાવી દીધા છે.

World Corona Vaccine

કોરોના વાયરસન નવા વેરીઅંટથી ફરી એકવાર દુનિયા ચિંતામાં આવી ગઇ છે. જ્યારે કેટલાય દેશોમાં કોવિડ-૧૯ ફરીથી માથું ઉંચકી રહ્યો છે. ત્યારે ફરી વાર એક નવા વેરીઅંટે સૌ કોઇને ડરાવી દીધા છે. તમને જણાવી દઇએ કે, આ નવો વેરીઅંટ સાઉથ આફ્રિકામાં મળી આવ્યો છે. કહેવામાં આવી રહ્યુ છે કે આ ખુબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અને તેનું મ્યુટેશન ૩૨ વાર થઇ ચૂકયુ છે. આ વેરીઅંટને B.1.1.529 નામ આપવામાં આવ્યુ છે.

corona 4 સતત મ્યુટેટ થઇ રહેલા નવા વેરીઅંટને લઇને WHOની સાથે વૈજ્ઞાનિકોની પણ ચિંતા વધી

આ વેરીઅંટને લઇને આખી દુનિયા સતર્ક બની ગઇ છે. ભારત સરકારે પણ તમામ રાજ્યોને એલર્ટ રહેવાના આદેશ આપ્યા છે. આરોગ્ય મંત્રાલયે કોવિડના નવા વેરીઅંટથી પ્રભાવિત દેશોમાંથી આવી રહેલા લોકોનું સ્ક્રિનિંગ કરવા માટેના આદેશ આપ્યા છે. ભારત આવી રહેલા તમામ આંતરરાષ્ટ્રિય યાત્રીઓની કોરોના તપાસ કરાવાશે. તાજેતરામાં  વિઝા પ્રતીબંધોમાં ઢીલ અને ઇન્ટરનેશનલ ટ્રાવેલમાં છુટ આપવામાં આવી હતી. તેવામાં આ વેરીઅંટને લઇને સતર્કતા રાખવામાં આવી રહી છે. રેપિડ ટેસ્ટિંગ પર પણ ભાર આપવામાં આવી રહ્યો છે.

World Corona Vaccine

સતત મ્યુટેટ થઇ રહેલા આ વેરીઅંટને લઇને WHOની સાથે વૈજ્ઞાનિકોની પણ ચિંતા વધી ગઇ છે. ૩૨થી વધારે વાર મ્યુટેશન એટલે કે રૂપ બદલવાનુ સૌથી વધારે ખતરાની વાત છે. બીજી લહેરમાં ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરીઅંટ આવી જ રીતે મ્યુટેટ થઇને જીવલેણા સાબિત થયા હતા. સૌથી વધારે ચિંતાની વાત એ છે કે હાલની વેક્સિન આ વેરીઅંટ સામે અસરકારક છે કે નહી તેનો અભ્યાસ ચાલી રહ્યો છે. તેમાં સમય લાગી શકે છે. તેવામાં આશંકા બતાવાઇ રહી છે કે  ત્યાં સુધીમાં આ વેરીઅંટ તબાહી મચાવી શકે છે.

corona 3 સતત મ્યુટેટ થઇ રહેલા નવા વેરીઅંટને લઇને WHOની સાથે વૈજ્ઞાનિકોની પણ ચિંતા વધી

કહેવામાં આવી રહયુ છે કે જે પણ લોકો આ દેશમાંથી ભારત આવશે, તેમને એક સખત સ્ક્રિનિંગમાંથી પસાર થવું પડશે. આ બધુ એટલા માટે કારણ કે, આફ્રિકાને એટ રીસ્ક વાળી કેટેગરીમાં રાખવાની તૈયારી છે. સરકારની આ સતર્કતા પાછળ કારણ વ્યાજબી છે. બીજી લહેરમાં કોરોના વાયરસે ભારતમાં જબરજસ્ત કહેર મચાવ્યો હતો. અને કોરોના ડેલ્ટા વેરીઅંટને તેના માટે સૌથી વધુ જવાબદાર માનવામાં આવ્યો હતો. યુરોપ અને બીજા દેશોમાં કહેર વરસાવી રહેલો ડેલ્ટા વેરીઅંટના લીધે અનેક ભારતીયો પોતાના દેશ પર ત આવી ગયા છે. જો એરપોર્ટ પર ક્યાંક ચૂક થઇ તો., ધીરે ધીરે.. આ વેરીઅંટ દેશમાં પગપેસારો કરી શકે છે.  તેવામાં કેન્દ્ર સરકાર કડક હાથે કામ લઇ રહી છે.

corona સતત મ્યુટેટ થઇ રહેલા નવા વેરીઅંટને લઇને WHOની સાથે વૈજ્ઞાનિકોની પણ ચિંતા વધી

તેની વચ્ચે WHOની ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપે મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠકમાં નવા વેરીઅંટને લઇને મંથન થવાનું છે. WHOનું કહેવુ છે કે આ વેરીઅંટ પર હજુ રીસર્ચ કરવાની જરૂર છે. સૌથી વધારે જરૂરી વધારેમાં વધારે લોકોને કોરોનાની વેક્સીન મળે કારણ કે, વાયરસ સામે લડવામાં મદદ મળે, તે ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યુ છે કે, કોરોનાના આ વેરીઅંટને એક ગ્રીક નામ આપવામાં આવ્યુ છે. જેમ કે ડેલ્ટા અને આલ્ફા નામ રાખવામાં આવ્યા છે.

corona 4 સતત મ્યુટેટ થઇ રહેલા નવા વેરીઅંટને લઇને WHOની સાથે વૈજ્ઞાનિકોની પણ ચિંતા વધી

સાઉથ આફ્રિકાના વેરીઅંટને પણ એક નામ આપવામાં આવશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ વેરીઅંટમાં મલ્ટી મ્યુટેશનની તાકાત છે. અને એટલા માટે તે ચિંતાની વાત છે. હવે તેની તપાસ થઇ રહી છે કે કોવિડ વેક્સિન તેની સામે કેટલી અસરકારક છે.

corona 1 સતત મ્યુટેટ થઇ રહેલા નવા વેરીઅંટને લઇને WHOની સાથે વૈજ્ઞાનિકોની પણ ચિંતા વધી

આ નવા વેરીઅંટને લઇને સૌથી વધારે ચિંતા એટલા માટે છે કે  હજુ સુધી એ ખબર પડી શકી નથી કે, તે કેટલી ઝડપથી ફેલાઇ શકે છે. જે જાણકારી સામે આવી છે, તે માત્ર વેરીઅંટના મ્યુટેશનને લઇને છે. અને આ મ્યુટેશનમાં અસાધારણ મ્યુટેશન જોવા મળ્યા છે. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે વાયરસ ૩૨થી વધારે મ્યુટેશન જોવા મળ્યા છે. બીજા વેરીઅંટની સરખામણીમાં આ વધારે ટેંશનવાળી વાત છે. આ વેરીઅંટ પર વેક્સીન કેટલી અસર કરશે. જો કે દુનિયા સામે હજુ વધારે વિકલ્પ પણ નથી. અને તેના લીધે બીજા દેશોએ પણ કડક પગલાં દેવાનું શરૂ કરી દીધું છે.

કેસમાં

તમને જણાવી દઇએ કે આ નવા વેરીઅંટના લીધે બ્રિટન, ઇઝરાયલ અને સાઉથ આફ્રિકા, બોત્સવાના અને બીજા ચાર આફ્રિકી દેશોએ ફ્લાઇટ પર પ્રતિબંધ મુકી દીધો છે. ઓસ્ટ્રેલિયાએ પણ આ ચાર દેશમાંથી આવી રહેલા યાત્રીઓને લઇને  નિયમો વધારે કડક બનાવી દેવાયા છે. ભારતના તમામ રાજ્યોને પણ એલર્ટ રહેવાના આદેશો અપાયા છે.

Business / ટાટા, બિરલા અને રિલાયન્સને RBIનો ફટકો, બેન્કિંગ સેક્ટરમાં પ્રવેશવાની આશા પર પાણી