Not Set/ જુઓ,આજની હેડલાઈન

12:00pm મહેસાણા: બહુચરાજીમાં રામ પેટ્રોલ પંપ પાસે  હિટ એન્ડ રનમાં અજાણ્યા વાહનચાલકે એક રાહદારીનું ટક્કર મારતા રાહદારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ટક્કર મારી વાહન ચાલક ફરાર થયો હતો. —————————————————————————————————— અંબાજી:  જેતવાસ ગામમાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ફાંસી લગાવી આપઘાત કર્યો હતો. આ વિદ્યાર્થીનું આત્મહત્યા કરવાનું કારણ હજુ પણ અકબંધ છે. પોલીસ ઘટના […]

Gujarat
PARTH 2 જુઓ,આજની હેડલાઈન

12:00pm

મહેસાણા: બહુચરાજીમાં રામ પેટ્રોલ પંપ પાસે  હિટ એન્ડ રનમાં અજાણ્યા વાહનચાલકે એક રાહદારીનું ટક્કર મારતા રાહદારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ટક્કર મારી વાહન ચાલક ફરાર થયો હતો.

——————————————————————————————————

અંબાજી:  જેતવાસ ગામમાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ફાંસી લગાવી આપઘાત કર્યો હતો. આ વિદ્યાર્થીનું આત્મહત્યા કરવાનું કારણ હજુ પણ અકબંધ છે. પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

——————————————————————————————————

અમદાવાદ: ગોતા બ્રિજ પર નિર્માણ સ્કૂલની વાન અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત  સ્કૂલવાનમાં સવાર બાળકોને સામાન્ય ઇજા પહોંચી હતી.

—————————————————————————————————–

અમરેલી: વડીયાના હનુમાન ખીજડિયા ગામે માતાએ રસોઈ અંગે ઠપકો આપતા યુવતીએ ઝેરી દવા પિતા  અમદાવાદની હોસ્પીટલમાં સારવાર માટે લઇ આવવામાં આવી હતી. સારવાર દરમિયાન યુવતી મોત નીપજ્યું હતું.

—————————————————————————————————–

દાહોદ: દેવગઢ બારીયા અને ઝાલોદ પાલિકાની ચૂંટણીના પ્રચાર આજથી બંધ થશે.

—————————————————————————————————

અરવલ્લી: ભીલોડાના અનેક વિતારોમાં લોકોએ માર્જિનની જગ્યામાં દબાણો કરતાં તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ વ્યકત કર્યો હતો.

————————————————————————————————–

અરવલ્લી: અરવલ્લી જિલ્લાના 92 ગામડાંમાં પાણી માટે કામગીરીનો એક્શન પ્લાન તૈયાર કરાયો, 16 ગામડાઓમાં ટેન્કરથી પાણી પૂરું પાડવામાં આવશે.

————————————————————————————————-

બનાસકાંઠા: વાવ તાલુકાના ગંભીરપુરા ગામે બે માસ અગાઉ થયેલ હત્યાનો ભેદ ઉકેલ્યો છે. વાવ પોલીસે આરોપીને પાલનપુરમાંથી દબોચી લીધો છે.

————————————————————————————————-

બનાસકાંઠા: ધાનેરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માં વોર્ડ નંબર એક ના ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના  ઉમેદવારો ધ્વરા લોકોને દારૂ ન આપવા માટે સોગંધ વિધિ કરી કરવામાં આવી હતી. જે દારૂ આપે તેને એક લાખ દંડ કરવાની પણ જોગવાઈ કરવામાં આવશે.

————————————————————————————————-

બનાસકાંઠા: ગુજરાત રાજ્ય બાદ દીપડો રાજસ્થાનના કિલવા ગામે પહોંચી એક યુવક ને ઘાયલ કરતા  આજુબાજુના ગામો તંત્રએ સાવધાન રહેવાની સૂચના આપી હતી. આ મામલે સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો હતો.

————————————————————————————————-