Stock Market/ શેરબજારમાં તેજી પર બ્રેક સેન્સેક્સ 69700ની નીચે ખૂલ્યો, નિફ્ટી Red નિશાન સાથે થઈ રહ્યો છે ટ્રેડ

આજે બજારમાં સતત સાત ટ્રેડિંગ સેશનના ઉછાળા બાદ આજે આઠમા દિવસે બજારના ઉછાળાનો ટ્રેન્ડ અટકી ગયો છે.

Top Stories Business
મૃત્યુદરમાં થશે ઘટાડો 20 શેરબજારમાં તેજી પર બ્રેક સેન્સેક્સ 69700ની નીચે ખૂલ્યો, નિફ્ટી Red નિશાન સાથે થઈ રહ્યો છે ટ્રેડ

આજે સ્થાનિક શેરબજારમાં તેજીના વલણમાં બ્રેક વાગી છે. બજારની શરૂઆત મિશ્ર વલણ સાથે જોવા મળી છે. સેન્સેક્સ મામૂલી ઉછાળા સાથે ખુલ્યો છે અને નિફ્ટી ઘટાડા સાથે ખુલ્યો છે. આ રીતે સતત સાત ટ્રેડિંગ સેશનના ઉછાળા બાદ આજે આઠમા દિવસે બજારના ઉછાળાનો ટ્રેન્ડ અટકી ગયો છે.

આજે, BSE સેન્સેક્સ 40.42 ટકાના મામૂલી વધારા સાથે 69,694 પર ખુલ્યો હતો અને NSE નિફ્ટી 5.30 પોઇન્ટના મામૂલી ઘટાડા સાથે 20,932 પર ખુલ્યો હતો. ગઈકાલના કારોબારમાં સેન્સેક્સ 69,653ના સ્તરે અને નિફ્ટી 20,937ના સ્તરે બંધ થયા હતા.

ગઈકાલે સેન્સેક્સ અને નિફ્ટીએ ઉચ્ચ સ્તરની સપાટી વટાવી હતી. નિફ્ટી ઉચ્ચ સ્તર 20,961.95 અને સેન્સેક્સ ઉચ્ચ સ્તર 69,744.62 સપાટી વટાવી હતી. સ્થાનિક શેરબજાર સતત તેજીના તબક્કામાં જઈ રહ્યું હતું અને એવી ધારણા હતી કે નિફ્ટીમાં આ સપ્તાહે 21000નું સ્તર જોવા મળી શકે છે. જોકે, આજે બજારની તેજીનો લાભ લેવાના પ્રયાસો શરૂ થયા હોય તેવું લાગી રહ્યું છે જેના કારણે રોકાણકારો કે વેપારીઓ નફો બુક કરી રહ્યા છે.

હાલમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાના ચૂંટણી પરિણામો બાદ અદાણી ગ્રુપના શેરોમાં જબરજસ્ત ઉછાળો થયો છે. મંગળવારનો દિવસ અદાણી જૂથ માટે વધુ મંગળમય થયો હતો. મંગળવારના દિવસે અદાણીના શેરોમાં 20 ટકા સુધીનો જબરજસ્ત વધારો થયો. જેના બાદ અદાણી ગુપની નેટવર્થમાં જબરદસ્ત વધારો થતા ગૌતમ અદાણી બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં પાંચ સ્થાન ઉપર ચઢીને 15મા સ્થાને પહોંચી ગયા છે. અગાઉ ગૌતમ અદાણી વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં 20મા સ્થાને હતા. જ્યારે ભારતના અબજોપતિ ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એમડી મુકેશ અંબાણી બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં 13મા ક્રમે છે. હવે અદાણી અંબાણીથી બે સ્થાન જ દૂર છે.

આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :