Not Set/ ટીમ ઈન્ડિયાનો અસલી ટેસ્ટ હવે, આવતીકાલે શરુ થશે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ શ્રેણી

જેની આતુરતાપૂર્વક રાહ જાવામાં આવી રહી હતી તે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ શ્રેણીનો આવતીકાલથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. દક્ષિણ આફ્રિકાના કેપટાઉન ખાતે આ પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. ભારત આ ટેસ્ટ મેચમાં વિજય સાથે દક્ષિણ આફ્રિકાના પ્રવાસની શરુઆત કરવાના ઈરાદે મેદાનમાં ઉતરશે. ભારતીય ઉપમહાદ્વીપમાં ભારતનુ પ્રદર્શન શાનદાર રહ્યુ છે. જોકે, તે પ્રદર્શનને ભારત વિદેશી […]

Sports
191313 virat du plessis ટીમ ઈન્ડિયાનો અસલી ટેસ્ટ હવે, આવતીકાલે શરુ થશે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ શ્રેણી

જેની આતુરતાપૂર્વક રાહ જાવામાં આવી રહી હતી તે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ શ્રેણીનો આવતીકાલથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. દક્ષિણ આફ્રિકાના કેપટાઉન ખાતે આ પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. ભારત આ ટેસ્ટ મેચમાં વિજય સાથે દક્ષિણ આફ્રિકાના પ્રવાસની શરુઆત કરવાના ઈરાદે મેદાનમાં ઉતરશે. ભારતીય ઉપમહાદ્વીપમાં ભારતનુ પ્રદર્શન શાનદાર રહ્યુ છે. જોકે, તે પ્રદર્શનને ભારત વિદેશી ધરતી પર રીપીટ કરી શકશે કે નહીં તેને લઈ સવાલ છે.

ભારતીય ટીમ અત્યારે શાનદાર ફોર્મમાંથી પસાર થઈ રહી છે. ટીમમાં ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, મુરલી વિજય અને રોહિત શર્મા શાનદાર ફોર્મમાં છે. તેમજ ભારતનુ બોલિંગ આક્રમણ પણ અત્યાર સુધીનું શ્રેષ્ઠ બોલિંગ આક્રમણ ગણાઈ રહ્યુ છે. ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી જેવા ઝડપી બોલરોની સાથે આર અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની સ્પીન જોડી પણ પોતાનો કમાલ દેખાડવા આતુર છે.

જાકે આવતીકાલની મેચમાં જાડેજા રમે તેવી શક્યતા નહિવત છે. પ્રથમ ટેસ્ટમાં ભારત ૬ બેટ્‌સમેન, એક વિકેટકિપર અને ચાર બોલરો સાથે મેદાનમાં ઉતરી શકે છે. આવતીકાલની મેચમાં જસપ્રિત બુમરાહ ટેસ્ટ ડેબ્યુ કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. આ ઉપરાંત જા હાર્દિક પંડ્યાને ટીમમાં સ્થાન અપાશે તો રોહિત શર્માએ બહાર બેસવુ પડી શકે છે. બીજીબાજુ દક્ષિણ આફ્રિકામાં ઝડપી બોલર સ્ટેન આવતીકાલની મેચ નહીં રમે.

દક્ષિણ આફ્રિકામાં અત્યાર સુધી ભારત ૧૭ ટેસ્ટ રમ્યુ છે, જેમાંથી માત્ર બે જ ટેસ્ટ જીતી શક્યુ છે. તેમજ ક્યારેય પણ દક્ષિણ આફ્રિકાની ધરતી પર ભારતે ટેસ્ટ શ્રેણી જીતી નથી. જેના કારણે આ વખતે ભારત પર ઈતિહાસ રચવાનો પડકાર રહેશે.

દક્ષિણ આફ્રિકા ટીમ: ફાફ ડુ પ્લેસીસ (કેપ્ટન), ડીન અલ્ગર, અડેન માર્કરામ, હસીમ અમલા, તેમ્બા બાવુંમા, થ્યુંનીસ ડી બ્રુન, ક્કીટન દીકાક, કેશવ મહારાજ, મોર્ન માર્કલ, ડેલ સ્ટેન, ક્રીસ મૌરીસ, વર્નન ફીલેંડર, કાગીસો રબાડા, અંડીલે ફેહલુકવાઓ