બેદરકારી/ ભાવનગરની સર ટી હોસ્પિટલમાં તંત્રની ઘોર બેદરકારી, દર્દીને જમીન પર સુવડાવી કરાઈ સારવાર

ભાવનગરના સર ટી હોસ્પિટલમાં કોરોના ઓપીડીમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે અને આ મામલે એક વિડીયો પણ વાયરલ થયો છે. આ વિડીયો બાદ કલેકટર સહિત આરોગ્ય કાફલો હોસ્પિટલની મુલાકાતે છે

Gujarat Others Trending
A 97 ભાવનગરની સર ટી હોસ્પિટલમાં તંત્રની ઘોર બેદરકારી, દર્દીને જમીન પર સુવડાવી કરાઈ સારવાર

ભાવનગરના સર ટી હોસ્પિટલમાં કોરોના ઓપીડીમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે અને આ મામલે એક વિડીયો પણ વાયરલ થયો છે. આ વિડીયો બાદ કલેકટર સહિત આરોગ્ય કાફલો હોસ્પિટલની મુલાકાતે છે ત્યારે OPD ની તપાસ બાદ દર્દીને બેડના બદલે જમીન પર સુવડાવીને ઓક્સિજન આપી હોસ્પિટલ પોતાની અવ્યવસ્થાને સ્વીકારી રહ્યું નથી અને વ્યવસ્થા કરવાને બદલે ગાજી રહ્યા છે

ભાવનગરની સ્થિતિ જોઈએ તો, ધહેરમાં રોજના 60 ઉપર કોરોનાના કેસ આવી રહ્યા છે અને સર ટી હોસ્પિટલમાં 275 બેડ હોવાના બણગાં ફૂંકતું તંત્રની પોલ એક દર્દીના સગાએ રાત્રીનો વિડીયો ઉતારીને છતી કરી દીધી છે. વાયરલ વીડિયોને શક્તિસિંહ ટ્વીટ કર્યું અને બાદમાં સર ટી હોસ્પિટલમાં દર્દીઓની હાલત ઘેટાં બકરા જેવી હોય તેવું પ્રતિત કરતો વિડીયો ખૂબ વાયરલ થયો છે.

A 96 ભાવનગરની સર ટી હોસ્પિટલમાં તંત્રની ઘોર બેદરકારી, દર્દીને જમીન પર સુવડાવી કરાઈ સારવાર

આ વીડિયોમાં OPD વિભાગમાં પ્રાથમિક તબક્કે તપાસ કરીને બિલ્ડીંગની લોબીમાં નીચે સુવડાવી દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે તો રાત્રે ડોકટર પણ નથી. વિડીયો વાયરલને લઈને પ્રજામાં રોષ ફેલાયો છે અને સરકાર સામે લાલઘૂમ છે.

આ પણ વાંચો :“મેં તને સાચો પ્રેમ કર્યો પણ તે મારી સાથે દગો”કહી MBBS ના વિદ્યાર્થીએ કર્યો આપઘાત

વિડીયો વાયરલ થયા બાદ સુપરિટેન્ડન્ટનો લુલો બચાવ

ભાવનગર સર રી હોસ્પિટલમાં OPD ની અવ્યવસ્થાને પગલે હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો જયેશ બ્રહ્મભટ્ટ સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે ,વિડીયો વાયરલ થયો છે તેમ દરેક દર્દીઓને ઓક્સિજન આપવામાં આવે છે એટલે સારવાર થઈ છે જ્યારે નીચે જમીન પર સુવડાવા પર કહ્યું હતું કે OPDમાં તપાસ બાદ તાત્કાલિક ઓક્સિજન આપવામાં આવે અને બાદમાં તેમને શંકાસ્પદ વોર્ડમાં દાખલ કરવામાં આવે છે એટલે કોઈ આવી અવ્યવસ્થા નથી. જો કે સવાલોના જવાબ આપવામાં લુલો બચાવ કર્યો હતો સુપ્રીટેન્ડન્ટએ અને અવ્યવસ્થા નહિ હોવાનું જણાવતા રહ્યા હતા.

મંતવ્ય ન્યુઝના અહેવાલ બાદ જિલ્લા કલેક્ટર સહિતનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો

જોકે આ સમગ્ર મામલે મંતવ્ય ન્યૂઝ એ પોતાના અહેવાલો રજૂ કર્યા હતા. અને સર ટી હોસ્પિટલમાં વાયરલ થયેલ વિડિયો અંગે અન્ય દર્દીઓના સગાઓ સહિતના લોકોના મંતવ્ય લીધા બાદ મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જેને લઇને ભાવનગર વહીવટી તંત્ર સાધુ બન્યું હતું. ભાવનગર જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, કમિશનર ગાંધી અને ભાવનગર જિલ્લા તેમજ મનપા આરોગ્ય અધિકારીઓ સહિતનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

આ પણ વાંચો : હું એક સારો દીકરો ન બની શક્યો, એમ કહી એન્જિનિયરે કર્યો આપઘાત

સર ટી હોસ્પિટલ ખાતે તમામ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઇ હતી. અને આ બેઠક બાદ આગામી દિવસોમાં કોરોનાના દર્દીઓ તેમના સગા સંબંધીઓ અને અન્ય લોકોને મુશ્કેલી થાય તેવી તકેદારી રાખવા સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

આ મુદ્દે કલેકટરે સુપ્રીટેન્ડન્ટ ડો જયેશ બ્રહ્મભટ્ટ સાથે વાતચીત કરી સમીક્ષા કરી છે. જો કે કલેકટરએ સર ટી હોસ્પિટલની મુલાકાત પહેલા જણાવ્યું છે કે રાત્રે વિડીયો વાયરલ થયો તેમાં શિફ્ટ બદલાતી હતી તેથી ડોક્ટરો ન હતા એટલે તેવી કોઈ ગંભીર સ્થિતિ નથી. પણ હોસ્પિટલની મુલાકાત બાદ કલેક્ટરએ કશું કહેવાનો ઇનકાર કર્યો છે. અને બાદમાં ઇન્ટરવ્યૂ મીડિયાને આપશે તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચો :રાજકોટમાં વધુ ત્રણ ટેસ્ટિંગ બુથ અને 104 સેવામાં વધું 10 વાહનોનો ઉમેરો કરાશે : મ્યુ.કમિ. અગ્રવાલ

આ પણ વાંચો : છેલ્લાં 24 કલાકમાં 3575 નવા કોરોના કેસ ,22 ના મોત