મનપા કાર્યવાહી/ SMCએ મચ્છરના બ્રિડિંગો મામલે 1.53 લાખનો વહીવટી ચાર્જ વસુલ્યો

રિપોર્ટર@ અમિત રૂપાપરા, સુરત સુરત મહાનગરપાલિકાના વાહક જન્ય રોગ નિયંત્રણ વિભાગ દ્વારા મચ્છરોના ઉત્પત્તિ સ્થાનને શોધી મચ્છરના બ્રિડિંગનો નાશ કરવામાં આવી રહ્યો છે. હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે ઘણી જગ્યા ઉપર પાણીનો ભરાવો થતો હોય છે અને આ પાણીમાં મચ્છરની ઉત્પતિ થવાની સંભાવનાઓ વધારે હોય છે. એટલા માટે જ સુરત મહાનગરપાલિકાના વાહક જન્ય […]

Gujarat Surat
SMCની કાર્યવાહી 5,59,432 સ્પોર્ટ ચેક કરી 1934 મચ્છરના બ્રિડિંગોનો નાશ કરાયો, 1.53 લાખનો વહીવટી ચાર્જ વસૂલાયો

રિપોર્ટર@ અમિત રૂપાપરા, સુરત

સુરત મહાનગરપાલિકાના વાહક જન્ય રોગ નિયંત્રણ વિભાગ દ્વારા મચ્છરોના ઉત્પત્તિ સ્થાનને શોધી મચ્છરના બ્રિડિંગનો નાશ કરવામાં આવી રહ્યો છે. હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે ઘણી જગ્યા ઉપર પાણીનો ભરાવો થતો હોય છે અને આ પાણીમાં મચ્છરની ઉત્પતિ થવાની સંભાવનાઓ વધારે હોય છે. એટલા માટે જ સુરત મહાનગરપાલિકાના વાહક જન્ય રોગ નિયંત્રણ વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાના વિભાગ દ્વારા એક અઠવાડિયા દરમિયાન સુરતના અલગ અલગ નવ ઝોનમાં 2,10,883 ઘરોનો સર્વે કરવામાં આવ્યો હતો અને કુલ 5,59,432 મચ્છરના ઉત્પતિ સ્થાનોને તપાસવામાં આવ્યો હતા જેમાંથી 1934 જેટલા મચ્છરના બ્રિડિંગ મળી આવ્યા હતા. જેથી આ તમામ ઘરમાંથી મચ્છરના બિલ્ડીંગનો નાશ કરવામાં આવ્યો હતો. તો 518 જેટલી નોટિસ કરવામાં આવી હતી. આ ઉપરાંત વહીવટી ખર્ચ પેટે 1,53,700 વસૂલવામાં આવ્યા હતા.

સુરત 1 SMCએ મચ્છરના બ્રિડિંગો મામલે 1.53 લાખનો વહીવટી ચાર્જ વસુલ્યો

મહત્વની વાત છે કે, સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં વિબડીસી વિભાગના કર્મચારીઓ દ્વારા 23,622 ઘરોનો સર્વે કરવામાં આવ્યો હતો અને તેમાંથી 68,625 સ્પોટ ચેક કરવામાં આવ્યા હતા. કાર્યવાહી બાદ 129 ઇસ્યુ કરવામાં આવી હતી અને 2000નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. વેસ્ટ ઝોનમાં 25,465 ઘરોમાં સર્વે કરી 79,965 સપોર્ટ ચેક કરવામાં આવ્યા હતા અને 39 નોટિસ ઈસ્યુ કરી 34,500નો વહીવટી ખર્ચ વસૂલાયો હતો. સાઉથ-એ ઝોનમાં 29,969 ઘરોમાં સર્વે કરી 91,453 સ્પોટ ચેક કરવામાં આવ્યા હતા અને 50 નોટિસ ઈસ્યુ કરી 17,500નો વહીવટી ખર્ચ વસૂલાયો હતો.

સુરત 2 SMCએ મચ્છરના બ્રિડિંગો મામલે 1.53 લાખનો વહીવટી ચાર્જ વસુલ્યો

સાઉથ-બી ઝોનમાં 15,285 ઘરોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 32,641 સ્પોટ ચેક કરવામાં આવ્યા હતા અને 72 નોટિસ ઈસ્યુ કરી 11 હજારનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. સાઉથ ઇસ્ટ ઝોનમાં 20,873 ઘરોનો સર્વે કરી 5,18,070 સ્પોટ ચેક કરવામાં આવ્યા હતા અને 19 નોટિસ ઈસ્યુ કરી 3500નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.

સુરત 5 SMCએ મચ્છરના બ્રિડિંગો મામલે 1.53 લાખનો વહીવટી ચાર્જ વસુલ્યો

સાઉથ વેસ્ટ ઝોનમાં 32,491 ઘરોનો સર્વે કરી 95,984 સપોર્ટ ચેક કરવામાં આવ્યા હતા અને 48 નોટિસ સાથે 35,300નો વહીવટી ચાર્જ વસૂલાયો હતો. નોર્થ ઝોનમાં 26,121 ઘરોનો સર્વે કરી 71,969 સ્પોટ ચેક કરી 93 નોટિસ ઇસ્યુ કરી 1000 રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલાયો હતો. ઇસ્ટ-એ ઝોનમાં 23,655 ઘરોમાં સર્વે કરી 39,879 સ્પોટ ચેક કરવામાં આવ્યા હતા અને 39 નોટિસ સાથે 22900નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.

સુરત 4 SMCએ મચ્છરના બ્રિડિંગો મામલે 1.53 લાખનો વહીવટી ચાર્જ વસુલ્યો

આ ઉપરાંત ઈસ્ટ-બી ઝોનમાં 13,402 ઘરોનો સર્વે કરી 2,70,86 સ્પોટ ચેક કરી 22 નોટિસ સાથે 26,000નો વહીવટી ખર્ચ વસૂલવામાં આવ્યો હતો. આમ કુલ 2,10,883 ઘરોમાં સર્વે કરી 5,59432 સ્પોર્ટ ચેક કરવામાં આવ્યા હતા અને 518 નોટિસ આપવામાં આવી હતી. તેમજ 1934 જેટલા મચ્છરના બ્રેડિંગનો નાશ કરવામાં આવ્યો હતો અને 1,53,700નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.

સુરત 6 SMCએ મચ્છરના બ્રિડિંગો મામલે 1.53 લાખનો વહીવટી ચાર્જ વસુલ્યો