Not Set/ વિસનગર/ યુવતીની છેડતી મુદ્દે કોલેજમાં હોબાળો

મહેસાણા ના વિસનગરમાં શેઠ સી.એન કોલેજમાં હોબાળો મચ્યો છે.  કેમ્પસમાં વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીની છેડતી થતા આખું કેમ્પસ માથે લીધું છે અને મામલો પોલીસ મથક સુધી પહોચ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વિસનગર ની શેઠ સી .એન કૉલેજના પટાવાળાએ છેડતી કર્યાની ઘટના ને પગલે ભારે હોબાળો મચી ગયો હતો. વિદ્યાર્થીઓનો ગુસ્સો કોલેજના પટાવાળા વિરૂધ્ધ વધી ગયો હતો. આશરે  45 […]

Gujarat Others
મહેસાણા વિસનગર/ યુવતીની છેડતી મુદ્દે કોલેજમાં હોબાળો

મહેસાણા ના વિસનગરમાં શેઠ સી.એન કોલેજમાં હોબાળો મચ્યો છે.  કેમ્પસમાં વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીની છેડતી થતા આખું કેમ્પસ માથે લીધું છે અને મામલો પોલીસ મથક સુધી પહોચ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વિસનગર ની શેઠ સી .એન કૉલેજના પટાવાળાએ છેડતી કર્યાની ઘટના ને પગલે ભારે હોબાળો મચી ગયો હતો. વિદ્યાર્થીઓનો ગુસ્સો કોલેજના પટાવાળા વિરૂધ્ધ વધી ગયો હતો. આશરે  45 વર્ષીય પટાવાળાએ વિધ્યાર્થીની ની  છેડતી કરી હતી. આથી માહોલ ગરમાયો હતો. હોબાળો થતા પટાવાળો ત્યાંથી ભાગી ગયો હતો.

વિદ્યાર્થીઓએ ગંભીર આક્ષેપો કરતા સમગ્ર શૈક્ષણિક સંકુલમાં ખળભળાટ મચી ગયો છે. શિક્ષણકાર્ય દરમ્યાન મયુર નામના પટાવાળાએ યુવતિની છેડતી કર્યાનો આક્ષેપ કરવામાં અવ્યો છે. કોલેજના તમામ વિદ્યાર્થીઓએ ભેગા મળીને હોબાળો કરતા કોલેજ સત્તાવાળાઓ કોઈ એક્શન લે તે પહેલા જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો.

આ મામલે વિસનગરના ધારાસભ્ય રૂષિકેશ પટેલ પણ પોલીસ સ્ટેશનમાં આવી પહોચ્યાં હતા. વિદ્યાર્થીઓ ને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વિદ્યાર્થીઓ પોતાની માંગણી અને ગુનો નોંધવા પર અટલ રહ્યા  હતા. અને પટાવાળા વિરુધ ગુનો દાખલા કરાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.