મેલબોર્ન
આજથી મેલબોર્ન ખાતે શરૂ થઈ રહેલી ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ પહેલા ભારતની ટીમના વાઈસ-કેપ્ટન રહાણેએ પોતાનામાં વિશ્ર્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે તેની બૅટિંગમાં તાલમેલ અને આક્રમક વલણ તેને ઑસ્ટ્રેલિયા સામે 26મી ડિસેમ્બરથી શરૂ થતી ‘બૉક્સિગં-ડે’ ટેસ્ટ મેચમાં સદી નહીં, પણ બેવડી સદી ફટકારવામાં મદદગાર થશે.
અંજીકય રહાણેએ પોતે ડબલ સદી ફટકારી શકે છે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
રહાણેએ વર્તમાન શ્રેણીમાં પહેલી બે ટેસ્ટમાં તેના કુલ 164 રનમાં બે અડધી સદી નોંધાવી છે, પણ ગયા વર્ષે કોલંબોમાં શ્રીલંકા સામેની સદી પછી તે આ સિદ્ધિથી વંચિત રહ્યો છે.
“હું ચોક્કસપણે કહું છું કે આમ આગામી મેચમાં થશે કારણ કે એડિલેઈડથી પર્થ સુધીની ટેસ્ટ મેચોમાં હું જે રીતે મારી બૅટિંગમાં તાલમેલ અને આક્રમક વલણ સાથે રમ્યો છું તે જોતા હું સદી અથવા બેવડી સદી ફટકારી શકું છું, એમ 30 વર્ષના રહાણેએ કહ્યું હતું.
આયોજક ઑસ્ટ્રેલિયા અને ભારત ચાર ટેસ્ટની વર્તમાન શ્રેણીમાં હાલ 1-1થી સમાન છે. રહાણેએ વર્તમાન શ્રેણીમાં નોંધાવેલી બે અડધી સદીમાં એડિલેઈડ ટેસ્ટના બીજા દાવમાં 70 અને પર્થ ટેસ્ટમાં પહેલા દાવમાં 50 રન કર્યા છે.