Not Set/ ફિફા વર્લ્ડકપ : તો, મેસ્સી અને રોનાલ્ડો વચ્ચે થઇ શકે છે ટક્કર, ચાહકોમાં ભારે ઉત્તેજના

મોસ્કો, ફુટબોલ પ્રશંસકો માટે એ ઐતિહાસિક ક્ષણ બહુ જલ્દી આવી શકે છે જ્યારે તેઓ પોતાના બે પસંદગીના ફુટબોલરોને એકબીજા સામે ફીફા વર્લ્ડકપ-૨૦૧૮માં રમતા જોઈ શકશે. આર્જેન્ટીનાના કેપ્ટન લિયોનેલ મેસ્સી અને પોર્ટુગલના ખેલાડી ક્રિસ્ટીયાનો રોનાલ્ડોના પ્રશંસકો માટે આ તક સર્જાઈ શકે છે. જો કે આ બંને મહાન ખેલાડીઓના સામ સામે રમતા જોવા ત્યારે સંભવ છે જ્યારે […]

Trending Sports
messi v s ronaldo fifa....... ફિફા વર્લ્ડકપ : તો, મેસ્સી અને રોનાલ્ડો વચ્ચે થઇ શકે છે ટક્કર, ચાહકોમાં ભારે ઉત્તેજના

મોસ્કો,

ફુટબોલ પ્રશંસકો માટે એ ઐતિહાસિક ક્ષણ બહુ જલ્દી આવી શકે છે જ્યારે તેઓ પોતાના બે પસંદગીના ફુટબોલરોને એકબીજા સામે ફીફા વર્લ્ડકપ-૨૦૧૮માં રમતા જોઈ શકશે. આર્જેન્ટીનાના કેપ્ટન લિયોનેલ મેસ્સી અને પોર્ટુગલના ખેલાડી ક્રિસ્ટીયાનો રોનાલ્ડોના પ્રશંસકો માટે આ તક સર્જાઈ શકે છે.

જો કે આ બંને મહાન ખેલાડીઓના સામ સામે રમતા જોવા ત્યારે સંભવ છે જ્યારે બન્ને ટીમે રાઉન્ડ ઓફ ૧૬માં પોતપોતાના મુકાબલામાં જીત મેળવે.

5b3284ad1ae6621a008b4a15 750 475 ફિફા વર્લ્ડકપ : તો, મેસ્સી અને રોનાલ્ડો વચ્ચે થઇ શકે છે ટક્કર, ચાહકોમાં ભારે ઉત્તેજના

શનિવારે એટલે કે આજે એ નક્કી થશે કે મેસ્સી અને રોનાલ્ડો એકબીજા સામે ટકરાશે કે નહીં, આજે આ બન્નેની ટીમો નોકઆઉટ  રમવા ઉતરશે. જો આમ થશે તો આ મહામુકાબલો જોનારાઓ માટે અનમોલ તક હશે અને આ મુકાબલો ફાઈનલ જેવો બની રહેશે.

portugal v netherlands international friendly 772f27ae 58cd 11e8 b87b 3dd7d8bd63e9 ફિફા વર્લ્ડકપ : તો, મેસ્સી અને રોનાલ્ડો વચ્ચે થઇ શકે છે ટક્કર, ચાહકોમાં ભારે ઉત્તેજના

આપને જણાવી દઈએ કે, લિયોનેલ મેસ્સી અને રોનાલ્ડોનો આ ચોથો વર્લ્ડકપ છે. આ પહેલા આ બન્ને ખેલાડી વિશ્વકપમાં ક્યારેય એકબીજા સામે રમ્યા નથી. જો કે, બન્ને ક્લબ મુકાબલામાં એકબીજા વિરુદ્ધ ઘણુ રમ્યા છે. લિયોનેલ મેસ્સીની કેપ્ટનશીપવાળી આર્જન્ટીનાનો મુકાબલો ભારતીય સમય મુજબ સાંજે ૭.૩૦ વાગ્યે ફ્રાંસ સાથે છે.

આર્જેન્ટીના માટે આ મુકાબલો સરળ નહીં રહે, કારણકે ફ્રાંસની ટીમ પણ ખૂબ જ ફોર્મમાં છે અને તે ગ્રુપ સ્ટેજમાં એક પણ મેચ નથી હારી.  તેણે ઓસ્ટ્રેલિયા અને પેરુ જેવી ટીમને હરાવી છે અને ડેનમાર્ક સામેની મેચ ડ્રોમાં કાઢી છે. બીજી બાજુ આર્જેન્ટીના અત્યાર સુધી જાઈએ તેવી ફોર્મમાં નથી, પરંતુ ફ્રાંસ સામેની મેચ જીતીને તે પોતાની દાવેદારી મજબુત કરવા ઉતરશે.

ગ્રુપ બીમાં રોનાલ્ડોની ટીમ પોર્ટુગલ પ્રી ક્વાર્ટર ફાઈનલમાં ઉરુગ્વે સામે મેચ રમવાની છે.પોર્ટુગલ જો ઉરુગ્વે સામે જીતશે તો રોનાલ્ડોની ટક્કર મેસ્સી સાથે થઇ શકે છે.