World Record/ શરદ પૂર્ણિમાના દિવસે PM મોદીએ લખેલા ગરબા પર 1 લાખ ખૈલેયા ગરબે ઘૂમશે, નોંધાશે વર્લ્ડ રેકોર્ડ

રાજકોટમાં PM મોદી લિખિત ‘માડી’ ગરબાનાં તાલે 5 લાખ સ્ક્વેર મીટર ગ્રાઉન્ડમાં 2 લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ પર કુલ 1 લાખ કરતા વધુ ખેલૈયાઓ ગરબે ઘૂમતા વર્લ્ડ રેકોર્ડ નોંધાશે.

Gujarat Rajkot
YouTube Thumbnail 2023 10 28T122207.624 શરદ પૂર્ણિમાના દિવસે PM મોદીએ લખેલા ગરબા પર 1 લાખ ખૈલેયા ગરબે ઘૂમશે, નોંધાશે વર્લ્ડ રેકોર્ડ

PM મોદી ગુજરાતના વતની છે. ગુજરાતનો ગરબો વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ગુજરાતની શાન એવા ગરબાને PM મોદીએ પણ નવા શબ્દો આપ્યા છે. PM મોદીએ લખેલ ‘માડી’ ગરબા પર આજે ખૈલેયાઓ મન મૂકીને ઝૂમશે. આજે શરદપૂનમનો ખાસ દિવસ છે. અને આજે ચંદ્રગ્રહણનો પણ યોગ બની રહ્યો છે ત્યારે શરદપૂનમની રઢિયાળી રાતે ગરબા પ્રેમીઓ દ્વારા રાજકોટમાં વિશ્વ વિક્રમ નોંધાવા જઈ રહ્યો છે.

શરદપૂર્ણિમાના દિવસે રાજકોટમાં ગરબા પ્રેમીઓ માટે ખાસ આયોજન કરાયું છે. આજે રાજકોટમાં PM મોદી લિખિત ‘માડી’ ગરબાનાં તાલે 5 લાખ સ્ક્વેર મીટર ગ્રાઉન્ડમાં 2 લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ પર કુલ 1 લાખ કરતા વધુ ખેલૈયાઓ ગરબે ઘૂમશે. શરદ પૂર્ણિમાના દિવસે યોજાનાર આ કાર્યક્રમનો ગિનિશ બૂક અને લિમ્કા બૂક સહિતની જુદી- જુદી બૂકમાં વર્લ્ડ રેકોર્ડ નોંધાશે. હાલ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિતનાઓની આગેવાનીમાં આ કાર્યક્રમ માટે હાલ રેસકોર્સ ગ્રાઉન્ડમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. શહેરમાં યોજાનાર ઐતિહાસિક કાર્યક્રમને લઈને હાલ લોકોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે અગાઉ 60 હજાર લોકોએ એકસાથે ગરબા ગાઈ રેકોર્ડ નોંધાવ્યો છે.

1697950047 e6b8d57c380c18775c9b શરદ પૂર્ણિમાના દિવસે PM મોદીએ લખેલા ગરબા પર 1 લાખ ખૈલેયા ગરબે ઘૂમશે, નોંધાશે વર્લ્ડ રેકોર્ડ રાજકોટમાં યોજાનાર આ કાર્યક્રમનું આયોજન સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, ઇન્ક્રેડિબલ ગ્રુપ અને શહેર ભાજપ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. જેમાં ગરબાપ્રેમીઓ અને સોશિયલ મીડિયા ચાહકો માટે 20થી વધુ સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં યુવાનોને નશાથી દૂર રાખવા સંકલ્પ લેવડાવવામાં આવશે. સાથે ‘સે નો ટુ ડ્રગ્સ’ સૂત્ર સાથે અભિયાન શરૂ કરાશે.

આજે PM મોદી લિખિત ‘માડી’ગરબા વિશ્વરેકોર્ડ બનવા જઈ રહ્યો છે. આ છે ગરબાના શબ્દો

ગાય તેનો ગરબો ઝીલે તેનો ગરબો, ગરબો ગુજરાતની ગરવી મિરાત છે.

ઘૂમે ટેનો ગરબો તો ઝૂમે તેનો ગરબો, ગરબો ગુજરાતની ગરવી મિરાત છે.

સૂર્ય ચંદ્ર ગરબો ને ટ્રેક્ટુઓ પૈન ગરબો, ગરબો ગુજરાતની ગરવી મિરાત છે.

તંદુ ડોલાવે ને, મનડુ ઝુમાવતો સવને રે ગમતો ગરબો,

રેડિયારી રાતોમાં લગાય રેડિયમનો રમતો ને ભમતો ગરબો…કે ઘુમતો..

હે હૈયા હા, હે હૈયા હા.

ઓહો હો હો હો હો

દિવસ પાન ગરબો ને રાત પાન ગરબો, ગરબો ગુજરાતની ગરવી મિરાત છે.

સંસ્કૃતિ ગરબો ને પ્રકૃતિ ગરબો, વંસદિ છે ગરબો, મોરપીંછ ગરબો

ગરબો મતિ છે, ગરબો સહમતિ, વીરનો એ ગરબો, અમીરનો એ ગરબો.

કાયા પાન ગરબો ને જીવ પાન ગરબો, ગરબો જીવનની હળવી નિરાંત છે.

ગરબો સતી છે ને ગરબો ગતિ છે, ગરબો જીવનની હળવી નિરાંત છે

ગરબો સતી છે ને ગરબો ગતિ છે, ગરબો નારીની ફૂલની બિછાત છે

તંદુ ડોલાવે ને, મનડુ ઝુમાવાતો, સવને રે ગમતો ગરબો

રેડિયારી રાતોમાં લગાય રેડિયમનો, રમતો ને ભમતો ગરબો…કે ઘુમતો..

ગરબો તો સાત છે ને ગરબો અક્ષત છે, ગરબો માતાજીનુ કંકુ રેડીયત છે (2)

અવ્વ મા ગરબો, સ્વભાવમા ગરબો, ભક્તિનો ગરબો, હા શક્તિનો ગરબો (2)

garbo song શરદ પૂર્ણિમાના દિવસે PM મોદીએ લખેલા ગરબા પર 1 લાખ ખૈલેયા ગરબે ઘૂમશે, નોંધાશે વર્લ્ડ રેકોર્ડ

પીએમ મોદીએ ઘણા સમય પહેલા‘માડી’ગરબો લખ્યો હતો. પરંતુ હાલમાં તેમના શબ્દોને વાચા આપતો મ્યુઝિક વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. PM મોદી લિખિત ગરબાને ધ્વનિ ભાનુશાળીએ ગરબો ગાયો છે અને તનિષ્ક બાગચીએ સાથ આપ્યો છે. આ  મ્યુઝિક વીડિયોના નિર્માતા જેકી ભગનાની છે જ્યારે તેનું ડાયરેકશન નદીમ શાહ દ્વારા કરવામાં આવ્યું છે. આ ગીડિયો હાલમાં યુટ્યુબ પર પણ ઉપલબ્ધ છે.


whatsapp ad White Font big size 2 4 શરદ પૂર્ણિમાના દિવસે PM મોદીએ લખેલા ગરબા પર 1 લાખ ખૈલેયા ગરબે ઘૂમશે, નોંધાશે વર્લ્ડ રેકોર્ડ


આ પણ વાંચો : રાજકોટમાં 24 કલાકમાં 8 લોકોને હાર્ટએટેક આવતા ચિંતામાં થયો વધારો

આ પણ વાંચો : Asian Para Games/ એશિયન પેરા ગેમ્સમાં ભારતે 26 ગોલ્ડ સહિત 100 મેડલ જીત્યા

આ પણ વાંચો : ASSAM/ ‘સરકારી કર્મચારીઓને બીજા લગ્ન કરવાનો અધિકાર નથી, જો ધર્મ પરવાનગી આપે તો…’