Not Set/ શાહીનબાગમાં ફાયરિંગ કરનાર કપિલનું AAP કનેક્શન આવ્યું સામે, આ નેતાની હાજરીમાં AAPમાં જોડાયો હતો

નાગરિકત્વ કાયદાને લઈને શાહીન બાગમાં સતત વિરોધ ચાલી રહ્યો છે. તાજેતરમાં કપિલ ગુર્જર નામના યુવકે વિરોધ કરનારા પર તે વિસ્તારમાં ફાયરિંગ કર્યું હતું. ફાયરીંગ કરી એક વિદ્યાર્થીને ઝખમી કરનાર કપિલ વિશે સૂત્રોના હવાલેથી જણવામાં આવી રહ્યું છે કે કપિલના મોબાઈલમાંથી કેટલીક તસવીરો મળી આવી છે, જેમાં તે આમ આદમી પાર્ટી (આપ) માં જોડાઇ રહ્યો છે. ક્રાઈમ બ્રાંચ […]

Top Stories India
aap શાહીનબાગમાં ફાયરિંગ કરનાર કપિલનું AAP કનેક્શન આવ્યું સામે, આ નેતાની હાજરીમાં AAPમાં જોડાયો હતો

નાગરિકત્વ કાયદાને લઈને શાહીન બાગમાં સતત વિરોધ ચાલી રહ્યો છે. તાજેતરમાં કપિલ ગુર્જર નામના યુવકે વિરોધ કરનારા પર તે વિસ્તારમાં ફાયરિંગ કર્યું હતું. ફાયરીંગ કરી એક વિદ્યાર્થીને ઝખમી કરનાર કપિલ વિશે સૂત્રોના હવાલેથી જણવામાં આવી રહ્યું છે કે કપિલના મોબાઈલમાંથી કેટલીક તસવીરો મળી આવી છે, જેમાં તે આમ આદમી પાર્ટી (આપ) માં જોડાઇ રહ્યો છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા પૂછપરછ કરતી વખતે કપિલના મોબાઇલ ફોનમાં લેવાયેલી તસવીરોમાં તે રાજ્યસભાના સાંસદ અને આપના બળવાન નેતા સંજય સિંહ સાથે જોવા મળે છે.

 સૂત્રોના જણાવ્યા અનુસાર, પહેલી ફેબ્રુઆરીએ શાહીન બાગ વિસ્તારમાં ગોળીબાર કરી રહેલા કપિલ ગુર્જર તેના પિતા સહિત અન્ય સભ્યો સાથે આમ આદમી પાર્ટીનાં સભ્ય તરીકે  જોડાયો હતો. કાલકાજી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડતા આતિશી માર્લેના સાથે પણ કપિલની તસવીર મળી આવી છે. તેમણે બંને નેતાઓ સમક્ષ ‘આપ’ સદસ્યતા લીધી હતી તેવું ફોટાઓથી પ્રાથમિક દ્રષ્ટીએ સિધ્ધ થાય છે .

ક્રાઈમ બ્રાંચના ડીસીપી રાજેશ દેવે કહ્યું કે પ્રાથમિક તપાસ દરમિયાન અમને કપિલના ફોનમાંથી કેટલાક ફોટા મળ્યા, જે બતાવે છે કે તે એક વર્ષ પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયો હતો. તેણે કહ્યું કે કપિલ પોતે પણ તેનો ઉલ્લેખ કરે છે. આપને જણાવી દઇએ કે, સોમવારે કપિલ ગુર્જરને કોર્ટે બે દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો હતો. હાલ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન