Not Set/ જુઓ, આજની હેડલાઈન

12:45 કઝાકિસ્તાન: અકતોબમાં બસમાં આગ લાગવાથી ૫૫ મુસાફરો જીવતા ભુંજાયા હતા. બસમાં સ્પાર્ક થવાથી આગ ભડકી હતી. બસમાં સવાર મુસાફરો કઝાકિસ્તાનના રહેવાસી હતા. આ ઘટનામાં ૩ લોકોનો બચાવ કરવામાં આવ્યો હતો. —————————————————————————————————— ભાજપના મંત્રી પુરષોત્તમ સોલંકીને સારું ખાતું ન ફાળવતાં કોળી સમાજે નારાજગી બતાવી છે. ત્યારે કોંગ્રેસના  કુંવરજી બાવળિયા અને ભાજપના પુરુષોત્તમ સોલંકી શક્તિ પ્રદર્શનના મૂડમાં […]

Gujarat
PARTH 6 જુઓ, આજની હેડલાઈન

12:45

કઝાકિસ્તાન: અકતોબમાં બસમાં આગ લાગવાથી ૫૫ મુસાફરો જીવતા ભુંજાયા હતા. બસમાં સ્પાર્ક થવાથી આગ ભડકી હતી. બસમાં સવાર મુસાફરો કઝાકિસ્તાનના રહેવાસી હતા. આ ઘટનામાં ૩ લોકોનો બચાવ કરવામાં આવ્યો હતો.

——————————————————————————————————

ભાજપના મંત્રી પુરષોત્તમ સોલંકીને સારું ખાતું ન ફાળવતાં કોળી સમાજે નારાજગી બતાવી છે. ત્યારે કોંગ્રેસના  કુંવરજી બાવળિયા અને ભાજપના પુરુષોત્તમ સોલંકી શક્તિ પ્રદર્શનના મૂડમાં છે. ભાજપ-કોંગ્રેસ પાર્ટી પ્રત્યે નારાજગી દર્શાતા કોળી સમાજએ અમિત શાહ અને રાહુલ ગાંધીને પત્ર પાઠવ્યો છે.

——————————————————————————————————

અમરેલી : રાજુલાના બાબરીયાધારમાં વર્ષ ૨૦૧૨માં ૧ યુવકની હત્યા કરવા આવી હતી. તે મામલે કોર્ટનો ચુકાદો આવી ગયો છે. આ ચુકાદામાં  ૪ શખ્સને ૧૫૦૦૦ રૂપિયાનો દંડ અને સાથે સાથે આજીવન કેદ સજા ફટકારવામાં આવી છે.

——————————————————————————————————સાબરકાંઠા : હિંમતનગરના દેધરોટા ગામની સીમમાંથી ગુમ બાળકીનો પાંચ દિવસે અર્ધ નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ માળી આવ્યો છે.  દુષ્કર્મ બાદ બાળકીની હત્યા કરાઈ હોવાની આશંકા સાથે પોલીસે તપાસ હાથ ધરવામાં આવી છે.

——————————————————————————————————સાબરકાંઠા : ઇડરગઢ બચાવો સમિતિ દ્વારા આવતી કાલે ઇડર બંધનું એલાન કરવામાં આવ્યું છે. સમિતિ દ્વારા ટાવરથી રેલી યોજી પ્રાંત અધિકારીને ઇડરગઢ પર ખનન અટકાવવા બદલ  આવેદનપત્ર આપવામાં આવશે

—————————————————————————————————— તાપી : વ્યારા સિવિલ હોસ્પિટલમાં પૂરતા બેડની સુવિધાઓ ન હોઈ દર્દીઓ જમીન પર સુઈને પોતાની સારવાર કરાવી રહ્યા છે.