સાળંગપુર વિવાદ/ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુના બફાટ સામે જ્યોતિર્મઠના શંકરાચાર્ય આપ્યું જવલંત નિવેદન

સાળંગપુરના કષ્ટભંજનદેવ તથા કિંગ ઓફ સાળંગપુરને સ્વામિનારાયણ સંપ્રદાયના તિલક લગાડવા મુદે શરુ થયો છે. આ મુદે જ્યોતિર્મઠ બદ્રીનાથના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ નિવેદન આપ્યું.

Gujarat Rajkot
WhatsApp Image 2023 09 08 at 8.16.09 PM સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુના બફાટ સામે જ્યોતિર્મઠના શંકરાચાર્ય આપ્યું જવલંત નિવેદન

@Dhruv Kundel

સાળંગપુર ભીંતચિત્રને લઈને વિવાદ સર્જાયો હતો જેમાં સનાતની તથા સનાતન ધર્મના સાધુ-સંતોએ ભીંતચિત્ર મુદે ઉગ્ર વિરોધ કરી ભીંતચિત્રોને કઢાવ્યા હતા. ત્યારે વધુ એક મામલો વિવાદે ચડ્યો છે જેમાં સાળંગપુરના કષ્ટભંજનદેવ તથા કિંગ ઓફ સાળંગપુરને સ્વામિનારાયણ સંપ્રદાયના તિલક લગાડવા મુદે શરુ થયો છે. આ મુદે જ્યોતિર્મઠ બદ્રીનાથના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ નિવેદન આપતા જણાવ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાય વારંવાર સનાતન ધર્મને નીચો દેખાડવાનો પ્રયાસ કરતો રહ્યો છે. જો આ પ્રકારનો  પ્રયાસ ચાલતો રહેશે તો સંપ્રદાય મુશ્કેલીમાં મુકાશે.

વધુમાં તેમને જણાવ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મના દેવી-દેવતાઓનું અપમાન કરી રહ્યા છે. સાળંગપુરમાં હનુમાનજી મહારાજને લગાવેલું તિલક સંપ્રદાયનું ન હોવું જોઈએ કારણ કે હનુમાનજી મહારાજ અનાદિકાળ થી છે અને સનાતન ધર્મના આરાધ્ય દેવ છે માટે સંપ્રદાને પોતાનું તિલક હનુમાનજી ને ન લગાડી શકે. હનુમાનજીને રામ ભક્ત કહેવામાં આવે છે, તે કદી સહજાનંદ સ્વામીના સેવક ન હતા ન તો એ પ્રમુખ સ્વામીના સેવક હતા.

શું સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોને ગમશે કે હું સહજાનંદ સ્વામીને મારા દાસ તરીકે ચિત્રમાં દર્શાવું તો, આ સાથે તેમને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓને બફાટ બંધ કરવા અલ્ટીમેટમ આપ્યું અને સનાતન ધર્મ ની ઉપેક્ષા કરવાનું બંધ કરવા ચેતવણી આપી નકર નકર સનાતન ધર્મ પોતાની શક્તિ પ્રદર્શિત કરશે.

સનાતન ધર્મીઓ સ્વામિનારાયણ સંપ્રદાયના બફાટ સામે ઉગ્ર વિરોધ કરવા અપીલ કરતા કહ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોના નિવેદનો મારા સુધી આવ્યા છે, જેમાં તેઓ જણાવે છે કે તેમને સનાતન ધર્મથી કઈ લેવા-દેવા નથી તો શા કારણે, તેઓ આવી માનસિકતા સાથે છે. સ્વામિનારાયણ ને સર્વોપરી ચિત્રી સનાતન ધર્મના દેવીદેવતાઓ ને નીચા ચીતરે છે. સંપ્રદાયના મંદિરોમાં સનાતન ધર્મના આરાધ્યા દેવ હનુમાનજી મહારાજ ને કેમ પધરાવામાં આવ્યા છે.

આ પણ વાંચો:અમદાવાદથી સુરત જતા પરિવારને નડ્યો અકસ્માત, સાસુ અને વહુનું ઘટના સ્થળે જ મોત

આ પણ વાંચો:ભાવનગરમાં ઘર પાસે રમતા  પાંચ વર્ષના બાળકનું કરુણ મોત, જાણો કેવી રીતે ગયો માસૂમનો જીવ

આ પણ વાંચો:લાંબા વિરામ બાદ ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો:તાપીમાં મોટા વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતોમાં આનંદની લાગણી