Stock Market/ સેન્સેક્સ પહેલીવાર 62,000 ને પાર, બજારમાં જોવા માટે મળી તહેવારોની અસર

ભારતીય શેરબજારે પહેલીવાર મંગળવારે 62,000નો આંકડો પાર કર્યો છે. સેન્સેક્સ 391 અંકના ઉછાળા સાથે 62,156.48 પર ખુલ્યું છે.

Business
NSE BSE સેન્સેક્સ પહેલીવાર 62,000 ને પાર, બજારમાં જોવા માટે મળી તહેવારોની અસર

ભારતીય શેરબજારે પહેલીવાર મંગળવારે 62,000નો આંકડો પાર કર્યો છે. સેન્સેક્સ 391 અંકના ઉછાળા સાથે 62,156.48 પર ખુલ્યું છે. ભારતીય શેરબજારમાં છેલ્લા એક અઠવાડિયાથી ઉછાળો જોવા માટે મળી રહ્યો છે.  માર્કેટમાં તહેવારોની અસર જોરશોરથી દેખાઈ રહી છે.

શેર બજાર ખુલતાની સાથે જ  394 અંકના ઉછાળા સાથે 62,159.29 પર પહોચી ગયો હતો. NSE નિફ્ટી પણ 125 અંકના ઉછાળા સાથે 18,602.35 પર  પહોચી ગઈ હતી.

આંતરરાષ્ટ્રીય બજારની પરિસ્થિતિ હમણાં મજબૂત દેખાઈ રહી છે. અમેરિકામાં  S & P તથા  નાસ્કડેક લીલા રંગના નિશાન સાથે બંધ થયું છે. એપલની નવી પ્રોડક્ટ આવવાના કારણે ટેકનોલોજી અને કોમ્યુનિકેશન કંપનીને લઇ આશાવાદ દેખાઈ રહ્યો છે.

એશિયાઈ બજાર પણ મંગળવારે સવારે લીલા રંગના નિશાન સાથે ખુલ્યું હતું. જાપાનનું Nikkei 225 0.43%  અને ટોપિક્સ ઇન્ડેક્સ 0.14 ટકા મજબૂત થયું છે. દક્ષિણ કોરિયાનું કોસ્પી 0.51 ટકા મજબૂત થયું છે. સિંગાપોરનું SGX નિફ્ટી પણ લીલા નિશાન સાથે ખુલ્યું છે. જેના કારણે ભારતીય શેરબજારમાં તેજી જોવા માટે મળી રહી છે.