SMC Draftbudget/ સુરતીઓ પર 420 કરોડનો વેરાવધારો ઝીંકતી સુરત મનપા

સુરત મનપાએ આ વખતના ડ્રાફ્ટ બજેટમાં સુરતીઓ પર આ વખતે 420 કરોડનો વેરા વધારો ઝીંક્યો છે. આમ સુરતીઓએ તેમના ગજવામાંથી આ વર્ષે બીજા 420 કરોડના વધારાના ચૂકવવા પડશે.

Surat
SMC Draftbudget
  • સુરતનું ગયા વર્ષનું બજેટ 7,287 કરોડ હતું, આ વખતનું 7,287 કરોડ
  • સુરત મનપાની હદમાં ભળેલા નવા વિસ્તારોના વિકાસ માટે 842 કરોડ ખર્ચાશે
  • તાપી નદીના શુદ્ધીકરણ માટે 255 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી
  • વેરામાં સૌથી વધુ આવક બિન રહેણાક મિલકતો પરના 138.80 કરોડના વેરામાંથી થશે

SMC Draftbudget સુરત મનપાએ આ વખતના ડ્રાફ્ટ બજેટમાં સુરતીઓ પર આ વખતે 420 કરોડનો વેરા વધારો ઝીંક્યો છે. આમ સુરતીઓએ તેમના ગજવામાંથી આ વર્ષે બીજા 420 કરોડના વધારાના ચૂકવવા પડશે. સામાન્ય સુરતીઓના ખભા SMC Draftbudget પર 420 કરોડ રૂપિયાનો ભાર આવ્યો છે.

સુરત મહાનગરપાલિકા (મનપા)નું ડ્રાફ્ટ બજેટ SMC Draftbudget આ વખતે 7,707 કરોડનું જોવા મળ્યું છે. આમ તેમા ગયા વખતના બજેટ 7,287 કરોડની તુલનાએ 420 કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. હવે આ ડ્રાફ્ટ બજેટને સામાન્ય સભામાં લઈ જવાશે.

શાસક પક્ષ સુધારા વધારા સાથે આખરી મ્હોર મારશે. સુરત મહાનગરપાલિકાનું 7,707 કરોડનું બજેટ રજૂ કરાયું તેમા 3,519 કરોડની તો કેપિટલ એટલે કે મૂડી જ હશે. આ ઉપરાંત સુરત મહાનગરપાલિકાની હદમાં સમાવિષ્ટ થયેલા નવા વિસ્તારોના વિકાસ માટે 842 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

આ ઉપરાંત તાપી નદીના શુદ્ધીકરણ માટે 255 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ વર્ષે ત્રણ નવા બ્રિજ બનાવવામાં આવશે,હાલમાં નવ ઓવરબ્રિજના કામો પ્રગતિ હેઠળ છે. આ તમામ કામો ડિસેમ્બર 2023 પહેલા પૂરા કરવામાં આવે તેવી ગણતરી રાખવામાં આવી રહી છે.

સુરત મનપા દ્વારા કરવામાં આવેલી વેરાવૃદ્ધિમાં તેને સૌથી વધુ આવક બિનરહેણાક મિલકતો પરના વેરામાંથી થવાની છે.આ આવક 138.90 કરોડ હશે. તેને બીજા ક્રમે સૌથી વધુ આવક બિન રહેણાક મિલકતોના ફાયર ચાર્જમાંથી થશે. આ આવક 49.97 કરોડ એટલે કે 50 કરોડ રૂપિયાની હશે. આના પરથી સ્પષ્ટ સંકેત મળે છે કે સુરત મનપાએ બિનરહેણાક મિલકતો પરના વેરા અને બિનરહેણાક મિલકતોના ફાયર ચાર્જમાં નોંધપાત્ર વધારો કર્યો છે.

તેના પછી સૌથી વધુ આવક બિનરહેણાક મિલકતોમાંથી પાણી અને ડ્રેનેજ ચાર્જિસમાંથી થશે અને તે અંદાજે 20.21 કરોડ હશે. જ્યારે તેમાથી સોલિડ વેસ્ટના ચાર્જિસ પેટે 18.88 કરોડની આવક થશે. રહેણાક મિલકતોમાંથી સોલિડ વેસ્ટ ચાર્જ પેટે 18.78 કરોડની આવક થશે તેમ મનાય છે.

AMC Draftbudget/ અમદાવાદીઓ પર ઝીંકાયો હવે નવો પર્યાવરણ વેરો

Power Thieves/ વીજ ચોરોને પકડવા પોલીસ અને વીજ કંપનીઓ દ્વારા રાજ્યભરમાં મેગા ડ્રાઇવ

Economic Survey/ નાણામંત્રીએ રજૂ કર્યો આર્થિક સર્વે, 2023-24માં વિકાસ દર 6.5% રહેવાની ધારણા