Not Set/ સ્વદેશી અંગે સંઘના આક્રમક વલણના અનેક અર્થઘટનો

એમેઝોન બાબતમાં સંઘના મુખપત્રમાં પ્રસિદ્ધ કરાયેલી વિગતો મોદી સરકાર સામે સીધો પ્રહાર નથી તો બીજું શું છે ? શું વર્તમાન સરકાર પોતાની પિતૃ સંસ્થાના આદર્શોને ભૂલી ગઈ ?

India Trending
rss 2 સ્વદેશી અંગે સંઘના આક્રમક વલણના અનેક અર્થઘટનો

‘નમામિ સદા વત્સસમ્‌ વંદે માતૃભૂમિ’ એ ‘વંદે માતરમ’ના નારા સાથે માતૃભૂમિને રાષ્ટ્રવાદને અગ્રતા આપનાર સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ વર્તમાન સત્તાધારી પક્ષ ભાજપના પૂરોગામી પક્ષ જનસંઘનો જન્મદાતા છે. સંઘ રાજકીય નહિ પણ રાષ્ટ્રભક્તિના નાદને બુલંદ રાખનાર સંસ્થા છે. કોંગ્રેસ ભલે અવારનવાર આ સંગઠનને અને તેની વિચારધારાને ભાજપના કારણે વખોડતી હોય, પરંતુ સાથોસાથ એ વાત પણ નોંધવી પડે તેમ છે કે ભાજપ અત્યારે જે મનમોહનસિંઘને પણ સારા કહેવડાવે તે રીતે ઉદારીકરણના માર્ગે આગળ વધી રહ્યો છે અને વિવિધ નામો બદલાવી સરકારી સંપત્તિ બાદ હવે સરકારી પડતર જમીનોમાંથી રોકડી કરવાનો પ્રયાસ કરે છે તેનાથી કેટલાક ભક્તો સિવાય બધા નારાજ છે. તાજેતરમાં વિદેશી કંપનીઓ સાથે બેઠકો કરી તેને ભારતમાં લાવવા પ્રયાસો કરી રહેલા મોદીની નીતિ એ દેશના વ્યાપારી અને ઔદ્યોગિક હિતો નુકસાન કરનારી છે. તાજેતરમાં આર.એસ.એસ.ના મુખપત્ર ગણાતા પંચજન્યમાં જે લેખ પ્રસિદ્ધ થયો છે તેમાં મોદી સરકાર પર આડકતરા પ્રહાર કરીને તેને ચેતવણી પણ આપી છે. આ વાત લોકોમાં હાલના તબક્કે ચર્ચાનો વિષય બની છે તે વાત નોંધ્યા વગર ચાલે તેમ નથી.

jio next 5 સ્વદેશી અંગે સંઘના આક્રમક વલણના અનેક અર્થઘટનો
એમેઝોનની ઝાટકણી કાઢતા પાંચજન્મયના લેખમાં આ કંપનીની સરખામણી ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે કરાઈ છે. એવો ભય પણ વ્યક્ત કરાયો છે કે આ કંપની જતે દહાડે દેશ પર કબ્જાે કરી લેશે. આ લેખમાં એવો આક્ષેપ પણ મૂકવામાં આવ્યો છે કે આ કંપનીએ પોતાને માફક આવે તે પ્રકારની નીતિ બનાવવા માટે કરોડો રૂપિયાની લાંચ ચૂકવી છે. આનો આડકતરો અર્થ કે કે કેટલાક વિશ્લેષકો એવો પણ કરી રહ્યા છે કે જાે સંઘનો આ આક્ષેપ સાચો હોય તો વર્તમાન સરકારના કોઈપણ સામે લાંચ લેવાનો આક્ષેપ કર્યો છે. આ લેખમાં સરકારની ઘણી નીતિઓની ટીકા છે. આકંપનીના છોતરા ફાડી નાખે તેવી ટીકાઓ થઈ છે. બીજાે જાેગાનુજાેગ એ થયો છે કે મોદી પોતાનો વિદેશપ્રવાસ પૂર્ણ કરીને આવ્યાને બીજા જ દિવસે આ લેખ પ્રસિદ્ધ થયો છે. વડાપ્રધાને પોતાના અમેરિકાના રોકાણ દરમિયાન અમેરિકાની પાંચ જેટલી ખ્યાતનામ ગણાતી કંપનીઓના સીઈઓ સાથે પણ મંત્રણા કરી હતી. આ કંપનીઓને ભારત કરી હતી. આ કંપનીઓને ભારત આવવા આમંત્રણ પણ અપાયું છે. સંઘ પ્રથમથી જ વિદેશી બનાવટ અને વિદેશી કંપનીઓનો પહેલેથી વિરોધી છે. સંઘના એક પ્રચારક વડાપ્રધાન હોય, સંઘના નીતીન ગડકરી સહિતના કેટલાંક આગેવાનો પણ પ્રધાનમંડળમાં હોય તેવે સમયે સંઘના મૂળભુત સિધ્ધાંતો પૈકીના એક એવા ‘સ્વદેશી’ને નુકસાન કરે તેવા નિર્ણયો લેવાય તે સંઘને ગમે નહિ તે સ્વભાવિક છે.

rss સ્વદેશી અંગે સંઘના આક્રમક વલણના અનેક અર્થઘટનો
એલ.આઈ.સી.માં જે એફ.ડી.આઈ.ની છૂટ અપાઈ તેમાં ચીનની કંપનીો પણ ઘૂસી શકે છે તેવો ભય સૌપ્રથમ વખત સંઘ દ્વારા જ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જાે કે દેશના જેટલા અર્થશાસ્ત્રીઓ – નિષ્ણાતો જેટલાએ આ અંગે અભિપ્રાયો વ્યક્ત કર્યા તેમાં બધાનો એક જ સમાન સૂર હતો કે લાખો પોલીસીધારકો ત્રણ લાખથી વધુ કર્મચારીઓ અને મબલખ નફો કરતી આ જાહેર ક્ષેત્રની કંપનીમાં બહારની કંપનીઓને હિસ્સો આપી સરકાર શું મેળવવા માગે છે ? એલ.આઈ.સી. જાે ખોટમાં ચાલતું સાહસ હોય અને સરકાર આવું કાંઈ વિચારે તો સમજી શકાય પણ આ જાહેર ક્ષેત્રની કંપનીનો એક હિસ્સો વિદેશી કંપનીના હાથમાં સોંપવા પાછળનું શું કારણ છે ? નાણા મંત્રાલયના સૂત્રોએ તાજેતરમાં કહેલું કે એલઆઈસીમાં ચીની કંપની ઘૂસી ન જાય તે માટે અમે સક્રિય રહેશું, પરંતુ કઈ રીતે ? એફડીઆઈની છૂટ આપો અને પછી ગમે તે ઘૂસી શકે છે.

rss 1 સ્વદેશી અંગે સંઘના આક્રમક વલણના અનેક અર્થઘટનો

જ્યારે એમેઝોન કંપની બાબતમાં વિરોધ કરનાર સંઘે મોદી સરકારના આવા અનેક પગલાંઓ સામે અવાજ ઉઠાવેલો છે. એમેઝોન તો ઠીક પણ ચીનની બીજી કંપનીઓ જે રીતે રમત ગમત કે મનોરંજનના ક્ષેત્રમાં ઘૂસી ગઈ છે તેણે સ્વદેશી ઉદ્યોગોને નુકસાન કર્યુ જ છે. રિલાયન્સ કે તાતા આપણી કંપની છે. પણ એમેઝોનને જે વધુ પડતી છૂટછાટો અપાઈ છે તેના મૂળમાં શું છે ? સંઘનો આ લેખ પ્રસિદ્ધ થયાને ત્રણ દિવસ પછી પણ આ અંગે કોઈ પણ જાતની સ્પષ્ટતા કે ખૂલાસો કરવામાં આવ્યો નથી.

modi 9 સ્વદેશી અંગે સંઘના આક્રમક વલણના અનેક અર્થઘટનો
સંઘના મુખપત્રમાં એમેઝોન કંપની લાંચ આપી પોતાને અનુકૂળ હોય તેવી નીતિ ઘડાવે છે તે વાત સાચી હોય તો તેનો સીધો ઈશારો ‘ખાતો નથી અને ખાવા દેતો નથી’ તેવા વિધાનો કરનારા મોદી સરકાર સામે જ છે. ભલે કોઈનું નામ નથી આપ્યું પણ કેન્દ્ર સરકારમાં કોની પ્રેરણાથી નીતિ ઘડાય છે અને તેનો અમલ પણ થાય છે તે વાત હવે અજાણી રહી નથી. સૌ કોઈ જાણે છે.

rss 3 સ્વદેશી અંગે સંઘના આક્રમક વલણના અનેક અર્થઘટનો

ગલવાન ઘાટીના બનાવ વખતે પણ સંઘપ્રેરિત સંગઠન સ્વદેશી જાગરણ મંચે જ ચીની બનાવટોના બહિષ્કારનો નારો આપ્યો હતો પરંતુ તેનો કેટલો અને કેવો અમલ સરકારે કર્યો તે વાત આપણે સૌ સારી રીતે જાણીએ છીએ. અન્ય વિદેશી કંપનીઓ ભારતમાં જે રીતે પગપેસારો કરે છે તેનાથી ભારતીય કંપનીઓને કેટલું નુકસાન થઈ રહ્યું છે તેનો કોઈએ ખ્યાલ કર્યો છે. સંઘ દ્વારા એમેઝોન કંપનીએ અપનાવેલી નીતિ બાબત કરાયેલો આક્ષેપ સાચો હોય તો તેનાથી વિપક્ષને જાે ઉપયોગ કરતાં આવડે તો એક મોટું હથિયાર મળી ગયું છે. આ વાત સમજી લેવા જેવી છે. જાે કે ભાજપની સાથે સંઘ પર પણ પ્રહારો કરનારા મોટાભાગના પક્ષો આ વાત કેવી રીતે સ્વીકારે છે તે હવે જાેવાનું રહે છે.
બાકી સ્વદેશી કંપનીઓને કે સ્વદેશી ચીજાેને પ્રોત્સાહન આપવાની વાત જરાયે ખોટી નથી. વિદેશી પ્રવાસો કરી મોદીએ દેશને આ અપાવ્યું, ફલાણી સિદ્ધી મેળવી, ઢીંકણી સિદ્ધી મેળવી તેવી વાતો કરનારા આડકતરી રીતે મીસમાર્કેટીંગની અસરમાં છે તેમ કહેવું પડે ? દેશમાં શું કર્યું ? કોરોનાની વેકસીન એ માત્ર સરકારની સિધ્ધી નથી. વૈજ્ઞાનિકોની અને તબીબોની મહેનત અને જહેમતનું પરિણામ છે.એક વિશ્લેષકે કહ્યું કે પાકિસ્તાનને પણ પૂરતો પાઠ શીખવી શકાયો નથી. ભૂતકાળના સાસકોએ પાકિસ્તાનને ૧૯૬૫ અને ૧૯૭૧ મળી ત્રણ વખત પરાસ્ત કર્યું છે. માત્ર ૧૯૬૨માં ભારતની પીછેહઠને વાગોળનારા આ બે સિધ્ધીઓને કેમ યાદ કરતાં નથી. જાે કે આ બીજી વાત છે પણ સ્વદેશી અને ઘરઆંગણે મેળવેલી સિદ્ધિ અને લોકોનું જીવનધોરણ સુધારનારી અને સ્વદેશી કંપનીઓને આત્મનિર્ભર બનાવવાની નીતિની જરૂરત છે. બાકી લોકોને વિદેશી કંપનીઓ પર નિર્ભર બનાવનારી નીતિ તો દેશને નુકસાનકારી છે તે વાત હાલના તબક્કે યાદ રાખવી પડશે.

મહાભારત / એકલવ્યનો જન્મ શ્રી કૃષ્ણના હાથે મૃત્યુ પામ્યા બાદ દ્રૌપદીના ભાઈ તરીકે થયો હતો

સર્વ પિતૃ અમાવસ્યા 2021 / જાણો સર્વ પિતૃ અમાવસ્યા ક્યારે છે? અને આ દિવસે શ્રાદ્ધ કરવાનું મહત્વ

મિત્રતા / જાણો તમારી કુંડળીના ગ્રહોથી તમારો મિત્ર કેવો હશે

રત્ન ભંડાર / રત્નોથી પણ ઘણા રોગોની સારવાર શક્ય છે, જાણો નવગ્રહોના મુખ્ય રત્નો

ધર્મ / જાણો શા માટે કરોડો લોકો શ્રી કૃષ્ણમાં વિશ્વાસ કરે છે

હિન્દુ ધર્મ / શ્રી રામ અને શ્રી કૃષ્ણની યુદ્ધ નીતિમાં તફાવત