Not Set/ સુબ્રમણ્યમ સ્વામીએ JNU પર કર્યો કટાક્ષ, કહ્યુ- અહી અભણ લોકો છે, તે ક્યારેય નહી સુધરે

જેએનયુમાં બનેલી તાજેતરની ઘટના બાદથી જ દેશભરનાં મોટા ભાગનાં લોકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ રસ્તે આવી જેએનયુને સમર્થન આપી રહ્યા છે તો બીજી તરફ સરકારનાં વિરોધમાં પ્રદર્શન પણ કરી રહ્યા છે. ત્યારે ભાજપનાં નેતા સુબ્રમણ્યમ સ્વામીએ જેએનયુને લઇને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે. ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ જેએનયુમાં તાજેતરમાં બનેલી ઘટનાનાં સદર્ભમાં કહ્યુ છે કે, […]

Top Stories India
Subramanian Swamy સુબ્રમણ્યમ સ્વામીએ JNU પર કર્યો કટાક્ષ, કહ્યુ- અહી અભણ લોકો છે, તે ક્યારેય નહી સુધરે

જેએનયુમાં બનેલી તાજેતરની ઘટના બાદથી જ દેશભરનાં મોટા ભાગનાં લોકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ રસ્તે આવી જેએનયુને સમર્થન આપી રહ્યા છે તો બીજી તરફ સરકારનાં વિરોધમાં પ્રદર્શન પણ કરી રહ્યા છે. ત્યારે ભાજપનાં નેતા સુબ્રમણ્યમ સ્વામીએ જેએનયુને લઇને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે.

ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ જેએનયુમાં તાજેતરમાં બનેલી ઘટનાનાં સદર્ભમાં કહ્યુ છે કે, અહી અભણ લોકો છે જે ક્યારેય નહી સુધરે. તેમણે આ નિવેદન ત્યારે આપ્યુ છે જ્યારે દેશભરની મોટાભાગની યુનિવર્સિટીઓ જેએનયુનાં સમર્થનમાં બહાર આવી છે. જો કે આ પહેલીવાર નથી કે જેએનયુને લઇને સરકારાનાં કોઇ નેતાએ આવુ નિવેદન આપ્યુ છે.

છેલ્લા ઘણા સમયથી ખાસ કરીને મોદી સરકારનાં આવ્યા બાદથી જેએનયુ જાણે દેશનાં અસલ મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા સરકાર માટે સૌથી મહત્વની જગ્યા બની ગઇ હોય તેવુ લાગી રહ્યુ છે. તાજતેરમાં જે બનાવ બન્યો તેનાથી એકવાર ફરી જેએનયુ અને ત્યાનાં વિદ્યાર્થીઓ ચર્ચામાં આવ્યા છે. દેશમાં જ્યા સીએએને લઇને વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે તો બીજી તરફ સરકાર આ નિર્ણયથી પાછા ફરવાના બિલકુલ મૂડમાં નથી. ત્યારે જોવાનું રહેશે કે આ સમગ્ર મામલો ક્યા જઇને અટકશે.

જુઓ સમગ્ર માહિતી મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.