Not Set/ #INDvWI : આજે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાશે અંતિમ વન-ડે

તિરુવંતપુરમ, ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી પાંચ વન-ડે મેચની શ્રેણીની અંતિમ મેચ ગુરુવારે રમાશે. મુંબઈ ખાતે રમાયેલી ચોથી વન-ડે મેચમાં ભારતીય ટીમે પલટવાર કરતા ૨૨૪ રને શાનદાર જીત હાસંલ કરી હતી. ચોથી મેચમાં જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં ૨-૧થી લીડ હાંસલ કરી છે, ત્યારે હવે અંતિમ મેચમાં પણ વિરાટ બ્રિગેડ આ વન-ડે મેચ […]

Trending Sports
587526 jason holder virat kohli west indies vs india 1 1 1 #INDvWI : આજે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાશે અંતિમ વન-ડે

તિરુવંતપુરમ,

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી પાંચ વન-ડે મેચની શ્રેણીની અંતિમ મેચ ગુરુવારે રમાશે. મુંબઈ ખાતે રમાયેલી ચોથી વન-ડે મેચમાં ભારતીય ટીમે પલટવાર કરતા ૨૨૪ રને શાનદાર જીત હાસંલ કરી હતી.

ચોથી મેચમાં જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં ૨-૧થી લીડ હાંસલ કરી છે, ત્યારે હવે અંતિમ મેચમાં પણ વિરાટ બ્રિગેડ આ વન-ડે મેચ જીતીને આ સિરીઝ પોતાના નામે કરવાનો પ્રયાસ કરશે.

બીજી બાજુ કેરેબિયન ટીમ પણ ચોથી વન-ડેમાં મળેલી કારમી હારનો બદલો લેવાનો પ્રયાસ કરશે અને જીત સાથે આ શ્રેણી ૨-૨થી સરભર કરવાનો પ્રયાસ કરશે.

આ પહેલા ત્રીજી વન-ડે મેચમાં વેસ્ટ ઇન્ડીઝે ભારતીય ટીમ પર ૪૩ રને શાનદાર વિજય મેળવ્યો હતો, જયારે વિશાખાપટ્ટનમ ખાતે રમાયેલી સિરીઝની બીજી મેચ ટાઈ રહી હતી.