Not Set/ ઈંગ્લેંડ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ શકે છે રિદ્ધિમાન સહા

નવી દિલ્હી, ઈંગ્લેંડ સામેની ત્રણ વન-ડે મેચની શ્રેણી બાદ શરુ થવા જઈ રહેલી પાંચ મેચની સીરીઝ પહેલા ભારતીય ટીમને ઝટકો લાગી શકે છે. ભારતની ટેસ્ટ ટીમના વિકેટકીપર રિદ્ધિમાન સહા ઈજાગ્રસ્ત થવાના કારણે આ સીરીઝમાંથી બહાર થઈ શકે છે. ESPNના એક રિપોર્ટ અનુસાર, માનવામાં આવી રહ્યું છે કે, અંગુઠાની ઈજાના કારણે રિદ્ધિમાન સહા બહાર આવી શક્યા […]

Trending Sports
08 01 2018 saha ઈંગ્લેંડ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ શકે છે રિદ્ધિમાન સહા

નવી દિલ્હી,

ઈંગ્લેંડ સામેની ત્રણ વન-ડે મેચની શ્રેણી બાદ શરુ થવા જઈ રહેલી પાંચ મેચની સીરીઝ પહેલા ભારતીય ટીમને ઝટકો લાગી શકે છે. ભારતની ટેસ્ટ ટીમના વિકેટકીપર રિદ્ધિમાન સહા ઈજાગ્રસ્ત થવાના કારણે આ સીરીઝમાંથી બહાર થઈ શકે છે.

ESPNના એક રિપોર્ટ અનુસાર, માનવામાં આવી રહ્યું છે કે, અંગુઠાની ઈજાના કારણે રિદ્ધિમાન સહા બહાર આવી શક્યા નથી. આ જોતા તે ઈંગ્લેંડ સામેની સીરીઝ પહેલા બહાર થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા જૂનમાં અફગાનિસ્તાન સામે રમાયેલી ટેસ્ટ પણ રમી શક્યો ન હતો.

૧૪ જૂનના રોજ અફઘાનિસ્તાન સામે રમાયેલી એક માત્ર ટેસ્ટ મેચમાં સહાની જગ્યા દિનેશ કાર્તિકે લીધી હતી. ત્યારે હવે માનવામાં આવી રહ્યું છે કે, સહાના બહાર થયા બાદ આ જગ્યા દિનેશ કાર્તિક લઇ શકે છે. જો કે હજી સુધી BCCI દ્વારા સહાની ફિટનેસ અપડેટ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

બતાવવામાં આવી રહ્યું છે કે, ભારતીય ટીમની સિલેકશન કમિટી અને મેનેજમેન્ટ ઈચ્છે છે કે, સહા પોતાની ફિટનેસ સાથે જ મેચ રમવા માટે પોતાની તૈયારીનો પણ ટેસ્ટ કરે. મહત્વનું છે કે, ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાનારી ૫ ટેસ્ટ મેચ શ્રેણીની પ્રથમ ટેસ્ટ ૧ ઓગષ્ટથી શરુ થશે.