Not Set/ જુઓ,આજની હેડલાઈન

1:00 મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવાયા બાદ આનંદીબેન પટેલનો આજે સાંજે કમલમ ખાતે અભિનંદન સમારોહ યોજાશે.. આ  સમારોહમાં મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી સહિત અગ્રણીઓ હાજર રહેશે.૨૩જાન્યુઆરીએ આનંદીબેન રાજ્યપાલ પદના શપથ લેશે. ત્યાર બાદ ૨૬ જાન્યુઆરીએ મધ્યપ્રદેશમાં ધ્વજવંદન કરશે. —————————————————————————————————- ગાંધીનગર : રાજ્યપાલ બન્યા બાદ આનંદીબહેન પટેલે નિવેદનમાં જણાવ્યું હતું કે રાજ્યપાલની જવાબદારી સોંપવા બદલ આભાર માનું છું અને હું રાજ્યપાલ […]

Gujarat
PARTH 8 જુઓ,આજની હેડલાઈન

1:00

મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવાયા બાદ આનંદીબેન પટેલનો આજે સાંજે કમલમ ખાતે અભિનંદન સમારોહ યોજાશે.. આ  સમારોહમાં મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી સહિત અગ્રણીઓ હાજર રહેશે.૨૩જાન્યુઆરીએ આનંદીબેન રાજ્યપાલ પદના શપથ લેશે. ત્યાર બાદ ૨૬ જાન્યુઆરીએ મધ્યપ્રદેશમાં ધ્વજવંદન કરશે.

—————————————————————————————————-

ગાંધીનગર : રાજ્યપાલ બન્યા બાદ આનંદીબહેન પટેલે નિવેદનમાં જણાવ્યું હતું કે રાજ્યપાલની જવાબદારી સોંપવા બદલ આભાર માનું છું અને હું રાજ્યપાલ તરીકેની બધી જ જવાબદારી સુપેરે નિભાવીશ.

—————————————————————————————————-

દિલ્હી : ૨૨ જાન્યુઆરી પીએમ નરેન્દ્ર મોદી સ્વિટ્ઝરલેન્ડ મુલાકાતે જશે. ત્યાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં પીએમ  મોદી સંબોધન કરશે.


બનાસકાંઠા : થરાદમાં ઉઘરાણી કરવા આવેલા શખ્સો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આ ઉઘરાણી કરનાર શખ્સો ઘરમાં ઘુસી યુવકને માર મારી તેની પત્નીની છેડતી કરતા હતા. આ મામલે બે ઇસમો સામે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે.

—————————————————————————————————

સાબરકાંઠા : ઇડર ગઢ બચાવો સમિતિ દ્વારા ઇડર બંધનું એલાન કરવામાં આવ્યું છે. પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપશે. આ રેલી ઇડર ટાવર ચોકમાં યોજવામાં આવી છે. જેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે.

————————————————————————————————–

બિહાર : બોધગયાના મંદિરમાંથી ૪ બોંબ મળી બોંબ સ્કવોર્ડે તપાસ હાથ ધરી હતી.વિસ્ફોટકને ફલ્ગુ નદીમાં ડિફ્યુઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

————————————————————————————————–

બનાસકાંઠામાં કરણીસેના દ્રારા પદ્માવતી ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો.કરણીસેનાના કાર્યકરોએ અંબાજી-પાલનપુર હાઇવે જામ કર્યો હતો.