રાજકોટ/ ઉનાળાની શરૂઆતથી શેરડીનો રસ બનાવતા મશીનની માગ વધી, વેપારીઓમાં ખુશીનો માહોલ

રાજ્યમાં ઉનાળાની શરૂઆત થયી ચુકી છે ત્યારે ઉનાળાના શરૂઆત થતાની સાથેજ માર્કેટમાં શેરડીના રસના સિચોડાની માંગ શરૂ થયી છે.

Gujarat Rajkot
શેરડીનો રસ

રાજકોટ સહિત ગુજરાતના અનેક શહેરોમાં ઉનાળાની શરૂઆતની સાથે જ શેરડી અને શેરડીનો રસ બનાવતા મશીનની માગ વધી છે.આ વખતે શેરડીનો રસ બનાવતા મશિનના ભાવમાં અંદાજે 10 ટકાનો વધારો થયો છે. ત્યારે શેરડીના મશીનની માગ વધતા વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

શિયાળાને વિદાય લેવાનો સમય ધીમે ધીમે નજીક આવી રહ્યો છે.અને ઉનાળાના આગમનનો સમય ધીમે ધીમે નજીક આવી રહ્યો છે.ત્યારે ઉનાળાની શરૂઆત પહેલા જ માર્કેટમાં શેરડીના રસના સિચોડાની ડિમાન્ડ શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે ઉનાળા દરમિયાન લોકો ગરમી થી બચવા શેરડી ના રસ પીવાનું વધુ પસંદ કરે છે ત્યારે  વેપારીઓ પાસે મશીન ની ડિમાન્ડઓ હવે વધવા લાગી છે મશીન બનાવનાર વેપારી એ જણાવ્યું હતું કે હું ઘર વપરાશથી માંડીને બજારમાં ધંધો થાય ત્યાં સુધીની બધી સિરિઝ બનાવુ છું.એટલે ઘર વપરાશની અંદર ખુબ જ સારી એવી માંગ છે.

Untitled 89 8 ઉનાળાની શરૂઆતથી શેરડીનો રસ બનાવતા મશીનની માગ વધી, વેપારીઓમાં ખુશીનો માહોલ

અત્યારે મોટા મશીનોમાં પણ સારી એવી માંગ માર્કેટમાં ખુલ્લી છે.3 વર્ષ દરમિયાન એટલે કે કોરોના કાળમાં જે મંદી હતી જે બજારો હવે ખુલ્લી છે ભાવ વધારો જે હતો તે અત્યારે 10 ટકા જ રહ્યો છે.અત્યારે માર્કેટ ખુલ્યુ છે.જો આ સિઝન સારી જાય તો 3 વર્ષ પછી અમને સારા અંધાણ જોવા મળી રહ્યાં છે. જે અમારા માટે ખુબ સારી વાત કહેવાય.

Untitled 89 9 ઉનાળાની શરૂઆતથી શેરડીનો રસ બનાવતા મશીનની માગ વધી, વેપારીઓમાં ખુશીનો માહોલ

વેપારીએ વધુમાં જણાવ્યું હતું કે અમારો માલ વિદેશ પણ જાય છે.બહારના દેશના ઓર્ડર પણ અમને મળી રહ્યાં છે. બહારના દેશોની સિઝન ઉનાળામાં વધારે રહે છે. અત્યારે ગુજરાતમાં સારી એવી માંગ છે.અત્યારે અમે રોજ 10-15 મશીન બનાવીએ છીએ.આ વર્ષે વહેલી સિઝન ચાલુ થઈ ગઈ છે.હું શેરડીના સિચોડા ઘર વપરાશથી માંડીને ધંધામાં વપરાતા સિચોડા બનાવુ છું.હું 8 સિરિઝની મશિનરી બનાવુ છું.ઘર માટે જે સિચોડો  આવે છે તેનો ભાવ 3500 રૂપિયા છે.જ્યારે ધંધામાં વપરાતા સિચોડા સાડા 12 હજારથી લઈને 35 હજાર રૂપિયા સુધીની છે.

ઉલ્લેખનીય છે કે કોરોના ના બે વર્ષ બાદ જયારે ચિચોડા ની બાઝાર ખુલ્લી છે ત્યારે વેપારીઓ માં પણ ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો:અગ્નિની સાક્ષીએ શરૂ કરેલું લગ્નજીવન દીવાસળી ચાંપી પૂરું કર્યું

આ પણ વાંચો:ગોધરા એ હેટ ક્રાઈમ નથી, ગુજરાત સરકારની સુપ્રીમ કોર્ટમાં દલીલ

આ પણ વાંચો:એનઆઇએના દરોડામાં ગુજરાતમાંથી 15 શકમંદોની અટકાયત

આ પણ વાંચો:સુરતમાં રખડતા કૂતરાઓ આતંક વધ્યો, 15 દિવસમાં 477 લોકો બન્યા શિકાર